ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી ગુજરાતના 44 વિદ્યાર્થી હેમખેમ ફર્યા પરત, વોલ્વોમાં તમામને અમદાવાદ લવાયા
પ્રથમ તબક્કામાં એર ઈન્ડિયાનું વિમાન AI-1943 219 ભારતીય નાગરિકોને લઈને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. નાગરિકોના સ્વાગત માટે ખુદ કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ (Piyush Goel) હાજર રહ્યા હતા. સરકારે આ સમગ્ર અભિયાનને ઓપરેશન ગંગા નામ આપ્યું.
યુક્રેન (Ukraine)માં ફસાયેલા 219 નાગરિકો હેમખેમ પરત ફર્યા છે. જેમાં 44 ગુજરાતીઓ (Gujarati) પણ સામેલ છે. યુક્રેન પર રશિયાના હુમલાના પગલે યુક્રેનમાં સ્થિતિ વધુ વણસી હતી, જેને લઈને ભારતીય નાગરિકોને પરત લાવવાનું અભિયાન તેજ બનાવ્યું . પ્રથમ તબક્કામાં એર ઈન્ડિયાનું વિમાન AI-1943 219 ભારતીય નાગરિકોને લઈને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. નાગરિકોના સ્વાગત માટે ખુદ કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ (Piyush Goel) હાજર રહ્યા હતા. સરકારે આ સમગ્ર અભિયાનને ઓપરેશન ગંગા નામ આપ્યું.
યુક્રેનથી ગુજરાતના તમામ 44 વિદ્યાર્થીને લઈ ફ્લાઈટ મુંબઈ પહોંચી હતી. જ્યાં તમામ ગુજરાતના વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યાંથી આ તમામ વિદ્યાર્થીઓને વોલ્વોમાં અમદાવાદ લાવવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓમાં 6 દાહોદના વિદ્યાર્થીઓ છે.
ભારત સરકારના સફળ પ્રયાસોથી ખાસ શરુ કરાયેલી રેસ્કયુ ફલાઇટ મારફત યુક્રેનમાં ફસાયેલા 44 ગુજરાતી યુવા વિદ્યાર્થીઓ સહિ સલામત મુંબઈ પહોંચ્યા
આ વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની GSRTC વોલ્વો બસ દ્વારા ગુજરાત લાવવામાં આવશે અને તેમના વતન પહોચાડવાની વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકાર કરશે#GOGConnect pic.twitter.com/4ajS0Xnmwd
— Gujarat Information (@InfoGujarat) February 26, 2022
યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના 44 વિદ્યાર્થીઓ પરત લાવવા મુદ્દે ગઈકાલે મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) એ માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યુ હતુ કે યુક્રેનમાં ફસાયેલા અન્ય વિદ્યાર્થીઓ અંગે પણ ભારત સરકાર સાથે વાત કરી છે. ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ગુજરાત સરકાર દિલ્લી સાથે સતત સંપર્કમાં છે. તમામે તમામ વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવશે. વિદ્યાર્થીઓના માતા પિતા ચિંતા ના કરે.
બીજી તરફ યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓએ ભારતની ધરતી પર પગ મુકીને ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર માન્યો હતો. યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓએ કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ સાથે સેલ્ફી પણ લીધી હતી.
તમામ ગુજરાતીઓને GSRTCની બે વોલ્વો બસ દ્વારા મુંબઈથી ગુજરાત લવાયા. રાજ્ય સરકારે ગુજરાત પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા કરી હતી. યુક્રેનથી પરત ફરેલા તમામ નાગરિકોના ચહેરા પર હેમખેમ પરત ફર્યાનો આનંદ જોવા મળ્યો.
ઉલ્લેખનીય છે કે, યુક્રેનથી ભારત આવનારા મુસાફરો માટે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક સ્પેશિયલ કોરિડર બનાવવામાં આવ્યો હતો. જેમાંથી નાગરિકો પસાર થયા હતા. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે પાયલટ અને ક્રૂ મેમ્બરની કામગીરીના પણ વખાણ કર્યા હતા.
આ પણ વાંચો- Rajkot : ધોરાજીના રામપરામાં ધારાસભ્ય લલિત વસોયા ગુમ થયાના પોસ્ટર્સ લાગ્યા