AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીરસોમનાથ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો યુવક સાયકલ પર 1700 કિમીનું અંતર કાપી સોમનાથ દાદાના સાનિધ્યમાં પહોંચ્યો

Gir Somnath: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો યુવક સાયકલ પર 1700 કિલોમીટરનું અંતર કાપી સોમનાથ પહોંચ્યો છે. યુવકે સંકલ્પ કર્યો છે કે તે દેશભરમાં આવેલા 12 જ્યોતિર્લિંગ સહિત પ્રમુખ તીર્થ સ્થાનોની યાત્રા સાયકલ પર કરશે. આ યાત્રા સાતથી 8 મહિના સુધી ચાલશે.

ગીરસોમનાથ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો યુવક સાયકલ પર 1700 કિમીનું અંતર કાપી સોમનાથ દાદાના સાનિધ્યમાં પહોંચ્યો
સાયકલ પર તીર્થયાત્રા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 9:48 PM
Share

હિન્દુ સંસ્કૃતિની વિરાસતો જોવા અને જાણવા માટે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો યુવાન દેશભરમાં જુદા જુદા સ્થળોએ આવેલા બાર જ્યોતિલીંગ મંદિરો તથા પ્રમુખ તીર્થ મંદિરોમાં દર્શન કરવા અર્થે સાયકલ યાત્રાએ નીકળ્યો છે. જે 1700 કિમીનું અંતર કાપીને ઉત્તર પ્રદેશથી પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે પહોંચ્યો છે. હું પગભર બનવા નોકરી ઉપર ચડુ તે પહેલા આપણી હિન્દુ સંસ્કૃતિને જાણવાની ઈચ્છા પુરી કરવા અર્થે સાયકલ યાત્રાએ નીકળ્યો હોવાનું યુવક રોહિતએ જણાવ્યુ હતુ.

રોહિત રાય 1700 કિલોમીટરની યાત્રા સાયકલ પર કાપી સોમનાથ પહોંચ્યો

મોટાભાગે લોકો ધંધા કે નોકરીમાંથી નિવૃત્ત થયા પછીના સમયમાં તીર્થયાત્રાઓએ જતા હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબદમાં રહેતો રોહિત રાય નામનો યુવક અનોખા વિચાર સાથે દેશભરમાં આવેલા બાર જ્યોતિર્લિંગ મંદિરો તથા પ્રમુખ તીર્થ મંદિરોની તીર્થયાત્રા કરવા માટે સાયકલ ઉપર તેના વતન ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી સાયકલ ઉપર સવાર થઈને નીકળ્યો છે. જે 24 દિવસ સાયકલ ઉપર પ્રવાસ કરીને પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના ધામમાં પહોંચ્યો છે.

નોકરી પર ચડે એ પહેલા સાયકલ પર દેશના પ્રમુખ તીર્થસ્થાનોનું ભ્રમણ કરવાનો સંકલ્પ

આ યાત્રા શું કામ અને કયા કારણોસર તે કરી રહ્યો છે તે અંગે રોહિત રાય જણાવે છે કે, હું પગભર બનવા માટે નોકરી ઉપર ચડુ તે પહેલા આપણી હિન્દુ સંસ્કૃતિનું કલ્ચર જાણવાની ઈચ્છા પુરી કરવા માટે દેશભ્રમણ માટે સાયકલ ઉપર નીકળ્યો છું. આ યાત્રા ગાઝિયાબાદથી શરૂ કરીને ગુજરાતના પ્રખ્યાત તીર્થ સ્થાન દ્વારકા અને નાગેશ્વર જ્યોતિલીંગના દર્શન કરીને 24 દિવસ સાયકલ ઉપર પ્રવાસ કરીને યાત્રાધામ સોમનાથ પહોંચ્યો છું. આગામી દિવસોમાં દેશભરમાં અન્ય જ્યોતિલીંગ મંદિરો અને પ્રમુખ તીર્થ મંદિરોની મુલાકાતે સાયકલ ઉપર જઈશ. મારી આ યાત્રા સાત થી આઠ મહિના સુધી ચાલશે. જેમાં દસેક હજાર કિમીનો તીર્થ યાત્રાનો પ્રવાસ સાયકલ ઉપર જ કરીશ.

24 દિવસમાં 1700 કિમીનો પ્રવાસ સાયકલ પર કરી સોમનાથ પહોંચ્યો

વધુમાં રોહિતે જણાવે છે કે, હું સાયકલ યાત્રા દરમ્યાન મંદિર આસપાસની ધર્મશાળાઓમાં રોકાણ કરી ત્યાં જ ખાવા-પીવાનું રાખુ છું અને ક્યાંય હોટલમાં રોકાણ કરતો નથી. અહીં સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરતા મનને શાંતિ થવાની સાથે અલૌકીક અનુભૂતિનો અહેસાસ થયો છે. મારી યાત્રાની શરૂઆતથી આજ સુધીના 24 દિવસમાં 1700 કીમીનો પ્રવાસ સાયકલ ઉપર કરી ચુક્યો છું. આ સફર દરમ્યાન ઘણું બધુ જોવા અને જાણવા મળેલ છે.

દેશના યુવાઓને અપીલ કરતા રોહિત જણાવ્યુ કે, બીચનો લ્હાવો લેવા ગોવા જતા યુવાઓ યાત્રાધામ સોમનાથ આવશે તો અહીં તેઓને બીચની સાથે યાત્રાધામમાં ભગવાનના દર્શનનો બેવડો લ્હાવો પ્રાપ્ત થશે. હું થિયેટરમાં જતો નથી અને તેવી પ્રવૃત્તિ પાછળ થતા ખર્ચાઓ બચાવીને તીર્થ યાત્રા કરૂ છું. ત્યારે મારા જેવા દેશના યુવાઓ આવું કરે તેવી અપીલ કરી હતી. અગાઉ હું આવી રીતે 450 કીમીની પદયાત્રા કરીને ગાઝિયાબાદથી કેદારનાથ મહાદેવના ધામ ગયો હતો.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">