ચોમાસાની ઋતુમાં ગીર સોળે કળાએ ખીલેલું દેખાય છે અને તેમાં પણ ગીરના રાજ પરિવાર સમા સિંહ પરિવારને જોવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. સિંહ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને રોમાંચિત કરતા આવા દૃશ્યો સામે આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાંથી કે જ્યાં એક સિંહ પરિવાર નદી પસાર કરી રહ્યો છે. ગીરમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર સર્જાયો છે. તમામ નદી નાળા પાણીથી છલકાયા છે. ત્યારે ગીરસોમનાથમાં નદીના વહેણને પસાર કરતી 3 સિંહણ અને એક નાના સિંહ બાળનો વીડિયો સોશ્યલ મીડિયા ઉપર ધુમ મચાવી રહ્યો છે. જેમાં નાના સિંહબાળના પાણીમાં દોડતા મસ્તીખોર અંદાજને જોઈને કોઈપણ વ્યક્તિ મોહિત થઈ જાય.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો