AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath: સોમનાથ મંદિર પરિસરમાં શ્રી ગણેશના સૌથી મોટા અનુષ્ઠાનનો પ્રારંભ

સંકષ્ટી ચતુર્થી ના અવસર પર સાંદિપની વિદ્યાનીકેતનની સંસ્કૃત પાઠ શાળાના 111 ઋષિકુમારો તેમજ સોમનાથ સંસ્કૃત પાઠ શાળાના 28 ઋષિ કુમારો અને બંને પાઠ શાળાના ગુરુજી દ્વારા શ્રી ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા. સામુહિક રીતે 6,000 થી વધુ શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ સંપન્ન થયા હતા.

Gir Somnath: સોમનાથ મંદિર પરિસરમાં શ્રી ગણેશના સૌથી મોટા અનુષ્ઠાનનો પ્રારંભ
Somnath Ganesh Atharvashirsha
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 7:13 AM
Share

Gir Somnath : ગુજરાતના(Gujarat)પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિર(Somnath Mandir)પરિસરમાં શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહા અનુષ્ઠાનનો(Maha Anusthan) પ્રારંભ કરાયો છે. શ્રી સાંદિપની વિદ્યાનિકેતન (પોરબંદર)ના ઋષિકુમારોએ સોમનાથ ખાતે ગણપતિ અથર્વશીર્ષના પાઠ કર્યા છે. ભાદરવા માસમાં શ્રી ગણેશ નવરાત્રના સમાપન સુધીમાં સવા લાખ શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠનું પઠન થશે. રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો ક્રમશ સોમનાથમા મહા અનુષ્ઠાનમાં પાઠ કરશે.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કામ કરતા સોમનાથ ટ્રસ્ટનું જનકલ્યાણની કામના સાથે શ્રી ગણેશ અનુષ્ઠાનનું અનોખું આયોજન કરાયું છે.સોમનાથમાં 7 જૂન બુધવાર જેઠ વદ ચતુર્થી એ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે પરંતુ સોમનાથ મંદિર પરિસરમાં જ બિરાજમાન શ્રી કપર્દી વિનાયક ગણેશજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ રૂપે પૂજાય છે.

શ્રી ગણેશજીના પૌરાણિક કપર્દી વિનાયક સ્વરૂપને કષ્ટો હારવા માટે અને અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા તરીકે ભક્તો પૂજતા આવ્યા છે. ત્યારે અત્યાર સુધીનું શ્રી ગણેશ નું સૌથી મોટું અનુષ્ઠાન સોમનાથ તીર્થમાં પ્રારંભ થયું છે. શ્રી ગણેશની સૌથી પ્રિય સ્તુતિ ગણપતિ અથર્વશીર્ષ ના સવાલક્ષ પાઠ ભાદરવા માસના ગણપતિ નવરાત્ર સુધીમાં સંપન્ન કરવાનું સોમનાથ ટ્રસ્ટે અનુષ્ઠાન કર્યું છે.

આજે જેઠ કૃષ્ણ ચતુર્થીથી લઈને શ્રી ગણેશ નવરાત્ર સુધી પ્રત્યેક ચતુર્થીના રોજ ગુજરાતની વિવિધ સંસ્કૃતિ પાઠ શાળાના ઋષિ કુમારો સોમનાથ પરિસરમાં ગણેશજીના ચરણોમાં શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરશે. સમગ્ર ગુજરાતની પ્રત્યેક પાઠશાળા સોમનાથ ટ્રસ્ટના આ મહા અનુષ્ઠાનમાં સહભાગી બનશે જેનાથી સંસ્કૃત પાઠશાળાઓના જ્ઞાનના આદાનપ્રદાનના દ્વાર પણ ખુલશે. આ મહા અનુષ્ઠાનમાં ઋષિકુમારોના ઓજસ્વી મંત્રોચ્ચાર થી પ્રેરણા લઈને અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ અંગે પ્રેરિત થશે.

સંકષ્ટી ચતુર્થી ના અવસર પર સાંદિપની વિદ્યાનીકેતનની સંસ્કૃત પાઠ શાળાના 111 ઋષિકુમારો તેમજ સોમનાથ સંસ્કૃત પાઠ શાળાના 28 ઋષિ કુમારો અને બંને પાઠ શાળાના ગુરુજી દ્વારા શ્રી ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા. સામુહિક રીતે 6,000 થી વધુ શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ સંપન્ન થયા હતા.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક ઋષિ કુમારને ભક્તિમય પ્રસાદ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સોમનાથ ટ્રસ્ટ નિર્મિત લઘુયજ્ઞ કીટ, સોમગંગા નિર્માલ્ય જળ, રુદ્રાક્ષ અને ભસ્મપ્રસાદ, અને સોમનાથ મહાદેવનો 3d ફોટો ભેટમાં અપાયા હતા. પાઠ સંપન્ન થયે સોમનાથ મહાદેવના મહા પ્રસાદ સ્વરૂપે ભોજન કરાવીને શ્રી સાંદિપની વિદ્યાનિકેતનના ઋષિ કુમારો અને ગુરુજનો ને સન્માનપૂર્વક વિદાયમાં આપવામાં આવ્યું હતું.

એકીસાથે મોટા સમૂહ ની અંદર ઋષિ કુમારો દ્વારા શ્રી ગણપતિ અથર્વશીર્ષના પઠનથી સોમનાથ તીર્થમાં ઊર્જાનો નવો સંચાર થયો હતો અને મહાદેવના દર્શને આવનાર ભક્તો પણ શ્રી ગણેશ ભક્તિમાં લીન થયા હતા.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">