ગીરસોમનાથ-ગીરના દ્રોણ ગામે આવી ચડ્યો મહાકાય અજગર, અને પછી શરૂ થઈ પકડવા માટેની જહેમત

ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ગીર જંગલ વિસ્તારના પ્રાણીઓ શહેરી વસાહતો તરફ આવી ચડયા છે ત્યારે પાણીથી ભરેલા જંગલોમાંથી એક 15 થી 20 ફૂટ નો મહાકાય અજગર ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે આવી ચડયો હતો જેને વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરી અને જંગલમાં મુક્ત કરાયો હતો. ત્યારે જ્યારે અજગર માનવ વસાહત […]

ગીરસોમનાથ-ગીરના દ્રોણ ગામે આવી ચડ્યો મહાકાય અજગર, અને પછી શરૂ થઈ પકડવા માટેની જહેમત
https://tv9gujarati.com/gir-somnath-district-news-in-gujarat/girsomnath-gir-n…haru-thai-mehnat-160091.html ‎
Yogesh Joshi

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 3:25 PM

ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ગીર જંગલ વિસ્તારના પ્રાણીઓ શહેરી વસાહતો તરફ આવી ચડયા છે ત્યારે પાણીથી ભરેલા જંગલોમાંથી એક 15 થી 20 ફૂટ નો મહાકાય અજગર ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે આવી ચડયો હતો જેને વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરી અને જંગલમાં મુક્ત કરાયો હતો.

ત્યારે જ્યારે અજગર માનવ વસાહત તરફ આવી ચડયો હતો ત્યારે ગીર ની અંદર વસતા લોકો અને પ્રાણીઓ વચ્ચે નું સાહજિક તાદાત્મ્ય દેખાયું હતું દ્રોણ ગામના લોકોએ અજગરને કોઈપણ રંજાડ કર્યો નહોતો અને વનવિભાગને તરત જ જાણ કરી હતી.

 

જ્યાં સુધી વનવિભાગ આવ્યું ત્યાં સુધી આ અજગર પર ગામ લોકોએ સતત પહેરો ભર્યો હતો ત્યારે આ 15 ફૂટથી લાંબા અને મહાકાય અજગરને કોઈ બીજું પ્રાણી કે શ્વાન રંજાડ ના પહોંચાડે તેની ગામલોકોએ કાળજી લીધી હતી.

ત્યારે વનવિભાગને પણ આ અજગરે આશ્ચર્યચકિત કર્યું હતું વજનમાં અંદાજે 40 કિલો જેટલો અને લંબાઇમાં ૧૫થી ૧૭ ફૂટ લાંબો આ અજગર કોઈ ગામમાં જોવા મળવો એ ખૂબ અલભ્ય બાબત માનવામાં આવે છે. ત્યારે વન વિભાગે તેને કાળજીપૂર્વક વનની મધ્યમાં મુક્ત કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati