Gir Somanth: દરિયાકાંઠેથી નશીલા પદાર્થના વધુ 40 પેકેટ મળી આવ્યા, કિંમત 60 લાખથી વધુ હોવાનો અંદાજો

|

Aug 04, 2022 | 4:30 PM

ગીર સોમનાથના (Gir Somnath) દરિયા કિનારેથી મળી આવેલા નશીલા પદાર્થની ઘટના ગઈકાલે 160 પેકેટ મળી આવ્યા બાદ આજે વધુ 20 પેકેટો મળી આવ્યા હતા. આજે સતત બીજા દિવસે જિલ્લા પોલીસનું દરિયા કિનારા પર સઘન પેટ્રોલિંગ થઈ રહ્યું છે.

Gir Somanth: દરિયાકાંઠેથી નશીલા પદાર્થના વધુ 40 પેકેટ મળી આવ્યા, કિંમત 60 લાખથી વધુ હોવાનો અંદાજો

Follow us on

ગીર સોમનાથના  (Gir somnath) દરિયા કિનારેથી મળી આવેલા નશીલા પદાર્થની ઘટના ગઈકાલે 160 પેકેટ મળી આવ્યા બાદ આજે વધુ 40 પેકેટો મળી આવ્યા હતા. આજે  સતત બીજા દિવસે જિલ્લા પોલીસનું (Police) દરિયા કિનારા પર સઘન પેટ્રોલિંગ (Police Patrolling) થઈ રહ્યું છે.  ગુજરાત ATSના માર્ગદર્શન હેઠળ  દરિયાકાંઠે SOG, LCB, સ્થાનિક પોલીસના સઘન ચેકીંગમાં વધુ 40 જેટલા પેકેટ મળી હતા. જેની કિંમત 60 લાખને પાર જાય છે.હજૂ સર્ચ ઓપરેશન ચાલુ છે જેમાં વધુ જથ્થો મળવાની સંભાવના છે.

ગત રોજ જૂનાગઢ એસઓજીએ ઝડપ્યું હતું ચરસ

ઉલ્લેખનીય છે કે જૂનાગઢ એસઓજી (SOG) પોલીસે માંગરોળ દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી લાખો રૂપિયાનું ચરસ જપ્ત કર્યું હતું. ગુજરાતના યુવાનોને બરબાદ કરવાના હેતુથી ચરસનો મોટા પ્રમાણમાં જથ્થો સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી ઘૂસાડવાના પ્રયત્નને જૂનાગઢ એસઓજી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ગત મોડી સાંજથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં મળેલી બાતમીને આધારે જૂનાગઢ એસઓજીની ટીમ દ્વારા આ ઓપરેશનને એક્ટિવ કરવામાં આવ્યું હતું.

32 પેકેટ બિનવારસી મળી આવ્યા

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વશામશેટીના સીધા માર્ગદર્શન હેઠળ એસોજી દ્વારા માંગરોળના નવી બંદર વિસ્તારમાં બનતી નવી જેટીના દરિયાકિનારા પાસેથી અર્ધ સળગેલી હાલતમાં બે પેકેટ અને બાકીના ચાર પેકેટ મળી કુલ છ કીલોનો બિન વારસો જથ્થો ઝડપાયો હતો. દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસનો જથ્થો ઝડપાતા જૂનાગઢ પોલીસ સતર્ક બની ગઈ હતી અને દરિયાઈ સુરક્ષા કરતી એજન્સીઓને પણ સતત કરી દેવામાં આવી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જૂનાગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને માંગરોળ ચોરવાડ શીલ સહિતના દરિયાઈ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે પોલીસને ફરીથી 32 જેટલા પેકેટ બિનવારસી હાલતમાં ચરસના મળી આવ્યા હતા. કુલ 39 જેટલા પેકેટો અત્યાર સુધીમાં મળી આવ્યા છે, આ અંગે પોલીસે એફએસએલને (FSL) જાણ કરી અને આ નશીલો પદાર્થ ચરસ જ છે કે અન્ય કોઈ બીજી વસ્તુ તે અંગે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

 

નોંધનીય છે કે  ગઈકાલે સોમનાથથી લાટી સુધીના દરિયા કિનારે 160 શંકાસ્પદ ચરસના પેકેટ મળી આવ્યા બાદ આજે બીજા દિવસે સર્ચ ઓપરેશનમાં ચરસના 40 વધુ પેકેટ પોલીસને મળી આવ્યા છે. ગતરોજ 2.5 કરોડ ની કિંમતનો 160 કિલો ચરસ જેવો શંકાસ્પદ નશીલો જથ્થો મળ્યા બાદ આજે મળેલા અન્ય 40 પેકેટ મળી કુલ 200 શંકાસ્પદ પેકેટ   પોલીસે ઝડપી પાડ્યા છે. જેની કુલ કિંમત 3 કરોડ થી વધુ હોવાનું અનુમાન છે. હજુ પોલીસની  તપાસ ચાલી રહી છે

વિથ ઇનપુટ: યોગેશ જોષી, ગીર સોમનાથ

Next Article