AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath : ધોમ-ધખતા ઉનાળા વચ્ચે પણ સોમનાથ મંદિરમાં યાત્રાળુને થાય છે શીતળતાનો અનુભવ, જાણો શું છે કારણ

સોમનાથ મંદિરના સ્થાપત્ય અને વિજ્ઞાનના દબાણના ભૌતિક નિયમોનો કુશળતા પૂર્વક ઉપયોગ કરીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ વડે સોમનાથ મંદિરનું ટેમ્પરેચર બહારના ટેમ્પરેચર કરતાં સાત ડિગ્રી જેટલું નીચું લાવવામાં સફળતા મળી છે.

Gir Somnath : ધોમ-ધખતા ઉનાળા વચ્ચે પણ સોમનાથ મંદિરમાં યાત્રાળુને થાય છે શીતળતાનો અનુભવ, જાણો શું છે કારણ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 9:47 AM
Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (Narendra Modi) અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ પર્યાવરણની માવજત કરવાની સાથે મંદિરમાં ઠંડક પણ પ્રસરાવી રહ્યું છે. સોમનાથ (Somnath) ટ્રસ્ટની કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ દ્વારા મંદિરનું તાપમાન બહારના તાપમાનથી 6 થી 7° ઠંડુ રહે છે. વાતાવરણમાં દૂષિત વાયુ છોડનાર AC નહિ પરંતુ વિજ્ઞાનના નિયમોના ઉત્તમ ઉપયોગથી કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ ઠંડક કરે છે. જેના કારણે કાળઝાળ ગરમીમાં શીતળતા આપતા સોમનાથ મંદિરમાંથી બહાર નીકળવાની ઈચ્છા નથી થતી.

આ પણ વાંચો-Ahmedabad : AMCમાં બે વર્ષમાં સિક્યુરીટી સર્વિસના નામે ભ્રષ્ટાચાર થયાનો વિપક્ષનો આક્ષેપ, રૂ.128 કરોડ જેટલી માતબર રકમ ચૂકવી હોવાનો આરોપ

ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે સાથે ધોમધગતો તડકો જાણે કે આગ વરસાવી રહ્યો છે. ત્યારે વેકેશનનો લાભ લેવા લોકો પર્યટનમાં તો નીકળે છે પરંતુ ગરમીને કારણે તેઓની મજા ફિકી થાય છે. પણ આ ઉનાળાના રણમાં શીતળતાની અમીવર્ષા સોમનાથમાં થઈ રહી છે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર દેશ વિદેશના ભક્તો માટે દર્શનીય સ્થાન છે. ત્યારે સોમનાથ આવનારા ભક્તો જ્યારે મંદિરની અંદર પ્રવેશ કરે છે ત્યારે સોમનાથ મહાદેવની દિવ્ય શાંતિની સાથે સાથે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ એલ સર્ક્યુલેશન વ્યવસ્થાને કારણે અદ્વિતીય શીતળતા પણ પ્રાપ્ત કરે છે.

સોમનાથ મંદિરના સ્થાપત્ય અને વિજ્ઞાનના દબાણના ભૌતિક નિયમોનો કુશળતા પૂર્વક ઉપયોગ કરીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ વડે સોમનાથ મંદિરનું ટેમ્પરેચર બહારના ટેમ્પરેચર કરતાં સાત ડિગ્રી જેટલું નીચું લાવવામાં સફળતા મળી છે. સાથે જ મંદિરના તમામ નિકાસ દ્વાર પર એર કરટેન દ્વારા અંદરની હવા બહાર ન જાય અને શીતળ વાતાવરણ બન્યું રહે તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

સોમનાથ ટ્રસ્ટ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિ સભર માર્ગદર્શનમાં LIfE એટલે કે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટની દિશામાં કામ કરે છે. સોમનાથ મંદિર એન્વાયરમેન્ટલ ડિસ્ચાર્જ પર ઝીરોએ પહોંચ્યું છે.

મંદિરની અંદર સામાન્ય એર કન્ડિશનર ઉપયોગ કરીને પણ ઠંડક મેળવી શકાઇ હોત, પરંતુ વાતાવરણની અંદર દૂષિત વાયુ છોડતા એર કન્ડિશનરનો ઉપયોગ ટાળીને સોમનાથ ટ્રસ્ટે યાત્રીઓને ઠંડક મળે, પરંતુ પર્યાવરણનું રક્ષણ પણ થાય તે માટે ચિંતન કરીને કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ લગાવ્યું છે. જેનો લાભ આવનાર શ્રદ્ધાળુઓને મળી રહ્યો છે.

દેશ વિદેશમાંથી આવનાર ભક્તો બપોરની ગરમી વચ્ચે મંદિરની અદભુત શીતળતાનો અનુભવ કરી પ્રસન્નતા વ્યક્ત કરે છે અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે આવી અદભુત વ્યવસ્થા કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરે છે.

(with input-Yogesh Joshi,Gir somnath)

 ગીર સોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">