Gir Somnath: સોમનાથ ટ્રસ્ટ મુક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટનું યજમાન બન્યું, મુક બધિરોએ રમતનું કૌશલ્ય બતાવ્યું
સોમનાથ ટ્રસ્ટના ડોરમેટરી અતિથિગૃહ ખાતે 80 મુક બધિર મહેમાનોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથેજ શુદ્ધ સાત્વિક ભોજન, નાસ્તો, ચા કોફી સહિતની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી. સાથે સોમનાથ ટ્રસ્ટે સદભાવના ગ્રાઉન્ડમાં તા.6 અને 7 મે ના રોજ યોજાયેલ મુકબધીર ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન માટે પણ ગ્રાઉન્ડ સેટઅપની સુવિધા કરી આપી હતી.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ (Somnath) મંદિર ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હોવાની સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તનો અને દિવ્યાંગ પ્રેમી અભિગમ માટે વિશેષ જાણીતું બન્યૂ છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાન,મંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ અનેકવિધ દિવ્યાંગ લક્ષી પ્રકલ્પો ચલાવી રહ્યું છે. ટ્રસ્ટની આ જ વિચારધારા હેઠળ તા.6 અને 7 મે ના રોજ સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મુક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટની સોમનાથ ટ્રસ્ટ દ્વારા યજમાની કરવામાં આવી હતી.
કુલ 5 જિલ્લાના 80 થી વધુ મુક બધિર ખેલાડીઓ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી
શ્રી સોમનાથ ટ્રસ્ટ પાસે બધિર મંડળ ગીર સોમનાથ દ્વારા રમવા માટે મેદાનની મંજૂરી માગવામાં આવી હતી. ત્યારે મુક બધિરો પોતાની કુદરતી ખામીથી ઉપર ઉઠીને ઉત્સાહપૂર્વક રમતગમત ક્ષેત્રમાં આગળ આવે તેના માટે સોમનાથ ટ્રસ્ટે રહેવા જમવા અને રમવા માટે ગ્રાઉન્ડ નિશુલ્ક પણે આપવાનું નક્કી કર્યું હતું. જેમાં ગીરસોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જામનગર મળી કુલ 5 જિલ્લાના 80 થી વધુ મુક બધિર ખેલાડીઓ માટે અનેકવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
મુકબધીર ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન માટે પણ ગ્રાઉન્ડ સેટઅપની સુવિધા કરી
સોમનાથ ટ્રસ્ટના ડોરમેટરી અતિથિગૃહ ખાતે 80 મુક બધિર મહેમાનોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથેજ શુદ્ધ સાત્વિક ભોજન, નાસ્તો, ચા કોફી સહિતની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી. સાથે સોમનાથ ટ્રસ્ટે સદભાવના ગ્રાઉન્ડમાં તા.6 અને 7 મે ના રોજ યોજાયેલ મુકબધીર ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન માટે પણ ગ્રાઉન્ડ સેટઅપની સુવિધા કરી આપી હતી.
સોમનાથ ટ્રસ્ટ પરિવારે મુક બધિરોનું સન્માન કર્યું
પોતાના જીલ્લાથી દુર સોમનાથ ખાતે ક્રિકેટ રમવા માટે આવેલા મુક બધીર ખેલાડીઓને પોતાની અપેક્ષા કરતાં અનેક ગણું ઉત્તમ આતિથ્ય મળતા તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની સુવિધાઓને અને પ્રધાનમંત્રીના દિવ્યાંગો પ્રત્યેના પ્રેમ માટે પોતાની શૈલીમાં આભાર પ્રગટ કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા મુક બધિરોનું સન્માન કરી તેમને પ્રેમપૂર્વક વિદાય આપવામાં આવી હતી.
(With Input, Yogesh Joshi, Gir Somnath )
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…