Somnath: ડિજિટલ ટેક્નોલોજીની મદદથી હવે ભક્તો ગર્ભગૃહનું વર્ચ્યુઅલ પૂજન- અભિષેકની અનુભૂતિ કરી શકશે

|

Sep 05, 2021 | 11:29 PM

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ ટેક્નોલોજીની મદદથી ભક્તો ગર્ભગૃહનું વર્ચ્યુઅલ પૂજન અને અભિષેકની અનુભૂતિ કરી શકશે તેવી સુવિધાનો પ્રારંભ કરશે.

Somnath: ડિજિટલ ટેક્નોલોજીની મદદથી હવે ભક્તો ગર્ભગૃહનું વર્ચ્યુઅલ પૂજન- અભિષેકની અનુભૂતિ કરી શકશે
Somnath digital technology devotees will now able to experience the virtual worship-anointing of the sanctum sanctorum

Follow us on

ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના  લોકો કોરોના કાળમાં વર્ચ્યુયલ દર્શનનો લાભ લઇ રહ્યા છે. તેવા સમયે હવે શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ ટેક્નોલોજીની મદદથી ભક્તો ગર્ભગૃહનું વર્ચ્યુઅલ પૂજન અને અભિષેકની અનુભૂતિ કરી શકશે તેવી સુવિધાનો પ્રારંભ કરશે.

તેમજ આ ટેકનોલોજીની મદદથી ભક્તો ગર્ભગૃહમાં પોતે શિવલિંગ સમીપ ઉભા રહીને જલાભિષેક કરતા હોય તેવો આભાષ થશે.

પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિવભક્તો ઉમરી રહ્યા છે. રાજ્યના અલગ ખૂણેથી તેમજ દેશભરમાંથી આવેલા ભાવિકો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

શિવ આરાધનાના અતિ ઉત્તમ ગણાતા પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે અરબી સમુદ્ર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પણ ભાવિકોની ભારે ભીડ જોવા મળી છે. ખાસ કરીને શ્રાવણ માસના સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભાવિકો ધન્ય બનતા હોય છે.

શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકો નો મોટો પ્રવાહ સર્જતો હોય છે જેને ધ્યાને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભાવિકો ને દર્શન માં કોઈ અગવડતા ના પડે સાથે સાથે કોવિડ ગાઈડ લાઇન નું પાલન થાય તે પ્રકાર ની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથેજ સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડિયા મારફતે લોકોને મહાદેવના દર્શન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

નોંધનીય છેકે શ્રાવણ મહિનામાં શિવભક્તિનો અનેરો મહિમા છે. ત્યારે રાજયના દરેક શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તો શિવની ભક્તિ કરવા ઉમટી પડે છે. ત્યારે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો સવિશેષ ઉમટી પડે છે.

કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સોમનાથમાં શ્રદ્ધાળુઓ માટે કોરોનાપ્રુફ દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન સ્લોટ બુક કરવાની વ્યવસ્થા અમલમાં રખાઇ છે. સોમનાથ મંદિર શ્રાવણમાં સવારે સાડા પાંચ વાગ્યે ખોલવામાં આવે છે.

જોકે સોમનાથ મંદિરમાં થતી ત્રણ આરતીઓમાં શ્રદ્ધાળુઓને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, પાંચેય સોમવાર અને તહેવારોના દિવસોમાં મંદિર સવારે 4 વાગ્યાથી દર્શન માટે ખોલવામાં  આવે છે જે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવે છે.

આ પણ વાંચો : ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક અપાયા, સીએમ રૂપાણીએ કહ્યું વ્યકિતના ઘડતરમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન

આ પણ વાંચો : Maharashtra : કોલ્હાપુરમાં ભૂકંપના આંચકા, લોકો ઘર છોડી શહેર તરફ ભાગ્યા

Published On - 11:21 pm, Sun, 5 September 21

Next Article