કચ્છના નખત્રાણાના મથલ મેજર બ્રીજ પર સ્લેબમાં ગાબડું, બે મહિના સુધી ભારે વાહનો પર પ્રતિબંધ

|

Oct 09, 2021 | 10:16 AM

આ પુલ બંધ થતા ઉદ્યોગોને મોટો ફટકો પડશે અને લિગ્નાઇટ ટ્રકોને નલિયા થઇને પરિવહન કરવુ પડશે જ્યારે અન્ય ઉદ્યોગને લોરીયા થઇ ભુજ આવવુ પડશે જેનાથી લાંબો ફેરો પડશે માર્ગ 2 મહિના માટે બંધ રહેશે.

કચ્છના નખત્રાણાના મથલ મેજર બ્રીજ પર સ્લેબમાં ગાબડું, બે મહિના સુધી ભારે વાહનો પર પ્રતિબંધ
gap in the slab on the Mathal Major Bridge at Nakhtrana in Kutch Ban on heavy vehicles for two months

Follow us on

કચ્છના (Kutch)નખત્રાણા તાલુકામાં(Nakhtrana)માર્ગ અને મકાન વિભાગ, રાજય, કચ્છ-ભુજ હસ્તકના મથલ મેજર બ્રીજ(Mathal Major Bridge)પર ડાબી બાજુએ સ્લેબમાં ગાબડુ પડ્યુ છે.

તેમજ કોઇ અણબનાવ ન સર્જાય તે માટે આ મેજર બ્રીજની મરામતની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુઘી આ મેજર બ્રીજ પરથી અતિ ભારે વાહનો જેવા કે મીઠાના અતિભારે વાહનો, પવનચક્કીના અતિભારે વાહનો તથા અન્ય તમામ લોડીંગ કોમર્શીયલ ભારે વાહનો પસાર ન થાય તે બાબતે પ્રતિબંઘ ફરમાવવામા આવ્યો છે .

તેની અવેજીમાં અન્ય રસ્તાઓ પર ભારે વાહનોને ડાયવર્ડ કરવા હુકમ કરાયો છે કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હનુમંતસિંહ જાડેજા દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ, રાજય કચ્છ-ભુજના હસ્તકના મથલ મેજર બ્રીજ ઉપરથી ભારે વાહનોને પસાર થવા ઉપર તારીખ ૩૧/૧૨/૨૦૨૧ સુઘી પ્રતિબંઘ મુકવામાં આવ્યો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

તેની અવેજીમાં અન્ય વૈકલ્પિક રસ્તાઓ પર વાહનોને ડાયવર્ટ કરવા હુકમ કરેલ છે.

વૈકલ્પિક રસ્તાની વિગત :-

લખપત તાલુકાના ભારે/અતિ ભારે વાહનો જેવા કે લીફરી ખાણ, ઉમરસર ખાણ તેમજ પાન્ઘ્રો ખાણ તેમજ અન્ય     ખાણમાંથી આવતા ભારે વાહનોને ભુજ જવા માટે માતાના મઢ-બરંદા-વાયોર-નલીયા-દેશલપર-ભુજ થઇ આવ-જા કરી શકશે.
હાજીપીરના તમામ મીઠાના વાહનો તેમજ અન્ય ભારે/અતિભારે વાહનો હાજીપીર-ભીટારા-ઘોરડો-ભીરંડીયારા-લોરીયા-ભુજ થઇ આવ-જા કરી શકશે.
નખત્રાણા થી માતાના મઢ તેમજ દયાપર માટે એસ.ટી. બસો તથા લકઝરી બસો/વાહનો કોટડા (જડોદર)-કાદીયા નાના-ટોડીયા-ઉગેડી-માતાના મઢ રસ્તે આવ-જા કરી શકશે.

આ હુકમની અંદર ભારે માલવાહક વાહન શબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં જે વ્યાખ્યા આપી છે તેનો સમાવેશ થાય છે. આ હુકમ અન્વયે સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો, દ્વીચર્ક્રી વાહનો, કાર તથા અન્ય નાના વાહનો રાબેતા મુજબ પસાર થઇ શકશે.

આ પુલ બંધ થતા ઉદ્યોગોને મોટો ફટકો પડશે અને લિગ્નાઇટ ટ્રકોને નલિયા થઇને પરિવહન કરવુ પડશે જ્યારે અન્ય ઉદ્યોગને લોરીયા થઇ ભુજ આવવુ પડશે જેનાથી લાંબો ફેરો પડશે માર્ગ 2 મહિના માટે બંધ રહેશે.

આ પણ વાંચો : પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરીમાં મેઇડ ઇન ઈન્ડિયા મશીનોનો ઉપયોગ કરાયો 

આ પણ વાંચો : સોમનાથમાં બનશે અદ્યતન ભાજપ કાર્યાલય, સી.આર.પાટીલ રવિવારે ખાતમુહૂર્ત કરશે

Published On - 10:10 am, Sat, 9 October 21

Next Article