AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્ય સરકારનો સિનિયર સિટીઝન માટે નવો અભિગમ, શરૂ કરાઇ 24 કલાક કાર્યરત હેલ્પલાઇન

Help Age India હેઠળ 14567 હેલ્પલાઇન આજથી શરૂઆત કરવામાં આવી છે. જેના માધ્યમથી સવારે 8 થી સાંજે 8 સુધી સિનિયર સિટીઝન મદદ માટે સંપર્ક કરી શકે છે.

રાજ્ય સરકારનો સિનિયર સિટીઝન માટે નવો અભિગમ, શરૂ કરાઇ 24 કલાક કાર્યરત હેલ્પલાઇન
State government new approach senior citizens 24 hour helpline launched
Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 19, 2022 | 5:57 PM
Share

હવે રાજ્યમાં કોઈ પણ વૃદ્ધ વધતી જતી ઉંમર સાથે નિરાધાર ન થાય એ માટે ખાસ પહેલ રાજ્ય સરકારે કરી છે. રાજ્યમાં વરિષ્ઠ નાગરિકો માટે હેલ્પ લાઇનની શરૂઆત કરવામાં આવી છે. Help Age India હેઠળ 14567 હેલ્પલાઇન આજથી શરૂઆત કરવામાં આવી છે. જેના માધ્યમથી સવારે 8 થી સાંજે 8 સુધી સિનિયર સીટીઝન (senior citizen) મદદ માટે સંપર્ક કરી શકે છે.

મહત્વનું છે કે હેલ્પ એજ ઇંડીયા એ ગુજરાત રાજ્ય સરકાર (State government) ના વિવિધ આનુસંગિક ખાતાઓ જેવા કે, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ,પોલિસ વિભાગ, મહેસુલ વિભાગ, આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગ્રામ/શહેરી વિકાસ વિભાગ, રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, તમામ મહાનગર પાલિકા સત્ત મંડળ તેમજ વૃદ્ધોના ક્ષેત્રે કામ કરતી સરકારની માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ અને મંડળો સાથે વૃદ્ધોને લગતા પ્રશ્નો જેવાકે સાર-સંભાળ કાળજી, સલામતી, આરોગ્યની સેવાઓ, પરામર્શ, બચાવ અને પુન:સ્થાપન ની કામગીરી માટે ઉપરોક્ત દર્શાવેલ વિભાગો અને સંસ્થાઓ સાથે સંકલનમા રહી સહભાગિતાના ધોરણે કાર્ય કરશે.

શુ છે ધ્યેય?

રાજ્યના વરિષ્ઠ નાગરિકોની સહાનુભૂતિપૂર્વક સેવા કરીને સુખી અને સ્વસ્થ વૃદ્ધત્વની સુવિધા અને મદદરૂપ થવવા અને સરકારી એજન્સીઓ સહિત અત્યંત પ્રતિબદ્ધ ભાગીદારોના સમૂહ દ્વારા જરૂરી માહિતી અને હસ્તક્ષેપ પ્રદાન કરીને ભારતના વરિષ્ઠ નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે એક મંચ તરીકે કામ કરતી વિશ્વસનીય રાષ્ટ્રીય હેલ્પલાઇન બનાવીને વરિષ્ઠ નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું ધ્યેય છે.

હેલ્પલાઇનના ઉદ્દેશ્યો

આધાર અને માર્ગદર્શન આપવા માટે દેશના દરેક વરિષ્ઠ નાગરિક સુધી પહોંચવુ, વરિષ્ઠ નાગરિક કલ્યાણ માટે સરકારી યોજનાઓ અને કાર્યક્રમની માહિતીનો પ્રસાર કરવો, સરકારી કાર્યક્રમના અમલીકરણ સંબંધિત પ્રશ્નોની સુવિધા માટે પ્લેટફોર્મ પૂરું પાડવું, વરિષ્ઠ નાગરિકો માટે ફરિયાદ નિવારણ પદ્ધતિ પ્રદાન કરવી. વરિષ્ઠ નાગરિકોમાં આશા અને વિશ્વાસ કેળવવો અને તેમને ખુશીથી વૃદ્ધ થવામાં મદદ કરવી. વરિષ્ઠ નાગરિકોની વિવિધ આવશ્યકતાઓને સમજવા માટે અને, જરૂરી નીતિઓ અને અમલીકરણ પદ્ધતિ બનાવવી. તેનો ઉદ્દેશ્ય માહિતી, માર્ગદર્શન, ભાવનાત્મક ટેકો અને દુરુપયોગના કિસ્સામાં તાત્કાલિક સહાય પૂરી પાડવાનો છે.

કઈ સેવાઓનો મળશે લાભ

વરિષ્ડ નાગરિકોને આરોગ્ય (health), જાગૃતિ, નિદાન, સારવાર, વૃદ્ધાશ્રમ, ડે કેર સેન્ટર, માહિતી આપવી. વરિષ્ઠ નાગરિકને વ્યક્તિગત અને પારિવારિક બંને સ્તરેકાનૂની સલાહ, સરકારશ્રીની વૃધ્ધ પેન્શન માર્ગદર્શન, વરિષ્ઠ નાગરિકોને સરકારી યોજનાઓનું માર્ગદર્શન આપવું, વિવાદ નિરાકરણ માર્ગદર્શન -મિલકત,પડોશીઓ, વગેરે, ગુમ થયેલ અને ત્યજી દેવાયેલા વરિષ્ઠ નાગરિકોની સારસંભાળ અને સહાય, વરિષ્ઠ નાગરિકોને રહેવા માટે વૃધ્ધાશ્રમ અંગેની માહિતી પુરી પાડવી.

હેલ્પ લાઈનનો સમય

આ હેલ્પ લાઈન પર સવારે 8.00 થી સાંજના 8.00 કલાક સુધી ફોન(સંપર્ક) માટે ચાલુ રહેશે. આ હેલ્પ લાઈન 365 દિવસ ચાલુ રહેશે. હેલ્પ લાઇનનો કોન્ટેક નંબર-14567 છે.

અમલીકરણ

આ હેલ્પ લાઈન ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રાલય,નવી દિલ્હી અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ નિયામક સમાજ સુરક્ષા પ્રભાગ,ગાંધીનગર દ્રારા Help Age India Agencyને કોલ સેન્ટર અંગેની કામગીરી સોપવામાં આવેલ છે. આ હેલ્પલાઈન ભારત સરકાર સંચાલિત છે.રાજ્ય સરકાર દ્રારા તેનું અમલીકરણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ઊંઝા બજારમાં એક બોરી જીરુંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો, ખેડૂતો પણ રહી ગયા દંગ

આ પણ વાંચોઃ  રાજયમાં સૌથી વધુ અજમાના ભાવ હાપા માર્કેટીંગ યાર્ડમાં નોંધાયા, એક મણના 7000 સુધી હરાજીમાં ઉપજ્યા, જાણો શું છે કારણ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">