Gir Somnath: મીની વેકેશનમાં સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર, 2 દિવસમાં 60 હજાર લોકોએ કર્યા દર્શન

ક્રિસમસનો પર્વ આ વર્ષે ચોથા શનિવારના ઉપલક્ષમાં આવ્યો હોવાથી કોર્પોરેટ અને સરકારી કર્મચારીઓને 2 દિવસની રજાનો લાભ મળ્યો છે. જેનો લાભ લઈને લોકો પરિવાર સાથે ફરવા નીકળી ગયા છે. એમાં પણ બધાનું ફેવરિટ ડેસ્ટીનેશન જાણે સોમનાથ (Somnath) બન્યું હોય તેવુ લાગી રહ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2022 | 3:13 PM

ક્રિસમસની રજાઓમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને ગીરસોમનાથના જુદા-જુદા પર્યટન સ્થળોએ યાત્રીઓ ઉમટી પડ્યા છે. જેમાં ક્રિસમસના બે દિવસમાં સોમનાથ મંદિરમાં દર્શન માટે આવેલ 60 હજારથી વધુ યાત્રિકો નોંધાયા છે. લોકો પરિવાર સાથે ગીર સોમનાથના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે યાત્રાળુઓનો જમાવડો જોવા મળ્યો છે.

ક્રિસમસનો પર્વ આ વર્ષે ચોથા શનિવારના ઉપલક્ષમાં આવ્યો હોવાથી કોર્પોરેટ અને સરકારી કર્મચારીઓને 2 દિવસની રજાનો લાભ મળ્યો છે. જેનો લાભ લઈને લોકો પરિવાર સાથે ફરવા નીકળી ગયા છે. એમાં પણ બધાનું ફેવરિટ ડેસ્ટીનેશન જાણે સોમનાથ બન્યું હોય તેવુ લાગી રહ્યુ છે. ક્રિસમસના બે દિવસમાં સોમનાથ મંદિરમાં કુલ 60 હજારથી વધુ યાત્રિકોએ સોમનાથદાદાના દર્શન કર્યા હતા. ક્રિસમસની પૂર્વ સંધ્યા એટલે કે 24 ડિસેમ્બરે 26,994 યાત્રિકોએ સોમનાથમાં દર્શન લાભ લીધો હતો તો 25 ડિસેમ્બરે 31424 યાત્રિકોએ સોમનાથમાં આવી દર્શન કર્યા હતા. સોમનાથના તમામ અતિથિગૃહો અને ગેસ્ટ હાઉસ 3 જાન્યુઆરી સુધી હાઉસ ફૂલ થઈ ગયા છે.

સોમનાથમાં દરિયાની લહેરોની વચ્ચે દાદાના દર્શનનો લાભ મળે છે. સાથે જ સાસણ ગીરના સિંહો અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના બીચથી લોકોને એકજ જગ્યા પર વૈવિધ્યસભર અનુભવ કરાવે છે. લોકોનો ધસારો વધતા સોમનાથના તમામ અતિથિગૃહો અને ગેસ્ટ હાઉસો 3 જાન્યુઆરી સુધી હાઉસફૂલ થયા છે. પ્રવાસીઓના ધસારાના કારણે અહીંના લોકોની રોજગારી વધી છે. ભોજનાલયો, ટુર્સ ટ્રાવેલ્સના ધંધાર્થીઓ સહિત સ્થાનિક વેપારીઓ પણ ખુશી અનુભવી રહ્યા છે.

Follow Us:
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">