Gandhinagar: આજે અમિત શાહ ગાંધીનગરને આપશે વિવિધ વિકાસકામોની ભેટ, માણસામાં NSGના નવા ભવનનું કરશે ખાતમુહૂર્ત
અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ગૃહપ્રધાન અમિત શાહ સવારે 10-30 વાગ્યે માણસા-બાલવા ફોર લેન રોડનું ખાતમુહૂર્ત કરશે.
Gandhinagar : સરહદી વિસ્તારોમાં સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) નાગરિકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ગૃહપ્રધાન અમિત શાહ સવારે 10-30 વાગ્યે માણસા-બાલવા ફોર લેન રોડનું ખાતમુહૂર્ત કરશે.
આ પણ વાંચો : Gandhinagar : નાના ચિલોડામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત ! અડફેટે આવતા આધેડને હાથના ભાગે થયું ફ્રેક્ચર, જુઓ Video
ત્યારબાદ 10-40 વાગ્યે તેઓ માણસાની સબ રજિસ્ટ્રાર કચેરીનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અમિત શાહ માણસા સ્થિત બહુચર માતાજીના મંદિરે પૂજન-અર્ચન કરી મા બહુચરને શિશ ઝૂકાવશે. સવારે 11-10 વાગ્યે અમિત શાહ માણસામાં NSGના નવા ભવનનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત સરકારના વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
માણસામાં NSGના નવા ભવનનું કરશે ખાતમુહૂર્ત
ગૃહપ્રધાન બપોરે 1-30 વાગ્યે રાંધેજા-બાલવા ફોર લેન રોડનું ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ 1-45 વાગ્યે તેઓ રાંધેજામાં સાર્વજનિક હોસ્ટિલના આધુનિકરણ કાર્યનું ખાતમુહૂર્ત કરશે. બપોરે 2 વાગ્યે ગાંધીનગરના સરઢવ ખાતેની સ્કૂલમાં ગાંધીનગર લોકસભાની 150 આંગણવાડીઓમાં રમતગમતના સાધનોનું લોકાર્પણ કરશે.
અમિત શાહ બપોરે 2-20 વાગ્યે રેવાબાઇ જનરલ હોસ્પિટલના આધુનિકરણના કાર્યનું ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ ગુડાના વિવિધ વિકાસકાર્યોની નાગરિકોને ભેટ આપશે. બપોરે 3-45 વાગ્યે અમિત શાહ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ટીચર્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
કોટેશ્વરમાં BSFના સૌથી મોટા અત્યાધુનિક યુનિટનું ભૂમિપૂજન કરાયુ
કચ્છમાં અમિતશાહે વિવિધ યોજનાનું ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કર્યુ હતુ. કચ્છના કોટેશ્વર ખાતે આકાર લઈ રહેલા BSFના સૌથી મોટા અને અત્યાધુનિક યુનિટનું ભૂમિપૂજન કર્યુ હતુ. BSFના મૂરિંગ પ્લેસનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ. આ ઉપરાંત BSFની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યુ. લોકાર્પણ સમારોહ પહેલા ગૃહમંત્રી અમિત શાહે કોટેશ્વરમાં BSF કેમ્પમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી.