Gir Somnath:ત્રિવેણી સંગમમાં અસ્થિ-વિસર્જન પર પ્રતિબંધના પગલે પુરોહિતો અને સલામતી સ્ટાફ વચ્ચે ઘર્ષણ

સ્થાનિક તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટના સિક્યુરિટી સ્ટાફ આમને-સામને આવી બોલાચાલી કરી રહ્યાં છે. સોમનાથ ટ્રસ્ટની અરજીના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 4:23 PM

ગીરસોમનાથ (Gir Somnath) માં આવેલા ત્રિવેણી મહાસંગમ(Triveni Mahasangam)ખાતે અસ્થી વિસર્જન અને પિંડદાન કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. જેને પગલે સ્થાનિક તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટના સિક્યુરિટી સ્ટાફ  આમને-સામને આવી બોલાચાલી કરી રહ્યાં છે. સોમનાથ ટ્રસ્ટની અરજીના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેને પગલે સ્થાનિક તિર્થ પુરોહિતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે એક સોમનાથ સ્થિત પવિત્ર ત્રિવેણી સંગમમાં ભગવાન કૃષ્ણ પોતાના સ્વજનોને લઇ ત્રિવેણી સંગમ આવેલા તે શાસ્ત્રોમાં વિદિત છે.જેથી મોટી સંખ્યામાં લોકો અહીં પોતાના પૂર્વજનનું અસ્થી વિસર્જન અને પિંડદાન કરવા આવતા હોય છે. ત્યારે આ જાહેરનામું બહાર આવતા મોટી સંખ્યામાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Good News : સુરતમાં હીરા-ઝવેરાતના વેપારીઓ માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ તૈયાર, 16 ઓગસ્ટે ઉદઘાટન

આ પણ વાંચો : AHMEDABAD : ગુજરાત હાઈકોર્ટમાં 17 ઓગષ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ, હાઈકોર્ટે જાહેર કરી SOP

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">