Gir Somnath: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થ બે વર્ષ પછી મહા શિવરાત્રિએ ભાવિકોથી ઉભરાશે
સોમનાથ મંદિર મહાશિવરાત્રી પર્વ પર સતત 42 કલાક સુધી ભાવિકોને દર્શન માટે ખુલ્લું રહેશે સાથે રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપુજાઓ અને મહાઆરતી પણ યોજાશે. અત્યારથી જ સોમનાથ તીર્થમાં ભારે ભાવિકો ઉમટી રહ્યા છે
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ (Somnath) તીર્થમાં મહામારી બાદ બે વર્ષ પછી મહા શિવરાત્રિએ (Maha Shivaratri) ભાવિકો મંદિરમાં પ્રવેશ કરી અને સોમનાથ મહાદેવના દર્શન કરી શકશે. ભારે ઉત્સાહ વચ્ચે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.
મહા શિવરાત્રિ પર્વે છેલ્લા બે વર્ષથી ભાવિકો તીર્થ સ્થાનોમાં જતા ગભરાતા હતા પરંતુ મહામારી ભારે માત્રામાં ઘટી રહી છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી-ઉત્સવ ભારે ભક્તિભાવપૂર્વક ઉજવવાનું આયોજન કરાયું છે.
સોમનાથ મંદિર મહાશિવરાત્રી પર્વ પર સતત 42 કલાક સુધી ભાવિકોને દર્શન માટે ખુલ્લું રહેશે સાથે રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપુજાઓ અને મહાઆરતી પણ યોજાશે. હાલથી જ સોમનાથ તીર્થ માં ભારે ભાવિકો ઉમટી રહ્યા છે અને સોમનાથ પરિસર હર હરના નાદથી ગુંજી રહ્યું છે સૌ ભાવિકો ભગવાન સોમનાથને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે મહામારી કોરોના ની સમગ્ર વિશ્વભરમાંથી વિદાય થાય અને લોકોને આરોગ્ય મળે.
મહાશિવરાત્રી પર્વને લઇ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને રહેવા જમવા તેમજ દર્શન માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઇ છે સાથે સાથે સેવાભાવી લોકો દ્વારા ફરાળ મહાપ્રસાદ સહિત નિશુલ્ક ભંડારઓ પણ તૈયાર કરાયા છે તો દેશ-વિદેશમાં વસતા ભાવિકો શિવરાત્રી પર્વ પર પોતાના ઘરે બેસી ઓમ નમઃ શિવાય મહામૃત્યુંજયના જાપ ઘરમાં જ કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર ખાસ વ્યવસ્થા કરી છે સોશિયલ મીડિયા અને સોમનાથ ટ્રસ્ટની ઓફીસીયલ વેબસાઇટ પરથી ભાવિકો આરતી દર્શન સાથે મંત્ર જાપ કરી શકશે.
સોમનાથ મહાદેવને ચાર પ્રહરની આરતીમાં વિશેષ અભિષેક કરાશે જેમાં દહી દૂધ મધ શાકર અત્તર ચંદન પુષ્પો અને વિવિધ ફળોના નૈવેધ સાથે દર્શન થશે મહામારીની ગાઈડલાઈન મુજબ ભાવિકોએ મંદિરમાં ચાલતા જ દર્શન કરવાના રહેશે મંદિરની અંદર આરતી કે દર્શન સમયે ભાવિકો વધુ સમય ઉભા રહી નહી શકે તેવી વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદના સાંતેજ વિસ્તારમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો
આ પણ વાંચોઃ ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી ગુજરાતના 44 વિદ્યાર્થી હેમખેમ ફર્યા પરત, વોલ્વોમાં તમામને અમદાવાદ લવાયા