સરકારી સબસીડીથી ઘરની છત પર લગાવો સોલાર પેનલ અને મેળવો મફત વિજળી, વધારાની વીજળી વેચી કરો કમાણી
સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના હેઠળ વીજ વપરાશકાર પોતાના ઘરની અગાશી, ધાબા કે માલિકીની ખૂલ્લી જગ્યામાં સૌર ઊર્જા ઉત્પન્ન કરી પોતાને જરૂર પૂરતી વીજળી વાપરી વધારાની વીજળી રાજ્ય સરકારને રૂ.2.25 પ્રતિ યુનિટના દરે 25 વર્ષના કરારથી વેચીને વીજ બિલમાં રાહત અને વધારાની આવક પણ મેળવી શકશે.
રાજ્યના રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો માટે સરકારે ‘સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના’ શરૂ કરી છે. ગ્રીન એનર્જી ક્લિન એનર્જીથી પર્યાવરણ રક્ષા અને પુન: પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે ગુજરાતમાં સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના શરૂ કરી છે. સામાન્ય માનવી પણ વીજ ઉપભોકતા સાથે વીજ ઉત્પાદક બની શકશે અને સૌર ઉર્જા ઉત્પન્ન કરી વધારાની વીજળી વેચી શકશે.આ સોલાર રૂફટોપ યોજના હેઠળ ઘરગથ્થુ વીજ વપરાશકાર પોતાના ઘરની અગાશી, ધાબા કે માલિકીની ખૂલ્લી જગ્યામાં સૌર ઊર્જા ઉત્પન્ન કરી શકશે. આ સૌર ઊર્જામાંથી પોતાને જરૂર પૂરતી વીજળી વાપરીને કે તેનો ઉપયોગ કરી વધારાની વીજળી રાજ્ય સરકારને રૂ.2.25 પ્રતિ યુનિટના દરે 25 વર્ષના કરારથી વેચીને વીજ બિલમાં રાહત અને વધારાની આવક પણ મેળવી શકશે.
આ પણ વાંચો: પશુપાલન શરૂ કરવા સરકાર આપશે દુધાળા પશુઓની ખરીદી પર સહાય, જાણો તમામ વિગતો
રહેણાક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે પ્રથમ 3કિલોવોટની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર 40% તેમજ ત્યારબાદના 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટની ક્ષમતા સુધી સોલાર રૂફટોપ પર 20% સબસિડી મળશે.
યોજનાની સંપૂર્ણ માહિતી:
કેવી રીતે યોજનાનો લાભ લેશો? 1. આ યોજનાનો લાભ લેવા વીજ ગ્રાહક કોઈપણ ક્ષમતાની સોલર સિસ્ટમ બેસાડી શકશે અને તે માટે તેના કરારીત વીજભારની મર્યાદા લાગુ પડશે નહી. 2. આ સૂર્ય ઊર્જા રૂફટોપ યોજનાનો લાભ લેવા વીજ ગ્રાહકોએ માન્ય કરાયેલ એજન્સીઓમાંથી કોઇપણ એકની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ તમામ કાર્યવાહી એજન્સીએ કરવાની રહેશે. 3. માન્ય એજન્સીઓની યાદી દરેક વીજ વિતરણ કંપનીઓની વેબસાઇટ ઉપર તેમજ વીજ કચેરીએ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 4. અરજી નોંધણી માટે વીજ ગ્રાહકે છેલ્લા વીજબિલ, અરજદારનો ફોટો, આધાર નંબર અને ગ્રાહકનો મોબાઇલ ફોન નંબર આપવો જરૂરી છે. 5. ગ્રાહકે ટેન્ડરથી નક્કી કરેલ ભાવ મુજબ જ રકમ ચૂકવવાની રહેશે. આ સિવાય ગ્રાહકે અન્ય કોઇ રકમ ચૂકવવાની નથી.