8 જૂનના મહત્વના સમાચાર : 20થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં થશે ચોમાસાનું આગમન, આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 11:57 PM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

8 જૂનના મહત્વના સમાચાર : 20થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં થશે ચોમાસાનું આગમન, આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ
Gujarat latest live news and samachar today 10 June 2023

આજે 8 જુન ગુરૂવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો ઓડીશામાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત અને બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Jun 2023 11:15 PM (IST)

    Gujarat News Live : ઝારખંડ પોલીસને મોટી સફળતા, 20થી વધુ જવાનોની હત્યાના આરોપી માઓવાદી કમાન્ડર નાગેન્દ્ર ઉરાં ઝડપાયો

    ઝારખંડ પોલીસ છેલ્લા ઘણા સમયથી, 20 થી વધુ જવાનોની હત્યાના આરોપીની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી હતી. દરેક વખતે નાગેન્દ્ર ઉરાં પોલીસની ટીમને ચકમો આપીને ભાગી જતો હતો.

  • 08 Jun 2023 10:30 PM (IST)

    Gujarat News Live : EDએ અભિષેક બેનર્જીને સમન્સ મોકલ્યા, 13 જૂને પૂછપરછ માટે બોલાવ્યા

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શિક્ષણ ભરતી કૌભાંડ કેસમાં તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને સમન્સ જાહેર કર્યો છે. અભિષેક બેનર્જીને EDએ 13 જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે. અગાઉ EDએ અભિષેકની પત્ની રૂચિરા બેનર્જીની પણ પૂછપરછ કરી હતી.

  • 08 Jun 2023 08:41 PM (IST)

    Gujarat News Live : મધ્યપ્રદેશમાં બોલવેલમાં પડ્યું બાળકી, બિહારમાં થાંભલા વચ્ચે ફસાયુ બાળક, બંનેના થયા મોત

    ગુરુવારે એમપીના સિહોરમાં બોલવેલમાં પડેલી બાળકીને રેસ્ક્યુ ટીમે બહાર કાઢી હતી, જોકે બાળકીને બચાવી શકાઈ ન હતી. તેને તબીબોએ મૃત જાહેર કર્યો છે. જ્યારે, બિહારમાં ઓવરબ્રિજના થાંભલામાં ફસાયેલા બાળકનું પણ મોત થયું છે.

  • 08 Jun 2023 07:33 PM (IST)

    Gujarat News Live : મણિપુર હિંસાના પીડિત પરિવારોને મદદ કરવા માટે 101 કરોડના પેકેજની જાહેરાત

    મણિપુર હિંસામાં વિસ્થાપિતોને મદદ કરવા માટે ગૃહ મંત્રાલયે 101 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ માહિતી મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે આપી છે.

  • 08 Jun 2023 05:51 PM (IST)

    Gujarat News Live : ગુજરાતના લોકાયુક્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સોંપ્યો વાર્ષિક અહેવાલ

    ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ રાજેશ એચ. શુક્લએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને લોકાયુક્તનો 23 મો વાર્ષિક અહેવાલ અર્પણ કર્યો હતો. એપ્રિલ-2022 થી માર્ચ-2023ના સમયગાળાના લોકાયુક્તના વાર્ષિક અહેવાલની અર્પણવિધિ વખતે લોકાયુક્તના રજીસ્ટ્રાર બીપીનચંદ્ર ડી. સોની સાથે રહ્યા હતા.

    Lokayukta of Gujarat handed over the annual report to Governor Acharya Devvrat

  • 08 Jun 2023 05:17 PM (IST)

    Gujarat News Live : શિખર ધવનનો પુત્ર ભારત આવશે, દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય

    દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ક્રિકેટર શિખર ધવનની પત્ની આયેશા ધવનને તેમના 9 વર્ષના બાળકને, તેના પરિવારને મળવા માટે ભારત લાવવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે બાળક પર એકલી માતાનો કોઈ અધિકાર નથી. દિલ્હીના પટિયાલા હાઉસ ખાતેની ફેમિલી કોર્ટે, તાજેતરમાં ક્રિકેટર શિખર ધવનની પત્ની આયેશા મુખર્જીને તેમના નવ વર્ષના પુત્રને ભારત લાવવાનો આદેશ આપ્યો હતો.

  • 08 Jun 2023 05:14 PM (IST)

    Gujarat News Live : છેતરપિંડી બદલ EDએ મુંબઈમાં રિયલ એસ્ટેટ કંપની પર પાડ્યા દરોડા

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ, આજે ગુરુવારે મની લોન્ડરિંગ કેસના સંબંધમાં મુંબઈ સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ફર્મ નિર્મલ લાઇફસ્ટાઇલ લિમિટેડના પરિસરમાં દરોડા પાડ્યા હતા. EDના સૂત્રોએ જણાવ્યું હતું કે, નિર્મલ લાઇફસ્ટાઇલના ડાયરેક્ટર્સ તેમજ તેમની ઓફિસો સાથે સંકળાયેલા અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.

  • 08 Jun 2023 03:46 PM (IST)

    20થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં થશે ચોમાસાનું આગમન, આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ

    Ahmedabad : હવામાન વિભાગે (Meteorological department) આપેલી માહિતી અનુસાર આજે કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયુ છે. આગામી 48 કલાકમાં સમગ્ર કેરળમાં ચોમાસુ બેસશે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે. પવનની દિશા બદલાતા અને સાયકલોનને લઈને પવનમાં ભેજ આવતા વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

    હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. હાલ વાવાઝોડું દરિયામાં પોરબંદરથી 930 કિમિ દૂર છે. ત્યારે દરિયામાં હાલ પવન વધુ ફૂંકાઈ રહ્યા છે. 130 કિમી ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. તો રાજ્યમાં બે દિવસ બાદ પવનની ગતિ વધશે. પાંચ દિવસ તાપમાનમાં કોઈ બદલાવ નહિ રહે. 40 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે.

  • 08 Jun 2023 02:38 PM (IST)

    Cyclone Biparjoy : વાવાઝોડા પર સતત નજર રાખવા કંટ્રોલ રૂમ કાર્યરત

    Gandhinagar: અરબી સમુદ્રના ઉદભવેલુ બિપરજોય(Cyclone Biparjoy) વાવાઝોડું દરિયામાં આગળ વધી રહ્યું છે. જેમાં બુધવારે ગુજરાતના (Gujarat) પોરબંદર થી 1070 કિલોમીટર દૂર વાવાઝોડું આજે 965 કિલોમીટર દૂર છે . જો કે તેની અસર 11 જૂને ગુજરાત ઉપર થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગાહી જો વાવાઝોડું દરિયામાં વાવાઝોડું ફટાય તો ગુજરાત ઉપર નહિવત અસર થશે. પરંતુ જો વાવાઝોડાની ગતિ અને તીવ્રતા યથાવત રહી અને ગુજરાત તરફ વધ્યું તો તેની અસર દરિયાઈ સીમા સૌરાષ્ટ્ર પટ્ટા પર અને દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી શકે છે.

  • 08 Jun 2023 02:37 PM (IST)

    સુરતમાં કોર્પોરેટરના કારસ્તાનનો ભાંડો ફૂટ્યો, સરકારી બાકડા ઘરની છત પર મુક્યાનો Video થયો વાયરલ

    Surat : સત્તાના નશામાં ચુર બનેલા સુરત ભાજપના કોર્પોરેટરની tv9ના અહેવાલ બાદ સાન ઠેકાણે આવી છે. અને પોતાના ઘરની છત પર મુકેલા સરકારી બાકડા ઉઠાવી લીધા છે. વાયરલ વીડિયો અને Tv9ના અહેવાલ બાદ કોર્પોરેટરના કારસ્તાનનો ભાંડો ફૂટતા છે. Tv9ની ટીમ જ્યારે કોર્પોરેટરના નિવાસસ્થાને પહોંચી ત્યારે છત પર ગોઠવેલા ત્રણેય બાકડા ગાયબ હતા.

    તેમે વીડિયોમાં જોઈ શકો છો કે પહેલા કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને સરકારી ગ્રાંટમાંથી મળેલા બાકડાનો પોતાના માટે અંગત ઉપયોગ કર્યો હતો. જોકે પોતાની કરતૂતનો ભાંડો ફૂટી જતા કોર્પોરેટર એક્શનમાં આવ્યા છે. અને પોતાનું પાપ છૂપાવવાનો પ્રયાસ કર્યો છે.

  • 08 Jun 2023 02:35 PM (IST)

    ગોધરાના નદીસર ગામે વિકાસકાર્યોમાં 48.19 લાખના ભ્રષ્ટાચારનો આરોપ, કાકણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

    Panchmahal : પંચમહાલમાં વિકાસના કાર્યોમાં (Development works) લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર રફેદફે કરી દેવાયો હોવાનો ઘાટ ઘડાયો છે. ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાયાને 2 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં એકપણ આરોપી ન ઝડપાતાં પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે. ગોધરાના (Godhara) નદીસર ગામે ગ્રામપંચાયતના વિકાસકાર્યોમાં રૂપિયા 48.19 લાખના ભ્રષ્ટાચાર મામલે ખુદ તાલુકા વિકાસ અધિકારીએ જ કાકણપુર પોલીસ સ્ટેશનમાં બે પદાધિકારી સહિત 10 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

  • 08 Jun 2023 02:02 PM (IST)

    અમદાવાદના વધુ એક બ્રિજમાં કૌભાંડ, હાઇકોર્ટની સામે જ બનેલા બ્રિજમાં કરાઈ ગેરરીતિ, બ્યુટીફિકેશનનો છેદ ઉડ્યો

    Ahmedabad: અમદાવાદના વધુ એક બ્રિજમાં કૌભાંડ સામે આવ્યુ છે. હાઇકોર્ટની સામે જ બનેલા બ્રિજમાં કરાઈ ગેરરિતી થઇ હોવાનું ખુલ્યુ છે. R & B ના અધિકારીઓ સાથે મિલી ભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યુ છે. બ્રિજની ડિઝાઇનમાં ધડમૂળથી ફેરફાર કરાયા છે. ટેન્ડર મંજૂર થયા બાદ કોઈપણ ડિઝાઇનમાં ફેરફાર કરી શકાય નહી તેનો નિયમ છે. જો કે અહીં તદ્દન ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે. ઓછા મટિરીયલમાં બ્રિજ તૈયાર કરવા સિંગલ પીલર ડિઝાઇનના બદલે ડબલ પીલર ડિઝાઇનનું કામ કરાયુ છે.

  • 08 Jun 2023 02:01 PM (IST)

    વિદ્યાર્થીઓ તથા મુસાફરો માટે રાહતના સમાચાર, 12 જુન કન્યા કેળવણીની ઉજવણીથી નવી ઈ-પાસ સીસ્ટમ અમલમાં આવશે

    રાજ્યમાં વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઇ પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. 12 જૂનના રોજ રાજ્યમાં કન્યા કેળવણીની ઉજવણીથી નવી ઈ- પાસની સિસ્ટમ અમલ કરવામાં આવશે. અંદાજે 2.32 લાખ મુસાફરો તથા 4.92 લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે. વિદ્યાર્થીઓને પાસ મેળવવા માટે લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહેવુ પડે છે. છતા પણ વિદ્યાર્થીઓ અને મુસાફરોને હાલાકિનો સામનો કરવો પડે છે.

  • 08 Jun 2023 01:11 PM (IST)

    ચોમાસુ ભારતમાં પહોંચ્યું, IMDએ કેરળમાં આગમનની જાહેરાત કરી

    ચોમાસુ ભારતમાં પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેરળમાં ચોમાસાના આગમનની જાહેરાત કરી છે.

  • 08 Jun 2023 01:00 PM (IST)

    Cyclone Biparjoy : વાવાઝોડા પર સતત નજર રાખવા કંટ્રોલ રૂમ કાર્યરત

    અરબી સમુદ્રના ઉદભવેલુ બિપરજોય(Cyclone Biparjoy) વાવાઝોડું દરિયામાં આગળ વધી રહ્યું છે. જેમાં બુધવારે ગુજરાતના (Gujarat) પોરબંદર થી 1070 કિલોમીટર દૂર વાવાઝોડું આજે 965 કિલોમીટર દૂર છે . જો કે તેની અસર 11 જૂને ગુજરાત ઉપર થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગાહી જો વાવાઝોડું દરિયામાં વાવાઝોડું ફટાય તો ગુજરાત ઉપર નહિવત અસર થશે. પરંતુ જો વાવાઝોડાની ગતિ અને તીવ્રતા યથાવત રહી અને ગુજરાત તરફ વધ્યું તો તેની અસર દરિયાઈ સીમા સૌરાષ્ટ્ર પટ્ટા પર અને દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી શકે છે.

  • 08 Jun 2023 12:23 PM (IST)

    Cyclone Biparjoy : વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું, ગુજરાતમાં થશે આવી અસર

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું  છે.  જો કે તેમ છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં(Gujarat)  9થી 11 સુધી વરસાદી માહોલ રહેશે. ગુજરાતના(Gujarat) દરિયાકાંઠે ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાથી  965  કિલોમીટર દૂર છે હવામાન વિભાગ પ્રમાણે, હાલ ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર નથી

  • 08 Jun 2023 11:42 AM (IST)

    Gujarat News Live: ભારતે 9 વર્ષમાં 78 દેશોમાં 600 થી વધુ પ્રોજેક્ટ પૂરા કર્યા- એસ જયશંકર

    મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિદેશ મંત્રી એસ જયશંકરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે ભારતની વિદેશ નીતિની સફળતાને બે રીતે ચકાસી શકાય છે. દુનિયા ભારતને કેવી રીતે જોઈ રહી છે? વિદેશ નીતિની ભારતીયોના જીવન પર શું અસર થઈ છે. કેવી રીતે ભારતે આફ્રિકન દેશોને ટ્રેન, મેટ્રો, ફેરી શિપ આપ્યા છે. ભારતના 600 થી વધુ પ્રોજેક્ટ 78 દેશોમાં પૂર્ણ થયા છે.

  • 08 Jun 2023 11:39 AM (IST)

    Ahmedabad: નકલી IAS ઓફિસરની ઓળખ આપવી યુવાનને ભારે પડી, ફાર્મા કંપનીઓ સાથે ઠગાઇ કરનારની ધરપકડ

    ગુજરાતના(Gujarat) અમદાવાદમાં નકલી IAS ઓફિસરની ઓળખ આપવી યુવાનને ભારે પડી છે. જેમાં યુવાને ફાર્મા કંપનીઓ સાથે ઠગાઇ કરનારની ધરપકડ કરવામાં આવી છે. જેમાં Truકોલરએ યુવાનનો ભાંડો ફોડ્યો અને સાયબર ક્રાઇમ બ્રાંચે આરોપીની કરી ધરપકડ કરી છે. પ્રધાનમંત્રી સલાહકારની ઓળખ આપીને નકલી IASએ ફાર્મા કંપનીમાં રૂપિયા 16 લાખનું જોબ પેકેજ મેળવ્યું.

    સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ નકલી IAS ઓફિસર સુધાકર પાંડે પોતાની નોકરી મેળવા માટે IAS બનીને ઓળખ આપતો હતો. આ આરોપી સુધાકર પાંડે પોતાના મોબાઈલમાં ટ્રુ કોલરમાં પોતાના નામ સાથે IAS ઓફિસરની પ્રોફાઈલ બનાવી હતી જેથી ફોન કરનારા વ્યક્તિને કોઈ IAS ઓફિસર ફોન આવ્યો હોય તેવું લાગતું હતું.

  • 08 Jun 2023 11:09 AM (IST)

    RBI એ વ્યાજદર યથાવત રાખ્યો, જાણો સામાન્ય લોકો પર તેની શું અસર થશે

    ચાલુ નાણાકીય વર્ષના બીજા આરબીઆઈ એમપીસીએ સતત બીજી વખત વ્યાજ દરમાં વધારો કર્યો નથી. આરબીઆઈ ગવર્નરે જાહેરાત કરતા કહ્યું કે આ વખતે પણ વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અગાઉ એપ્રિલ મહિનામાં પણ વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. રેપો રેટમાં છેલ્લો વધારો ફેબ્રુઆરી મહિનામાં થયો હતો. ત્યારબાદ આરબીઆઈએ 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટમાં 2.50 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, મોંઘવારી દર પણ 5 ટકાથી નીચે આવી ગયો છે. તાજેતરના સમયમાં જોવા મળતા જીડીપીના આંકડા અપેક્ષા કરતા વધુ સારા દેખાઈ રહ્યા છે. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં ઉત્પાદન કાપની જાહેરાત છતાં, ભાવ બેરલ દીઠ $ 75 થી $ 77 ની આસપાસ છે.

  • 08 Jun 2023 10:23 AM (IST)

    Ahmedabad: સફાળા જાગેલા તંત્રએ શાસ્ત્રી બ્રિજના સમારકામનો નિર્ણય લીધો, 14 જૂન સુધીમાં ટેન્ડર બહાર પડાશે

    અમદાવાદના વિશાલા પાસે શાસ્ત્રી બ્રિજ (Shastri Bridge) જર્જરિત (Dilapidated) હોવાના TV9ના અહેવાલનો પડઘો પડ્યો છે. TV9ના અહેવાલ બાદ સફાળા જાગેલા તંત્રએ શાસ્ત્રી બ્રિજના સમારકામનો નિર્ણય કર્યો છે. TV9 ગુજરાતીએ ગત 5 જૂનના રોજ શાસ્ત્રી બ્રિજ પર તિરાડો પડી ગઈ હોવાનો અને પોપડા ઉખડી ગયા હોવાનો અહેવાલ દર્શાવ્યો હતો. આ અહેવાલને પગલે તંત્ર સફાળું જાગ્યું હતું અને રૂપિયા 5.50 કરોડના ખર્ચે બ્રિજમાં બેરિંગ રિપેરિંગનો નિર્ણય લેવાયો છે. 14 જૂન સુધીમાં તેના માટે ટેન્ડર (Tender) બહાર પાડવામાં આવશે.

  • 08 Jun 2023 09:55 AM (IST)

    લખનઉ ગોળીબાર: કોર્ટમાં એકથી વધુ શૂટર હતા, પ્લાન B તૈયાર હતો

    લખનઉમાં બુધવારે થયેલા ગોળીબારમાં એકથી વધુ શૂટર હોવાની વાત સામે આવી છે. કોર્ટમાં વિજય યાદવ એકલો નહોતો. કોર્ટમાં તેનો સાથી પણ હાજર હતો. આ લોકોએ પ્લાન B તૈયાર રાખ્યો હતો. જો સંજીવ જીવા કોર્ટમાંથી ભાગી ગયો હોત તો અન્ય સાથીદારે તેના પર ફાયરિંગ કર્યું હોત.

  • 08 Jun 2023 09:43 AM (IST)

    રાજકોટના હિરાસર એરપોર્ટનું 15 જુલાઇએ PM મોદીના હસ્તે થઇ શકે છે લોકાર્પણ, રન-વે ટેસ્ટિંગ શરુ

    રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. 15 જુલાઇએ હીરાસર એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થઇ શકે છે. એરપોર્ટને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. રન-વે ટેસ્ટિંગ અને અંતિમ તબક્કાની મંજૂરીઓ લેવાની કાર્યવાહી ચાલું થઇ ગઇ છે. 14 જૂને નાના એરક્રાફ્ટથી ટેસ્ટિંગ થઇ શકે છે.

    હજુ બે દિવસ પહેલા જ હિરાસર એરપોર્ટ અંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ (Jyotiraditya Scindia) ટ્વીટ કર્યુ હતુ. જ્યોતિરાદિત્ય સિંધિયાએ હિરાસર એરપોર્ટને (Hirasar Airport) પ્રગતિની નવી ઉડાન ગણાવી છે. તેમણે ટ્વીટ કર્યુ છે કે હિરારસ એરપોર્ટનું ટર્મિનલ 23 હજાર ચોરસ મીટરમાં છે. 3040 મીટર લાંબા રન વે ધરાવતા આ એરપોર્ટનું નિર્માણકાર્ય 1405 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે, 1405 કરોડ રૂપિયાના ખર્ચે એરપોર્ટ તૈયાર થશે. રાજ્યમાં વિકાસ અને રોજગાર ક્ષેત્રે નવી પ્રગતિ થશે.

  • 08 Jun 2023 09:23 AM (IST)

    વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું મોત

    વડોદરામાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વડોદરામાં રખડતા ઢોરની અડફેટે વધુ એક મોતની ઘટના સામે આવી છે. કિશનવાડીમાં રહેતા 65 વર્ષીય વિઠ્ઠલભાઈ માળી પાણીગેટ વિસ્તારમાંથી વાહન લઇને પસાર થતા હતા તે સમયે ઢોરે તેમને અડફેટે લીધા હતા.

    ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

    ઢોરે અડફેટે લેતા તેમને નીચે પટકાયા અને પાછળથી આવેલી કાર સાથે તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલીક સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મહત્વપૂર્ણ છે કે આ અકસ્માત રખડતા ઢોરને કારણે થયો છે કે અન્ય વાહનને કારણે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

  • 08 Jun 2023 08:57 AM (IST)

    Canada: કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોને ખુલ્લું સમર્થન, ઈન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી કાઢવામાં આવી

    કેનેડામાં ભારત વિરોધી ખાલિસ્તાની સમર્થકોને ખુલ્લેઆમ સમર્થન આપવામાં આવી રહ્યું છે. કેનેડાના બ્રેમ્પટન શહેરમાં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી કાઢવામાં આવી હતી, જેમાં બે શીખ બંદૂકધારીઓ તેમને ગોળી મારતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં ઓપરેશન બ્લુ સ્ટાર અને 84ના રમખાણોના બેનરો પણ હતા. વીડિયોમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની કેનેડાના બ્રામ્પટનમાં કથિત રીતે ખાલિસ્તાની દ્વારા કરવામાં આવેલી હત્યાને દર્શાવતી એક ઝાંખી બતાવવામાં આવી છે.

  • 08 Jun 2023 08:37 AM (IST)

    Wrestlers Protest: કુસ્તીબાજો અને ખેલ મંત્રી સાથેની બેઠક પાછળ અમિત શાહની મોટી ભૂમિકા

    વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને સરકાર વચ્ચેની વાતચીત નિર્ણાયક મોડ પર છે. રમતગમત મંત્રી અને કુસ્તીબાજો વચ્ચે બુધવારે એક સપ્તાહમાં બીજી વખત યોજાયેલી બેઠકમાં ઘણી માંગણીઓ સ્વીકારવામાં આવી છે. આમાં કુસ્તીબાજો સામેના પોલીસ કેસ પાછા ખેંચવા અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ અને તેમના નજીકના સહયોગીઓને WFI ચૂંટણીમાં ભાગ ન લેવાનો સમાવેશ થાય છે. કુસ્તીબાજો અને ખેલ મંત્રી વચ્ચેની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) પણ મોટી ભૂમિકા હોવાનું માનવામાં આવે છે.

  • 08 Jun 2023 08:19 AM (IST)

    સુરતમાં રત્નકલાકાર પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, એકનું અવસાન

    સુરતમાં રત્નકલાકાર પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં ચાર લોકોએ ઝેરી દવા પીને આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સારવાર દરમ્યાન રત્નકલાકારની પત્નીનું અવસાન થયું છે.

  • 08 Jun 2023 08:04 AM (IST)

    Gujarat News Live: BSF અને પંજાબ પોલીસે પંજાબના અમૃતસરમાં એક પાકિસ્તાની ડ્રોન ઝડપ્યું

    BSF અને પંજાબ પોલીસે પંજાબના અમૃતસરમાં એક પાકિસ્તાની ડ્રોન ઝડપ્યું છે. ડ્રોને અમૃતસરના ભૈની રાજપુતાના ગામ પાસે ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું.

  • 08 Jun 2023 07:45 AM (IST)

    Manipur Violence: મણિપુરમાં કોમ્બિંગ ઓપરેશન દરમિયાન હથિયારો, બોમ્બ સાથે ખતરનાક રાઈફલ્સ અને દારૂગોળો મળી આવ્યો

    મણિપુરમાં સ્થિતિ સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે, પરંતુ આ દરમિયાન હિંસા થવાના અહેવાલો છે. એક સપ્તાહ પહેલા ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પોતે ત્રણ દિવસ માટે મણિપુરમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે અવારનવાર બેઠકો યોજી હતી. કુકી અને મૈતીઈ બંને સમુદાયના નેતાઓને મળ્યા હતા. સુરક્ષા દળો સાથે બેઠક કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. શાહે અપીલ કરી હતી કે જેની પાસે હથિયારો છે તેણે આત્મસમર્પણ કરવું જોઈએ. પોલીસ કોમ્બિંગ દરમિયાન કોઈ હથિયાર સાથે મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમની અપીલની પણ અસર થઈ. પરંતુ હજુ પણ અહીંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.

  • 08 Jun 2023 07:24 AM (IST)

    Cyclone Biparjoy: ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન સાથે ધોધમાર વરસાદની શકયતા

    અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય(Cyclone Biparjoy) વાવાઝોડાને કારણે ગુજરાતના(Gujarat)  દરિયાકાંઠે ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાથી 1 હજાર 50 કિલોમીટર દૂર છે હવામાન વિભાગ પ્રમાણે, હાલ ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર નથી.. વાવાઝોડાના કારણે વરસાદી માહોલ પણ નથી.જોકે સાવચેતીના ભાગરૂપે માછીમારોને અરબી સમુદ્રમાં દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે અને માછીમારી કરવા ગયેલા માછીમારોને દરિયાકાંઠે પરત બોલાવી લેવાયા છે.

  • 08 Jun 2023 07:13 AM (IST)

    અમદાવાદમાં મનપાના ફૂડ વિભાગે 62 એકમોમાં હાથ ધરી તપાસ, 11 ફૂડ એકમો કરાયા સીલ

    અમદાવાદ શહેરના ફૂડ એકમો પર મનપાના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે. મનપાના ફૂડ વિભાગે 62 એકમોમાં તપાસ કરતા બેદરકારી સામે આવી છે. બિન આરોગ્યપ્રદ ખોરાક મળતા ફૂડ વિભાગે 11 ફૂડ એકમો સીલ કર્યા છે અને 20 એકમો પાસેથી 1 લાખ 14 હજારનો દંડ વસુલાયો છે. ફૂડ વિભાગે જોધપુરમાં શિવશક્તિ ગુજરાતી થાળી તો સાબરમતીની મિલન લોજ સીલ કરી છે.

Published On - Jun 08,2023 6:36 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">