જાસપુરના રહીશો છેલ્લા 3 મહિનાથી મનપાની બેદરકારીના પાપે નર્કાગારની સ્થિતિમાં જીવવા લાચાર- જુઓ Video

|

Jul 25, 2024 | 1:29 PM

ગાંધીનગર: લોકોને રાહત મળે તે માટે સરકાર વિવિધ યોજનાઓ ઘડે છે. પણ, સરકારના જ અણઘડ વહીવટને કારણે આ યોજનાઓ રાહત આપવાને બદલે "આફત"નો પર્યાય બની જાય છે. અને હાલ કંઈક આવી જ આફતનો સામનો કરી રહ્યા છે ગાંધીનગરના જાસપુર ગામના રહેવાસીઓ

ગાંધીનગર મહાનગરપાલિકાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વૈષ્ણોદેવી સર્કલથી કલોલના રસ્તે આવતા જાસપુર ગામે બનાવવામાં આવ્યો છે. પાણીને શુદ્ધ કરતો આ પ્લાન્ટ જાસપુરના ખેડૂતો માટે પ્રદૂષિત પાણીનો પર્યાય બન્યો છે. છેલ્લા ત્રણ ચાર મહિનાથી જાસપુરની આજુબાજુમાં આવેલ ખેતરોમાં STP ના પાણી ફરી વળતા ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ ચૂક્યો છે.

નવો પ્લાન્ટ તો બનાવ્યો પરંતુ તેમા લાઈન નાખવાનુ ભૂલી ગયુ તંત્ર,

ગાંધીનગરના પ્રદૂષિત પાણીને શુદ્ધ કરવા માટે જાસપુર ગામ પાસે મનપાનો 66 MLD નો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાયો છે. પાણીના શુદ્ધિકરણ માટે બનાવવામાં આવેલ STP પ્લાન્ટ જાસપુર-લીલાપુરના ગ્રામજનો માટે માથાના દુઃખાવા સમાન બન્યો છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટની વહનક્ષમતા કરતા વધારે પાણી આવવાને કારણે વધારાનું પાણી ટ્રીટમેન્ટ થવાને બદલે જાસપુરના ખેતરો અને રસ્તા પર વહી રહ્યું છે. અહીં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ક્યા પ્રકારની સ્થિતિ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી જોવા મળી રહી છે. પ્રદૂષિત પાણીને કારણે જાસપુર આજુબાજુના લગભગ 150 વીઘા જમીનમાં ઉભો પાક નાશ પામ્યો છે. સાથે જ રોડ પણ ધોવાઈ ચૂક્યા છે. તંત્ર આ બેદરકારીને કારણે અહીંના સ્થાનિકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા ત્રણ ચાર મહિનાથી સ્થાનિકો નર્કાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે.

ત્રણ-ત્રણ મહિનાથી માર્ગો પર અને ખેતરોમાં ગટરના પાણી વહી રહ્યા છે

છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ગટરનાના પાણી ખેતરોમાં વહેતા ખેડૂતોનો ઉનાળુ બાદ હવે ચોમાસુ પાક પણ નાશ પામે એવી સ્થિતિ છે. કુદરતી આપત્તિનો માર વધુ સમય સુધી નુકસાન નથી આફતો પરંતુ ગાંધીનગર મનપાની ઘોર બેદરકારીને કારણે ખેડૂતોને હાલ જાન અને માલ બંનેનું નુકસાન અત્યંત મોંઘુ સાબિત થઈ રહ્યુ છે. જાસપુરમાં 76 MLDનનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છેલ્લા અનેક વર્ષોથી કાર્યરત છે પરંતુ ગાંધીનગરનો વ્યાપ વધતા GUDA દ્વારા 52 કરોડના ખર્ચે નવો 65MLDનો પ્લાન્ટ તો બનાવ્યો પરંતુ તેમા ટ્રીટ કરેલુ પાણી નાખવા માટેની લાઈન જ ન બનાવી અને આ પાણી ત્યા આવેલા 76MLD ની પાટનગરની જૂની લાઈનમાં નાખવા નું શરૂ કર્યું. જેમાં પાણી ટ્રીટ ના થઇ શક્યું અને સીધું ગટરનું પાણી ઓવરફ્લો થઈ માર્ગો ઉપર અને ખેતરોમાં વહી રહ્યુ છે. આ મુશ્કેલી છેલ્લા ત્રણથી ચાર મહિનાથી ખેડૂતો અને સ્થાનિકો સહન કરી રહ્યા છે પરંતુ નિંભર બની ગયેલા તંત્રના અધિકારીઓને તેમની કંઈ પડી નથી.

સૂતી વખતે તકિયા નીચે તુલસીના પાન રાખવાના ફાયદા, જાણી ચોંકી જશો
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પુત્રીનો પ્રથમ ફોટો શેર કર્યો
Jaggery Benefits : રોજ થોડોક ગોળ ખાવાથી શું ફાયદો થાય છે?
ગિલોય અને હળદરનું પાણી પીવાથી થાય છે અનેક લાભ
શાહરૂખ ખાનના બર્થડે સેલિબ્રેશનની Inside તસવીર, જુઓ કોણ આવ્યું હતું પાર્ટીમાં?
કયા વિટામિનની ઉણપથી ગળામાં ચાંદા પડે છે?

ખેડૂતોનો ઉનાળુ પાક નાશ પામ્યો, પ્રદૂષિત પાણીને કારણે રોગચાળો વધ્યો

સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટ્રીટમેન્ટ કર્યા વગરના પાણી રસ્તાઓ અને ખેતરોમાં પર ફરી વળતા માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ લોકોના આરોગ્યને પણ નુકસાન થઈ રહ્યું છે. મચ્છરજન્ય રોગો અને હવામાં દુર્ગધથી લોકો પરેશાન છે.ગટરના પાણી ખેતરોમાં જવાથી જમીનની ફળદ્રપતા અંગે પણ ખેડૂતો ચિંતિત છે. સતત ભરાયેલા રહેતા ગંદા પાણીને કારણે આ વિસ્તારના લોકોમાં એલર્જી, ખંજવાળ અને ચામડીના રોગોનું પ્રમાણ વધ્યુ છે. ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ મળે તેવી લોક માગ ઉઠી છે. લોકો આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે જો આ ડ્રેનેજના પાણીનો નિકાલ નહીં આવે તો હવે તેઓ કાયદો હાથમાં લેતા પણ નહીં અચકાય. પ્રદૂષિત પાણીનો નિકાલ નહીં થાય તો STP પ્લાન્ટને તાળા મારી દઈ ગાંધીનગર કુચ કરવાની પણ ચીમકી પણ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:26 pm, Thu, 25 July 24

Next Article