AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: રાજ્યમાં શનિવારે ઘટેલી બે અકસ્માતની ઘટનામાં મોરારી બાપુએ 9 મૃતકોના પરિજનોને આપી 1 લાખની સહાય

Ahmedabad: દેશ -વિદેશમાં બનેલી અકસ્માત અને કુદરતી આપદાની ઘટનામાં મોરારી બાપુ દ્વારા સહાય નાની મોટી સહાય અચૂક કરવામાં આવે છે. જેમાં ગઈકાલે શનિવારે રાજ્યમાં ઘટેલી બે અકસ્મતાની ઘટનામાં મૃત્યુ પામેલા 9 મૃતકોના પરિજનોને બાપુએ 11 હજારની સહાય અર્પણ કરી છે.

Ahmedabad: રાજ્યમાં શનિવારે ઘટેલી બે અકસ્માતની ઘટનામાં મોરારી બાપુએ 9 મૃતકોના પરિજનોને આપી 1 લાખની સહાય
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 6:35 PM
Share

રામકથાકાર મોરારી બાપુ દેશમાં કે વિદેશમાં ઘટતી કુદરતી આપદા જેવી કે ભૂકંપ, પૂર જેવી ઘટનામાં પીડિતોને મદદરૂપ થવા માટે નાની મોટી સહાય અચૂક મોકલે છે. જ્યારે રાજ્યમાં ગઈકાલે શનિવારે (06.05.23) ઘટેલી બે ગોજારા અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોને પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે કાર અને ડમ્પર વચ્ચે ગોજારા અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા હતા. ત્યારે આ મૃતકોના પરિજનો પ્રત્યે મોરારી બાપુએ સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના પરિવારને 11 હજાર લેખે કુલ મળીને 66 હજારની સહાય અર્પણ કરી છે.

ભાણવડ નજીક થયેલા અકસ્માતમાં ત્રણ મૃતકોના પરિજનોને 33 હજારની મોકલી સહાય રાશિ

આ તરફ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક એક છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ મૃતકોના પરિજનોને પણ મોરારીબાપુ દ્વારા 33 હજારની સહાય રાશિ અર્પણ કરવામાં આવી છે.

સર્બિયાના ગોળીબારમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિજનોનો સંપર્ક કરી મોકલશે સહાય

આ અગાઉ સર્બિયાની શાળામાં એક વિદ્યાર્થીએ આડેધડ અને અંધાધૂંધ ગોળીબાર કરી શિક્ષકો સહિત નવ લોકોના મોત થયા હતા. રામકથાના વિદેશ સ્થિત શ્રોતાએ દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેની વિગતો મળતા જ મોરારીબાપુ દ્વારા સહાય રાશિ પહોંચતી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: PM Modi ના માતા હીરા-બા ના નિધન પર મોરારી બાપુએ કહ્યું પરિવારને મારા ‘જય શ્રી રામ’, સાંભળો VIDEO

રવાન્ડામાં આવેલા ભયાનક પૂરના પીડિતોને સ્થાનિક ચલણમાં મોકલાઈ સહાય

આ ઉપરાંત આફ્રિકાના રવાન્ડામાં ભયાનક પુર આવવાથી 130 જેટલા લોકોના મોત નિપજયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલા પૂજ્ય બાપુએ રવાન્ડા ખાતે રામકથા કરી હતી. રવાંડાની કુદરતી આપદાની ઘટનાની વિગતો પણ મેળવવામાં આવી છે અને નાઈરોબી – કેન્યા સ્થિત રામકથાના શ્રોતા દ્વારા રવાંડાના પુરગ્રસ્ત લોકોને પણ સ્થાનિક ચલણમાં સહાય અર્પણ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">