ગુજરાત ATS દ્વારા ડ્રગ્સ રેકેટનો ખાતમો કર્યાનો દાવો, IMBL પર ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન

ગુજરાત ATS એ ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો ખાતમો કર્યાનો દાવો, IMBL પર ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન

ગુજરાત ATS દ્વારા ડ્રગ્સ રેકેટનો ખાતમો કર્યાનો દાવો, IMBL પર ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન
ATS Strike on Drug mafia
Manasi Upadhyay

|

Aug 01, 2022 | 6:03 PM

ગુજરાત પોલીસના ડરથી પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓમાં હડકંપ મચ્યો છે અને ભારતીય સીમામાં ડ્રગ્સ ઘૂસાડવા પહેલા જ સમુદ્રમાં રંગેહાથ ડ્રગ્સ માફિયા ઝડપાઇ રહ્યા છે ડ્રગ્સ માફિયાની ઓડિયો ક્લિપમાં આ અંગે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો ખાતમો બોલાવવામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે.

દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડતા પહેલા જ પકડાયા પાકિસ્તાની ડ્રગ્સ માફિયા

ગુજરાતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવાના કારસાને ગુજરાત પોલીસ સતર્ક રહીને જપ્ત કરતી રહી છે. ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો ખાતમો બોલાવવામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે અને દરિયામાં ચાલતા ગુજરાત ATSના ગુપ્ત ઓપરેશનથી ડ્રગ્સ માફિયાઓ ત્રાહિમામ પોકરી ગયા છે.  IMBL પર ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડ્રગ્સ માફિયા ભારતીય સીમામાં ડ્રગ્સ ઘૂસાડવા પહેલા જ સમુદ્રમાં રંગેહાથ ઝડપાઇ રહ્યા છે આ અંગે ડ્રગ્સ માફિયાની ઓડિયો ક્લિપમાં થયો સૌથી મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા વાત કરી રહ્યા હતા કે ગુજરાતના રસ્તે ડ્રગ્સ લઇ જવા કોઈ તૈયાર નથી,અહીંયા 1% પણ બચવાની શક્યતા નથી. નોંધનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 3600 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

ATSના DIG દિપન ભદ્રને કાર્યવાહી પર આપ્યું નિવેદન, 2018થી 2022 સુધીના કેસમાં 30 પાકિસ્તાની નાગરિકો

આ સમગ્ર કાર્યવાહી અંગે  ATS ના  ડીઆઇજી દીપન ભદ્રને નિવેદન આપ્યું હતું કે  ગુરાતના  યુવાનોથી નશો દૂર રાખવાનો અમારો પ્રયાસ છે અને અમારા પ્રયત્નમં ચોક્કસથી સફળ થઈશું.   તેમણે  ઉમેર્યું હતું કે ATS રાજ્યના અન્ય વિભાગો સાથે મળીને  કામ કરે છે ડ્રગ્સ પેડલર અને અન્ય તત્વો ઉપર  SOG, સ્થાનિક પોલીસ મારફતે પણ કાર્યવાહી કરે છે.  અમે કોસ્ટગાર્ડની મદદ લઈને ડ્રગ્સ માફિયાઓના કાવતરાને નિષ્ફળ બનાવીએ છીએ. 2018થી 2022 સુધીના કેસમાં 30 પાકિસ્તાની નાગરિકો પકડાયા છે અને  8 ઈરાની અને નાઈઝેરિયન નાગરિકો પણ ડ્રગ્સ કેસમાં પકડાયા છે

વર્ષ 2016થી સતત ઝડપાઈ રહ્યું છે ડ્રગ્સ

 1. વર્ષ 2016 – 303 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
 2. વર્ષ 2018 – 14.85 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
 3. વર્ષ 2019 – 527 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
 4. વર્ષ 2020 – 177 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
 5. વર્ષ 2021 – 26 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું
 6. વર્ષ 2022 – અત્યાર સુધી આશરે 3600 કરોડનું ડ્રગ્સ જપ્ત

છેલ્લા એક વર્ષમાં  ગુજરાતના દરિયાકાંઠેથી  રૂ.30 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું  છે.

 • 21 એપ્રિલ 2021 – અરબી સમુદ્રમાંમાંથી રૂ.150 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
 •  17 જુલાઈ 2021 – પોરબંદરના દરિયામાંથી રૂ.3,500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
 • 19 સપ્ટે. 2021 – મુંદ્રા બંદરેથી રૂ.21,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
 • 21 સપ્ટે. 2021 – પોરબંદર નજીકથી રૂ.150 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
 • 10 નવે. 2021 – સલાયામાંથી 315 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
 • 15 નવે. 2021 – મોરબી નજીકથી 600 કરોડનું હેરોઈન ઝડપાયું
 • 12 ડિસે. 2021 – 400 કરોડનું ડ્રગ્સ પકડાયું
 • 30 ડિસે. 2021 – અમદાવાદથી રૂ.4 લાખનું ડ્રગ્સ ઝડપાયું
 • 12 જાન્યુ. 2021 – અમદાવાદથી રૂ 3 લાખનું ડ્રગ્સ ઝડપાયું
 • 1 ફેબ્રુ. 2022 – રૂ.19 લાખનું 192 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
 • 12 ફેબ્રુ. 2022 – પોરબંદરથી રૂ.2000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
 • 21 એપ્રિલ 2022 – ભચાઉના CSFમાંથી 1,250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
 • 25 એપ્રિલ 2022 – જખૌ દરિયાકાંઠેથી 280 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati