અમદાવાદના સાંતેજ વિસ્તારમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો
આગ લાગતા ફાયર વિભાગની 35થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાનું કામ કરી રહી છે. આગનું સ્વરૂપ જોતાં ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે.
અમદાવાદ (Ahmedabad)ના સાંતેજ વિસ્તારમાં આવેલી એક કેમિકલની કંપની (chemical company)માં ભીષણ આગ (Fire)લાગી છે. કેમિકલની કંપની હોવાથી આગ લાગ્યા બાદ તેમાં એક પછી એક વિસ્ફોટ થયા. આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ કે ફાયર વિભાગે આગની ઘટનાને પગલે મેજર કોલ જાહેર કરવો પડ્યો છે. હજુ પણ ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાની પ્રયાસ ચાલુ છે.
અમદાવાદના સાંતેજમાં આવેલી રેસીનોવા નામની ખાનગી કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કેમિકલ બનાવતી કંપનીમાં મધરાતે લાગેલી આગ બેકાબૂ બની છે. કેમિકલના કારણે કંપનીમાં એક બાદ એક વિસ્ફોટ થઇ રહ્યાં છે. જ્વલનશીલ પ્રવાહી ભરેલા બેરલ હોવાથી વિસ્ફોટ થઇ રહ્યાં હોવાની માહિતી મળી છે. કેમિકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 35થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગનું ભીષણ સ્વરૂપ જોઇને ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે.
છેલ્લા ઘણા કલાકથી ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ આગ કાબૂમાં આવી રહી નથી. આગ બુઝાવવા માટે ફાયર વિભાગના જવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. હજુ સુધી ઘટનામાં કોઇ જાનહાનીની માહિતી પ્રાપ્ત થઇ નથી.
આ પણ વાંચો-઼
ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી ગુજરાતના 44 વિદ્યાર્થી હેમખેમ ફર્યા પરત, વોલ્વોમાં તમામને અમદાવાદ લવાયા
આ પણ વાંચો-