AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath : સોમનાથમાં માસિક શિવરાત્રીની ઉજવણી, 42 વર્ષ સુધી સેવા કરનાર પૂજારીને ફરજ પરની અંતિમ શિવરાત્રી પર મુખ્ય યજમાન બનાવી અદકેરી વિદાય અપાઈ

Gir Somnath: સોમનથમાં માસિક શિવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. 42 વર્ષ સુધી સોમનાથની સેવા કરનાર પ્રક્ષાલન પૂજારીને ફરજ પરની અંતિમ શિવરાત્રી પર મુખ્ય યજમાન બનાવી ટ્રસ્ટે અદકેરી વિદાય આપી હતી. જ્યારે મધ્યરાત્રીએ મહાઆરતીનો હજારો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.

Gir Somnath : સોમનાથમાં માસિક શિવરાત્રીની ઉજવણી, 42 વર્ષ સુધી સેવા કરનાર પૂજારીને ફરજ પરની અંતિમ શિવરાત્રી પર મુખ્ય યજમાન બનાવી અદકેરી વિદાય અપાઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 10:31 AM
Share

સોમનાથ ખાતે અર્વાચીન પ્રણાલિકા અનુસાર માસિક શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ વદ તેરસ એટલે કે માસિક શિવરાત્રીના અવસર પર સોમનાથ મંદિરમાં રાત્રિના 10:00 કલાકે જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, સહિતના અધિકારીઓ,કર્મચારીઓ, અને બહોળી  સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.

42 વર્ષ સુધી સેવા-પૂજા કરનાર પૂજારીને માસિક શિવરાત્રીએ અપાઈ વિદાય

માસિક શિવરાત્રીની આ પૂજા સવિશેષ એટલા માટે બની રહી હતી કારણકે 42 વર્ષ સુધી સોમનાથની સેવા કરનાર અને આ માસિક શિવરાત્રી બાદ નિવૃત્ત થઈ રહેલા પ્રક્ષાલન પૂજારી અરવિંદગિરિને સચિવ યોગેન્દ્ર દેસાઈ અને ટ્રસ્ટ દ્વારા પૂજાના મુખ્ય યજમાન બનાવી અને અદકેરું વિદાયમાન આપવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોકત વિધિ-વિધાન સાથે જ્યોત પૂજન અને જ્યોત પ્રાગટ્ય કરાવવામાં આવ્યું હતું.

મધ્યઆરતીએ મહાઆરતીમાં ઉમટ્યા હજારો શ્રદ્ધાળુઓ

માસિક શિવરાત્રીની પ્રણાલિકા અનુસાર રાત્રિના 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રી પર કરવામાં આવતી આ મહાઆરતી સ્થાનિક તેમજ બહારથી આવતા શ્રદ્ધાળુઓમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. જેથી હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં “હર હર ભોલે, જય સોમનાથ”ના નાદ સાથે મહા આરતીનો લાભ લેવા પહોંચ્યા હતા.

મહાઆરતી સમયે શિવનામ સ્મરણમાં લીન થયા શ્રદ્ધાળુઓ

સોમનાથ મહાદેવની મધ્યરાત્રીની આ મહાઆરતી શ્રદ્ધાળુઓને વિશેષ ઉર્જા અને અલભ્યતાનો અનુભવ થાય છે. રાત્રિના મહાઆરતી સમયે મંદિર સભા મંડપમાં તેમજ પરિસરમાં બહારના ભાગે આરતી દરમિયાન શ્રદ્ધાળુઓ તાળીઓ સાથે શિવનામ સ્મરણમાં લીન થયા હતા. ત્યારે શ્રદ્ધાળુઓની સુવિધામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ક્લોકરૂમ, શુ-હાઉસ, સિનિયર સિટીઝન માટે ગોલ્ફકાર્ટની સમય અવધી રાત્રિના 1 વાગ્યા સુધી વધારવામાં આવે છે. જેથી શ્રદ્ધાળુઓ માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવની મહા આરતીમાં અને અલભ્ય સ્વરૂપના દર્શન નિશ્ચીતપણે કરી શકે છે.

આપને જણાવી દઈએ કે રવિવારે (19.03.23) ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા આ દરમિયાન તેમણે સોમનાથ યાત્રા એપનું ઈ-લોકાર્પણ કર્યુ હતુ.

સોમનાથ યાત્રા એપની સુવિધાઓ

  • તીર્થના મુખ્ય મંદિરોના જીવંત દર્શન (સોમનાથ, ભાલકા, રામમંદિર),
  • ઓનલાઇન પુજાવિધિ નોંધણી,
  • અકોમોડેશન
  • નજીકની માહિતી, દર્શનીય સ્થળની
  • સોમનાથ પહોંચના માધ્યમની માહિતી, (ટ્રેન, બસ, નજીકના એરપોર્ટની માહિતી)
  • સોમનાથના રિસેન્ટ અપડેટ અને ભવિષ્યમાં બનવાવાલે કાર્યક્રમની માહિતી.
  • ફોટો ગેલેરી (સોમનાથ તીર્થના દર્શનીય સ્થળ, સુવિધાઓ, અને કાર્યક્રમો ના ફોટોઝ)
  • ઈ-લાઈબ્રેરી (સોમનાથ તીર્થને લગતા પુસ્તકો, ટ્રસ્ટના મેગેઝીન સોમનાથ વર્તમાન ની ઇ-કોપી)
  • ઈ -માલા ( મોબાઈલ પર રૂદ્રાક્ષની આકૃતિ દ્વારા માળા કરવાની વ્યવસ્થા )
  • સોશ્યલ એકટીવિટી (લોક કલ્યાણ માટે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા કાર્યોની વિગતો)
  • સોમનાથ તીર્થના વિકાસમાં પ્રયત્નશીલ ટ્રસ્ટી ગણના વિષયમાં માહિતી
  • ફીડબેક (યાત્રીઓને પોતાનો અનુભવ જણાવવા માટે)

ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી- ગીરસોમનાથ 

આ પણ વાંચો: Gir Somnath : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમનાથ યાત્રા એપનું ઈ-લોકાર્પણ કર્યું, જાણો એપની વિશેષતાઓ

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">