AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોમનાથના શિલ્પી સરદારને અનોખી શ્રદ્ધાંજલિ, 1551 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની મહાયાત્રા નીકળી, જુઓ વિડીયો

સોમનાથના શિલ્પી સરદારને અનોખી શ્રદ્ધાંજલિ, 1551 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની મહાયાત્રા નીકળી, જુઓ વિડીયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 9:15 PM
Share

સોમનાથમાં 1551 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા રાષ્ટ્રધ્વજની શૌર્ય મહાયાત્રા કાઢવામાં આવી.

GIR SOMNATH : ભવ્ય સોમનાથ મંદિરના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar patel) ની 146 જન્મજ્યંતિ તેમજ રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day)ની સોમનાથમાં ખાસ ઉજવણી કરવામાં આવી. સોમનાથમાં 1551 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા રાષ્ટ્રધ્વજની શૌર્ય મહાયાત્રા કાઢવામાં આવી.સોમનાથના સમુદ્રકાંઠાના વોક-વે પર વિશાળ રાષ્ટ્રધ્વજ સાથેની મહાયાત્રામાં 400 બાળકો જોડાયા. આ સમગ્ર કાર્યક્રમનું ગાંધીનગરના રાધે ગ્રુપ અને સોમનાથ મંદિર ટ્રસ્ટના સહયોગથી આયોજન કરાયું હતું. જેમાં પોલીસ વિભાગના અધિકારીઓ, સોમનાથ ટ્રસ્ટના પદાધિકારી અને મંદિરના પૂજારી પણ જોડાયા હતા.

સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ પણ સ્વતંત્ર ભારતની મુખ્ય યોજનાઓમાંની એક હતી. વર્તમાન મંદિરનું આઝાદી પછી 1951માં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું અને 1લી ડિસેમ્બર 1995ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું.જૂનાગઢ રજવાડાને ભારતનો હિસ્સો બનાવ્યા બાદ ભારતના તત્કાલિન ગૃહમંત્રી સરદાર પટેલે જુલાઈ 1947માં સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો આદેશ આપ્યો હતો.

આજે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તેમજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ આયોજિત કરવામાં આવી હતી જેમાં ગૃહમંત્રી અમિત શાહે ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે, આજે સરદાર પટેલની જન્મજયંતિ છે. હું દેશભરના કરોડો દેશવાસીઓને કહેવા માંગુ છું, “સદીઓમાં કોઈ પણ સરદાર બની શકે છે, જે એક સરદાર સદીઓ સુધી અલખ જગાડતા રહે છે.”

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહે ડેરી ઉદ્યોગના વિકાસ માટે 5 હજાર કરોડની ડેરી સહકાર યોજના લોન્‍ચ કરી

આ પણ વાંચો : #75YearsOfAmul : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું, આપણા DNA માં જ સહકાર વણાયેલું છે

g clip-path="url(#clip0_868_265)">