ગીર સોમનાથ : વેરાવળમાં ભોઈ સમાજ દ્રારા બનાવવામાં આવી 20 ફૂટ ઉંચી ભૈરવદાદાની મૂર્તિ, દર્શન કરવા ભક્તોની લાગી લાંબી કતાર

|

Mar 07, 2023 | 11:26 AM

ગીર સોમનાથ જીલ્લાનું વેરાવળ શહેરમાં સમસ્ત ભોઈ સમાજ હોળીના તહેવારમાં શારદા સોસાયટી ખાતે વિવિધ પથ્થર, માટી, વાંસ, કાગળ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી શિવના રૂદ્ર સ્વરૂપ એવા કાળ ભૈરવદાદાની 20 ફૂટ ઉંચી વિશાળમૂર્તિ બનાવવામાં આવી હતી.

ગીર સોમનાથ : વેરાવળમાં ભોઈ સમાજ દ્રારા બનાવવામાં આવી 20 ફૂટ ઉંચી ભૈરવદાદાની મૂર્તિ, દર્શન કરવા ભક્તોની લાગી લાંબી કતાર

Follow us on

વેરાવળમાં ભોઈ સમાજ દ્રારા અંદાજે 350 વર્ષો થી પરંપરાગત રીતે યોજાતા ભૈરવનાથની હોળીના દર્શન કરી નગરજનો ધન્ય બન્યા હતા. જેમાં આસ્થાભેર માનતા પુરી થતાં નવજાત શીશુઓને પગે લગાડવા લોકોની કતારો લાગી હતી. હજારો ભાવિકોએ કાળભૈરવ દાદાના દર્શન કરવા લાંબી કતારો લગાવી હતી.

આ પણ વાંચો : Gujarati Video: ગીર સોમનાથમાં દેવકા નદી પ્રદૂષિત બનતા લોકોમાં રોષ, ખાનગી કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવાનો આરોપ

કાળભૈરવ કળિયુગનાં જાગૃત દેવતા ગણવામાં આવે છે. શિવ પુરાણમાં ભૈરવને મહાદેવનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમની આરાધનામાં કોઈ કઠોર નિયમો નથી હોતા. શિવજીની જેમ જ તેઓ ભક્ત પર બહુ જલદી રીઝી જાય છે. આવા પરમ કૃપાળુ તથા શીઘ્ર ફળ આપનારા કાળભૈરવની શરણમાં જનાર જીવનો ઉદ્ધાર થાય છે.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

ગીર સોમનાથ જીલ્લાનું વેરાવળ શહેરમાં સમસ્ત ભોઈ સમાજ હોળીના તહેવારમાં શારદા સોસાયટી ખાતે વિવિધ પથ્થર, માટી, વાંસ, કાગળ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી શિવના રૂદ્ર સ્વરૂપ એવા કાળ ભૈરવદાદાની 20 ફૂટ ઉંચી વિશાળમૂર્તિ બનાવવામાં આવી હતી. 1 મહિના જેટલા સમયમાં 50 થી વધુ યુવાનો આ મૂર્તિ બનાવે છે.

ત્યારે વ્યાપારમાં લાભ આપવા તેમજ નિઃસંતાન ને સંતાન આપવાની શ્રદ્ધા સાથે આ મૂર્તિ લોકોના શ્રધ્ધાનુ કેન્દ્ર બને છે. દર વર્ષે ગામે ગામ થી હજારો લોકો અહીં સંતાન પ્રાપ્તિ માટે ભૈરવનાથની માનતા માનવા અને માનતા ઉતારવા માટે બાળકો સાથે પગે લગાડવા આવે છે. ખુબ જ પ્રાચીન કાળથી આ મૂર્તિ અહીં જ બનાવવામાં આવે છે. અહીં માનતા કરનારની માનતા ભૈરવનાથ દાદા અચુક પુરી કરે છે તેવી માન્યતા છે.

પાલજમાં રાજ્યની સૌથી મોટી હોળીનું થયું દહન

રાજ્યની સૌથી મોટું હોલિકા દહન ગાંધીનગરના પાલજ ખાતે કરવામાં આવ્યું છે. પાલજમાં અંદાજે 35 ફૂટ ઉપર ઊંચી હોલિકા તૈયાર કરવામાં આવી હતી. ઘણા વર્ષોથી પાલેજ ખાતે રાજ્યની મોટા કદના હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે. આ હોલિકા દહન માટે ગ્રામજનો જાતે જ તૈયારીમાં જોડાયા હતા અને ગ્રામજનો સાથે મળી હજારો કિલો લાકડા ગોઠવી હોળી તૈયાર કરવામાં આવી હતી. જે બાદ હોળી દહન કરવામાં આવ્યું હતું. અહીં એક માન્યતા છે કે હોળી પ્રગટાવ્યા બાદ તેના અંગારા ઉપર ચાલવાથી લોકોની માનતા પૂર્ણ થાય છે અને અંગારા ઉપર ખુલ્લા ખુલા પગે ચાલવાથી પણ કશુ થતું નથી હોતું. એવી લોકોની આસ્થા છે.

( વીથ ઈનપુટ યોગેશ જોષી, ગીર સોમનાથ )

Published On - 8:51 am, Tue, 7 March 23

Next Article