Gir Somnath : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમનાથ યાત્રા એપનું ઈ-લોકાર્પણ કર્યું, જાણો એપની વિશેષતાઓ

TV9 GUJARATI

|

Updated on: Mar 19, 2023 | 6:28 PM

કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા મંદિરમાં સોમનાથ યાત્રા એપ ઈ- લોકાર્પણ કરવામા આવ્યું હતુ. તેમજ આરોગ્ય ધામ માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેના ગૃહમંત્રી સમક્ષ આરોગ્ય વિભાગ અને સોમનાથ ટ્રસ્ટ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવેલ હતા. વન સ્ટોપ સોલ્યુશન"સોમનાથ યાત્રા એપ"એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મુસાફરોની સુવિધાની દિશામાં સોમનાથ વિશ્વાસનું મહત્વનું પગલું છે

Gir Somnath : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમનાથ યાત્રા એપનું ઈ-લોકાર્પણ કર્યું, જાણો એપની વિશેષતાઓ
Amit Shah Somnath Yatra App

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. તેમજ લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટે કેન્દ્રિય ગૃહ મંત્રીએ પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ જળાભિષેક કરી પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સોમેશ્વર મહાપૂજા, ધ્વજાપુજા અને પાઘ પુજા કરી ધન્યતા અનુભવી હતી. પુજા વિધી બાદ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ સ્મૃતિચિન્હ અર્પણ કરી કેન્દ્રીય ગૃહ મંત્રીનું સન્માન કર્યું હતું.

આરોગ્ય વિભાગ અને સોમનાથ ટ્રસ્ટ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવેલ

કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા મંદિરમાં સોમનાથ યાત્રા એપ ઈ- લોકાર્પણ કરવામા આવ્યું હતુ. તેમજ આરોગ્ય ધામ માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેના ગૃહમંત્રી સમક્ષ આરોગ્ય વિભાગ અને સોમનાથ ટ્રસ્ટ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવેલ હતા. વન સ્ટોપ સોલ્યુશન”સોમનાથ યાત્રા એપ”એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મુસાફરોની સુવિધાની દિશામાં સોમનાથ વિશ્વાસનું મહત્વનું પગલું છે. આ એપની મદદથી યાત્રાધામ સોમનાથ, ભાલકા રામ મંદિરના મુખ્ય મંદિરોના જીવંત દર્શન તેમજ આવાસ અને સોમનાથ કેવી રીતે પહોંચવું તેની માહિતી ઉપરાંત ટ્રેન, બસ, નજીકના એરપોર્ટની માહિતી મળી રહેશે.

સોમનાથ યાત્રા એપની વિશેષતાઓ

આ ઉપરાતં આ એપના મદદથી ઓનલાઈન પૂજાવિધિ નોંધણી, નજીકના જોવાલાયક સ્થળોની માહિતી, સામાજિક પ્રવૃતિ ટ્રસ્ટ દ્વારા જીવનના ઉદ્ધાર માટે કરવામાં આવી રહેલા કાર્યોના ફોટા અને વિગતો તેમજ સોમનાથના તાજેતરના અપડેટ્સ, ફોટો ગેલેરી, ઇ-લાઇબ્રેરી સહિત સોમનાથ તીર્થને લગતા પુસ્તકો, ટ્રસ્ટના સામયિકો, ઈ-માલા સહિતની જાણકારી મળી રહેશે. આ એપના મદદથી મુસાફરો તેમનો અનુભવ પણ શેર કરી શકશે. કેન્દ્રીય ગૃહમંત્રીની સોમનાથ મુલાકાત દરમિયાન અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

સોમનાથ યાત્રા એપની સુવિધાઓ

  • તીર્થના મુખ્ય મંદિરોના જીવંત દર્શન (સોમનાથ, ભાલકા, રામમંદિર),
  • ઓનલાઇન પુજાવિધિ નોંધણી,
  • અકોમોડેશન
  • નજીકની માહિતી, દર્શનીય સ્થળની
  • સોમનાથ પહોંચના માધ્યમની માહિતી, (ટ્રેન, બસ, નજીકના એરપોર્ટની માહિતી)
  • સોમનાથના રિસેન્ટ અપડેટ અને ભવિષ્યમાં બનવાવાલે કાર્યક્રમની માહિતી.
  • ફોટો ગેલેરી (સોમનાથ તીર્થના દર્શનીય સ્થળ, સુવિધાઓ, અને કાર્યક્રમો ના ફોટોઝ)
  • ઈ-લાઈબ્રેરી (સોમનાથ તીર્થને લગતા પુસ્તકો, ટ્રસ્ટના મેગેઝીન સોમનાથ વર્તમાન ની ઇ-કોપી)
  • ઈ -માલા ( મોબાઈલ પર રૂદ્રાક્ષની આકૃતિ દ્વારા માળા કરવાની વ્યવસ્થા )
  • સોશ્યલ એકટીવિટી (લોક કલ્યાણ માટે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા કાર્યોની વિગતો)
  • સોમનાથ તીર્થના વિકાસમાં પ્રયત્નશીલ ટ્રસ્ટી ગણના વિષયમાં માહિતી
  • ફીડબેક (યાત્રીઓને પોતાનો અનુભવ જણાવવા માટે)

(With Input, Yogesh Joshi, Gir Somnath ) 

આ પણ વાંચો : Rajkot : સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારી સામે આવી, ઓપીડીમાં ડોકટરની જગ્યાએ જોવા મળ્યા શ્વાન

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati