ગીરસોમનાથ: સોમનાથમાં ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સમન્વય, ભક્તજનો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થાને બહોળો પ્રતિસાદ

યાત્રાધામ સોમનાથ (Somnath)ખાતે શરૂ કરવામાં આવેલી નિઃશુલ્ક ભોજન પ્રસાદ વ્યવસ્થા અંતર્ગત દરેક યાત્રાળુને સન્માનની સાથે અને સુવિધા સભર બેઠક વ્યવસ્થામાં ભક્તોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. જે વ્યવસ્થાને બહોળો આવકાર મળી રહ્યો છે.

ગીરસોમનાથ: સોમનાથમાં ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સમન્વય, ભક્તજનો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થાને બહોળો પ્રતિસાદ
Somnath Temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 9:21 AM

પ્રથમ જ્યોર્તિલિંગ દેવાધિદેવ સોમનાથ(Somnath) મહાદેવના દર્શન માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે પ્રભાસ(Prabhas) ક્ષેત્રમાં આવતા ભક્તો ભોળાનાથના દર્શન ભૂખ્યા પેટે ન જાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે અન્નક્ષેત્રની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રતિવર્ષ સોમનાથ મહાદેવના દર્શને આવતા દેશ-વીદેશના કરોડો ભક્તોને હવે સોમનાથ ટ્રસ્ટ વિનામૂલ્યે ભોજન પ્રસાદ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહીતના ટ્રસ્ટીઓના નિ:શુલ્ક ભોજનાલયના નિર્ણયને મોટા પ્રમાણમાં લઈ જવાના નિર્ણયને શિવભકતો વધાવી રહ્યા છે.

યાત્રાધામ સોમનાથમાં બારે માસ ભાવિકોનો ધસારો રહે છે. ત્યારે તહેવારોમાં અહીં દર્શને આવતા ભાવિકોને નજીવા દરે સ્વચ્છ અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે તેવી વ્યવસ્થાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સોમનાથમાં આવતા ભાવિકોને ઊંચી કિંમત આપીને પણ ગુણવત્તા યુક્ત ભોજન મેળવવા સમસ્યા થતી હતી. તો ખાનગી રેસ્ટોરાં કે ભોજનાલયમાં વધારે નાણા ચૂકવવા દરેક ભકતો સક્ષમ નથી હોતા આ સમસ્યાના નિરાકરણ રૂપે સોમનાથ ટ્રસ્ટની દીલ્હી ખાતે મળેલી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને  લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓએ વિના મૂલ્યે ભોજન આપવાનો નિર્ણય કર્યો હતો.

આ અન્નક્ષેત્રમાં તમામ ભક્તો કોઈપણ ભેદભાવ વગર એકસમાન બેઠક વ્યવસ્થા આપવામાં આવે છે અને બધા અહીં સાથે બેસીને જમી શકે છે. સાથે જ ભોજનાલયમાં જે સ્ટાફ છે તે સ્વચ્છતાના ઊંચા ધોરણનું પાલન કરે છે. ભોજનાલય ભલે જ નિઃશુલ્ક હોય પરંતુ સન્માનની તેમજ સુવિધા સભર બેઠક વ્યવસ્થામાં દરેક ભક્તોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ ભોજનમાં બે પ્રકારના શાક, દાળ, ભાત, રોટલી અને વિશેષ દિવસોમાં મિષ્ટાનની વ્યવસ્થા રાખવામાં આવી છે સવારે અને રાત્રે બંને સમયે આ ભોજનાલય પ્રસાદ ગ્રહણ કરતા ભક્તોથી ભરેલું જોવા મળે છે. ત્યારે સોમનાથ આવતા મધ્યમ વર્ગીય લોકોને પણ પ્રશ્ન આ નિર્ણયથી ઘણો આર્થિક લાભ થયો છે અને સોમનાથના દર્શન કરવા માટે તેમના ખર્ચામાં પણ ઘટાડો થયો છે.

શ્રાવણ માસમાં વધારે સંખ્યામાં દર્શનાર્થીઓનો ધસારો શરૂ થશે ત્યારે  ભોજન અંગેની વ્યવસ્થાને પહોંચી વળવા પણ અહીં તમામ તૈયારીઓ કરવામાં આવી છે. સોમનાથમાં ઉત્તરોઉત્તર દર્શનાર્થીઓ માટેની  વ્યવસ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે  આગામી શ્રાવણ માસ પૂર્વે સોમનાથ મંદિર પરિસરમાં અધ્યતન રાવટીઓ કાર્યરત કરવામાં આવી છે. આ રાવટી ઓમાં લોકો શાંતિથી બેસી શકે તેમજ ઉભા રહી શકશે.

વરસાદ તેમજ ગરમીની પરિસ્થિતિમાં શ્રદ્ધાળુઓ શાંતિથી વિરામ કરી શકે તે માટે પરિસરની બહાર 20 રાવટીઓ ઉભી કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે દર્શનાર્થીઓની સંખ્યા ઓછી હતી, પરંતુ આ વર્ષે આ પ્રમાણ વધે તેવી શકયતાઓ છે. સાથે જ  સૌરાષ્ટ્રમાં રજાઓ દરમિયાન પણ સોમનાથમાં ભક્તજનો ઉમટી પડતાય હોય છે તો શ્રાવણ મહિનામાં તો દેશ વિદેશના ભક્તજનો આ પવિત્ર જ્યોર્તિલિંગના દર્શને આવતા હોય છે. ત્યારે મંદિર તંત્ર દ્વારા સતત લોકોને સુવિધા મળે તેવા પ્રયત્નો થતા હોય છે.

g clip-path="url(#clip0_868_265)">