AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO : રાજ્યભરના મંદિરો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા, સોમનાથ મંદિરમાં દર્શન માટે ખાસ વ્યવસ્થા

સોમનાથ દાદાના દર્શન કરવા માટે હજારો શિવભક્તો પહોંચી રહ્યા છે.સવારે મંદિર પરિસરમાં બિલ્વપૂજા અને દેવાધિદેવ મહાદેવની પાલખીયાત્રા નીકળશે.

VIDEO : રાજ્યભરના મંદિરો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા, સોમનાથ મંદિરમાં દર્શન માટે ખાસ વ્યવસ્થા
Special arrangements of Shravan month
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 7:59 AM
Share

આજે શ્રાવણનો પહેલો સોમવાર છે.ભગવાન શિવની (Lord Shiva) પૂજા માટે શ્રાવણ સોમવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે, ત્યારે રાજ્યભરના શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગૂંજી ઉઠ્યા છે.પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં (Somnath Temple) દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.સોમનાથ દાદાના દર્શન કરવા માટે હજારો શિવભક્તો પહોંચી રહ્યા છે.સવારે મંદિર પરિસરમાં બિલ્વપૂજા અને દેવાધિદેવ મહાદેવની પાલખીયાત્રા નીકળશે.સોમનાથમાં (Somnath) આયોજિત પાલખીયાત્રામાં શિવભક્તો ખૂબ જ આસ્થા અને વિશ્વાસ ધરાવે છે.મોટી સંખ્યામાં ભક્તોને (Devotee)શિવદર્શનનો લહાવો અપાવવા સોમનાથ ટ્રસ્ટ સજ્જ થઇ ગયું છે.તો અમદાવાદ સહિત રાજ્યભરના શિવ મંદિરોમાં પૂજા, આરતી, હવનના યોજાશે.

ભક્તો ઘર બેઠા સોમનાથ મહાદેવના દર્શન કરી શકશે

સોમનાથમાં ભાલકા તીર્થ ગોલોક ધામ ખાતે શ્રદ્ધાળુઓ માટે હિંડોળાના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી ભાવિક ભક્તો સોમનાથના દર્શન કરવાની સાથે સાથે  અન્ય તીર્થના દર્શન પણ કરી શકશે.ભગવાન સોમનાથના દર્શને આવતા ભાવિકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવાર, બપોર અને સાંજની આરતીમાં પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, જો કે ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું (Corona guidelines) ચુસ્તપાલન કરવાનું રહેશે.

ઉપરાંત ટ્રસ્‍ટની વેબસાઈટ અને સોશિયલ મીડિયાના ઓફિશિયલ પેજ પરથી ભાવિકો ઘર બેઠાં સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકે આવી સુવિધા ઉભી કરવામાં આવી હતી. સોમનાથ ખાતે મહાદેવને વિશિષ્ટ અલગ અલગ શણગાર કરવામાં આવશે તો દિવ્યાંગ, અશક્ત યાત્રિકો માટે વ્હિલચેર અને ઈ રીક્ષા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">