AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi એ વડનગરની જે શાળામાં અભ્યાસ કર્યો હતો તેનો હેરિટેજમાં સમાવેશ, બનશે પ્રેરણા કેન્દ્ર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના વતની છે અને નરેન્દ્ર મોદીએ વડનગરમાં પોતાનું બાળપણ વિતાવ્યું છે. વડનગર પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો છે.

PM Modi એ વડનગરની જે શાળામાં અભ્યાસ કર્યો હતો તેનો હેરિટેજમાં સમાવેશ, બનશે પ્રેરણા કેન્દ્ર 
Mehsana Vadnagar Kumar School (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 5:25 PM
Share

ગુજરાતના મહેસાણાના વડનગરમાં(Vadnagar)  વતની અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો તેની કાયાપલટ થવા જઇ રહી છે. જેમાં ગુજરાત સરકારે 3 માર્ચના રોજ રજૂ કરેલા બજેટમાં આ શાળાનો હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ 100 વર્ષ જૂની આ શાળાને લોકો માટે પ્રેરણા કેન્દ્ર (Prerna Kendra)  બનાવવાની પણ તૈયારી કરવામાં આવી છે. જેની માટે સરકારે બે કરોડનું બજેટ ફાળવ્યું છે. આ ઉપરાંત વડનગરમાં હેરિટેજ સ્થળોને પણ પર્યટકો માટે વિકસિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડનગરમાં આવેલ વર્ષો જૂની ગાયકવાડી સમયની પ્રાથમિક શાળાને પ્રેરણા કેન્દ્ર તરીકે હેરીટેજમાં સમાવી વિકાસ કરવામાં આવશે. વડનગરની 100 વર્ષ જૂની પ્રાથમિક શાળાના શિક્ષકો શાળાની વાતોને યાદ કરે છે.

નરેન્દ્ર મોદીએ વડનગરના પોતાનું બાળપણ વિતાવ્યું

મહેસાણા જિલ્લાનું વડનગર હાલમાં અનેક રીતે ગુજરાત અને દેશ વિદેશમાં નામના મેળવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના વતની છે અને નરેન્દ્ર મોદીએ વડનગરમાં પોતાનું બાળપણ વિતાવ્યું છે. વડનગર પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો છે. જેમાં પણ પી એમ મોદીએ જે શાળામાં અભ્યાસ કર્યો છે તે કુમાર શાળા હવે પ્રેરણા કેન્દ્ર બનશે.નરેન્દ્ર મોદીએ વડનગરની કુમાર શાળામાં ધોરણ 1 થી 7 સુધી અભ્યાસ કર્યો હતી. નરેન્દ્ર મોદીને તે સમયે અલગ અલગ શિક્ષકો અભ્યાસ કરાવતા હતા. જો કે આ શાળાને પ્રેરણા કેન્દ્ર બનાવવા માટે સરકાર દ્વારા લાંબા સમયથી આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ આ શાળામાં નવી પેઢીને પ્રેરણા મળી રહે તે પ્રકારનું શાળાનું નવું લુક આપવામાં આવશે.

 વડનગર રેલવે સ્ટેશન પણ હેરિટેજ લુક આપવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત બાળપણમાં નરેન્દ્ર મોદી જ્યાં ચા વેચતા હતા તે વડનગરમાં આવેલા આ રેલવે સ્ટેશન પણ હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. આ સ્ટેશન સાથે પીએમ મોદીની અગણિત યાદો પણ જોડાયેલી છે, જેથી વડનગરને ઐતિહાસિક રેલવે સ્ટેશનની મોટી ભેટ આપી છે. નરેન્દ્ર મોદી પિતા સાથે જ્યાં ચા વેચતા હતા એ દુકાન પણ હાલમાં પણ છે. સમગ્ર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે, જેમાં વડનગર, મોઢેરા, પાટણ હેરિટેજ સર્કિટની રીતે બનાવાયું છે.

આ પણ વાંચો : Ahmedabad: સિટી બસની સેવા લેનારી કોર્પોરેશને જ 2 વર્ષથી નથી ચુકવ્યુ ભાડુ, ખોટમાં ચાલતી AMTSનું કોર્પોરેશને કરોડોનું ભાડુ નથી ભર્યુ

આ પણ વાંચો : Surat : મહાઠગબાજ ભુવો આખરે પોલીસ ગિરફ્તમાં, ભોગ બનનાર મહિલાએ કરી હતી આત્મહત્યા

અમિરગઢ બોર્ડર પર તપાસ દરમિયાન દારૂની ત્રણ પેટી મળી, બેની અટકાયત
અમિરગઢ બોર્ડર પર તપાસ દરમિયાન દારૂની ત્રણ પેટી મળી, બેની અટકાયત
થર્ટી ફર્સ્ટની પૂર્વસંધ્યાએ અમદાવાદમાં પોલીસ એક્શન મોડમા
થર્ટી ફર્સ્ટની પૂર્વસંધ્યાએ અમદાવાદમાં પોલીસ એક્શન મોડમા
જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર હુમલો
જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર હુમલો
અમદાવાદમાં AQI 463 પર પહોંચ્યો
અમદાવાદમાં AQI 463 પર પહોંચ્યો
બટાકાવડા માંથી વંદો નીકળતાં ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
બટાકાવડા માંથી વંદો નીકળતાં ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
પોરબંદરમાં વાતાવરણમાં પલટો, ભર શિયાળે કમોસમી વરસાદ
પોરબંદરમાં વાતાવરણમાં પલટો, ભર શિયાળે કમોસમી વરસાદ
તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો, મેળાવડામાં દરેકને આમંત્રિત કરો
તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો, મેળાવડામાં દરેકને આમંત્રિત કરો
સુભાષબ્રિજ બાદ ઈન્કમટેક્સ બ્રિજ ક્ષતિગ્રસ્ત, AMC પર ફરી સવાલ
સુભાષબ્રિજ બાદ ઈન્કમટેક્સ બ્રિજ ક્ષતિગ્રસ્ત, AMC પર ફરી સવાલ
દૂધસાગર ડેરીમાં રેકોર્ડ બ્રેક દૂધની આવક, પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ
દૂધસાગર ડેરીમાં રેકોર્ડ બ્રેક દૂધની આવક, પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ
પ્રેમલગ્ન વિવાદ: સ્વામીનારાયણના સંતે લગ્ન વ્યવસ્થા ઉપર કરી ભદ્દી મજાક
પ્રેમલગ્ન વિવાદ: સ્વામીનારાયણના સંતે લગ્ન વ્યવસ્થા ઉપર કરી ભદ્દી મજાક
g clip-path="url(#clip0_868_265)">