AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

31 જાન્યુઆરીએ DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ થશે પૂર્ણ, ગુજરાતના નવા DGPને લઇને 3 નામ ચર્ચામાં

અગાઉ રાજ્યના DGP આશિષ ભાટિયાનો (DGP Ashish Bhatia) કાર્યકાળ લંબાવાયો હતો, તેમનો કાર્યકાળ 31 મે 2022એ જ પુર્ણ થયો હતો. પરંતુ તેમને હવે 8 મહિનાનુ એક્સેન્ટેશન આપવામાં આવ્યુ હતુ.

31 જાન્યુઆરીએ DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ થશે પૂર્ણ, ગુજરાતના નવા DGPને લઇને 3 નામ ચર્ચામાં
31 જાન્યુઆરીએ DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ થશે પૂર્ણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 4:47 PM
Share

ગુજરાતના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ થવાનો છે. ત્યારે નવા ડીજીપીને લઇને હવે ચર્ચાઓનો દોર શરૂ થયો છે. અગાઉ રાજ્યના DGP આશિષ ભાટિયાનો (DGP Ashish Bhatia) કાર્યકાળ લંબાવાયો હતો, તેમનો કાર્યકાળ 31 મે 2022એ જ પુર્ણ થયો હતો. પરંતુ તેમને હવે 8 મહિનાનુ એક્સેન્ટેશન આપવામાં આવ્યુ હતુ. જે પછી તેમનો કાર્યકાળ 31 જાન્યુઆરી સુધી રાજ્યના પોલીસ વડા તરીકે લંબાવાયો હતો. હવે આ કાર્યકાળ પૂરો થવાનો છે. ત્યારે નવા DGPને લઇને 3 નામો ચર્ચામાં છે.

ડીજીપી આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થશે

ગુજરાતના નવા ડીજીપીને લઇને ચર્ચાઓનો દોર શરૂ થયો છે. 31 જાન્યુઆરીએ ડીજીપી આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થવાનો હોવાથી આશિષ ભાટિયાના ઉત્તરાધિકારી તરીકે 3 નામો ચર્ચામાં છે. સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ, અજય તોમરના નામની ચર્ચા છે. નવા ડીજીપી તરીકે અતુલ કરવાલનું નામ સૌથી આગળ છે. સૌથી સિનિયર સંજય શ્રીવાસ્તવ એપ્રિલ મહિનામાં નિવૃત થઇ રહ્યા છે. સરકાર ઇચ્છે તો સંજય શ્રીવાસ્તવને 3 મહિના માટે DGPનો ચાર્જ આપી શકે છે. ચૂંટણી પહેલા ગુજરાત સરકારે કેન્દ્રને 6 નામ મોકલ્યા હતા.

શિવાનંદ ઝાની નિવૃત્તી બાદ કરાઇ હતી DGP તરીકે નિમણુક

તમને જણાવી દઈએ કે, IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. IPS આશિષ ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે. ગુજરાતના પોલીસ વડા પદેથી શિવાનંદ ઝાની નિવૃત્તી બાદ આશિષ ભાટિયાની નિમણૂંક કરાઈ હતી. જે પછી તેમનો કાર્યકાળ પુરો થવાનો હતો ત્યારે ગુજરાતની વિધાનસભા ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી આશિષ ભાટિયાનો કાર્યકાળ ગુજરાત પોલીસ વડા તરીકે લંબાવવામાં આવ્યો હતો.

આશિષ ભાટિયાની કામગીરી

અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટનો કેસ આશિષ ભાટિયાએ માત્ર 19 દિવસમાં જ ઉકેલી નાખ્યો હતો. 26 જુલાઈ 2008એ અમદાવાદમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા તે સમયે આશિષ ભાટિયા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ પોલીસ કમિશનર હતા. તેમણે અને SITની ટીમે ભેગા થઈ બ્લાસ્ટ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનનું મોડ્યુલ હોવાનું બહાર લાવી આખો કેસ ઉકેલ્યો હતો અને 30 જેટલા આરોપીઓને પકડી લીધા હતા.આ ઉપરાંત અમદાવાદમાં 2008માં લઠ્ઠાકાંડ થયો ત્યારે પણ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.ત્યારે આશિષ ભાટિયાએ મુખ્ય આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડ્યા હતા.

(વિથ ઇનપુટ- મિહિર ભટ્ટ, અમદાવાદ)

સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
g clip-path="url(#clip0_868_265)">