Rajkot : સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારી સામે આવી, ઓપીડીમાં ડોકટરની જગ્યાએ જોવા મળ્યા શ્વાન

Ronak Majithiya

|

Updated on: Mar 19, 2023 | 2:06 PM

રવિવારના દિવસે અડધો દિવસ 9 થી 1 ઓપીડી ચાલુ હોય છે. પરંતુ સવારથી જ ઓપીડીમાં કોઈ ડોકટર જોવા મળ્યા નથી. ઓપીડીમાં આવતા દર્દીઓને ઇમરજન્સી વિભાગમાં મોકલવામાં આવી રહ્યા છે. તો ઇમરજન્સી વિભાગમાંથી દર્દીઓને ઓપીડીમાં જવાનું કહેવામાં આવી રહ્યું છે.

Rajkot : સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારી સામે આવી, ઓપીડીમાં ડોકટરની જગ્યાએ જોવા મળ્યા શ્વાન

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સમયાંતરે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિવાદો સામે આવતા રહે છે. ત્યારે ફરી એક વાર સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી જોવા મળી છે. રવિવારે ઓપીડીમાં કોઈ ડોકટર જોવા મળતા નથી જેને લઇને દર્દીઓને પરેશાન થવું પડે છે. આજે રવિવારના દિવસે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ડોકટર જોવા નથી મળી રહ્યા.

આ પણ વાંચો : Rajkot : જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 3,91,545 ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ 600.71 કરોડની આપી સબસિડી

રવિવારે 9 થી 1 અડધો દિવસ ચાલુ હોય છે ઓપીડી

રવિવારના દિવસે અડધો દિવસ 9 થી 1 ઓપીડી ચાલુ હોય છે. પરંતુ સવારથી જ ઓપીડીમાં કોઈ ડોકટર જોવા મળ્યા નથી. ઓપીડીમાં આવતા દર્દીઓને ઇમરજન્સી વિભાગમાં મોકલવામાં આવી રહ્યા છે. તો ઇમરજન્સી વિભાગમાંથી દર્દીઓને ઓપીડીમાં જવાનું કહેવામાં આવી રહ્યું છે. જેને લઇને દર્દીઓને સિવિલમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખાઈ રહ્યા છે. જેથી ઇમરજન્સી વિભાગમાં પણ અસમંજસની સ્થિતિ સર્જાઈ છે કે ઈમરજન્સી કેસ પર ધ્યાન આપવું કે ઓપીડી દર્દીઓની સારવાર કરવી ?

ઓપીડીમાં ડોકટરની જગ્યાએ શ્વાન જોવા મળ્યા

તો બીજી તરફ ઓપીડીમાં ડોકટર તો જોવા નથી મળી રહ્યા પણ શ્વાન જરૂરથી જોવા મળી રહ્યા છે. સિવિલની ઓપીડીમાં શ્વાન બિન્દાસ્ત આંટા મારી રહ્યા છે. એક તરફ ઓપોડીમાં ડોકટર ન હોવાથી દર્દીઓ પરેશાન છે તો બીજી શ્વાન ઓપીડીમાં આંટા મારી રહ્યા છે. ત્યારે સિવિલમાં આવતા બાળકો અને દર્દીઓની સુરક્ષા પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

કિડનીના દર્દી થયા પરેશાન

કિડનીની અસહ્ય દુખાવો થઈ રહ્યો હોવાથી સિવિલ હોસ્પિટલમાં બતાવવા આવેલા દર્દીએ TV9 સાથે વાત કરતા જણાવ્યું કે તેઓને કિડનીનો અસહ્ય દુખાવો થયો છે. તેઓ ઓપીડીમાં બતાવ્યા આવ્યા તો તેઓને ઈમરજન્સી વિભાગમાં જવાનું કહેવામાં આવ્યું અને ઇમરજન્સી વિભાગમાં ગયા તો ઓપીડીમાં જવાનું કહેવામાં આવ્યું. પૈસાદાર લોકો તો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી લે છે પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સિવિલ જ એક આધાર હોય છે. સિવિલમાં આ પ્રકારની હાલત હોવાથી દર્દીઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે.

જેતપુરમાં A ગ્રેડની સિવિલ હોસ્પિટલમાં માત્ર બે જ તબીબ

ઓદ્યોગિક શહેર જેતપુરમાં A ગ્રેડની ટ્રોમા સેન્ટર ધરાવતી સિવિલ હોસ્પિટલ આવેલી છે. જ્યાં દરરોજ 700 થી 800 દર્દીઓ આવે છે. પરંતુ હોસ્પિટલમાં ફક્ત બે જ ડોક્ટર હોવાથી ન છુટકે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે અથવા સારવાર માટે બહાર ગામ જવુ પડે છે. અકસ્માત કે અન્ય કોઈ ઈમરજન્સીમાં દર્દી આવે તો ડોક્ટરે ચાલુ OPD છોડવી પડે તેવી સ્થિતિ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati