આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, સૌરાષ્ટ્રને આપશે અનેક ભેટ, ગાંધીનગરમાં સેમિકોન ઇન્ડિયા 2023 કાર્યક્રમનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ હિરાસર એરપોર્ટનું (Hirasar Airport) લોકાર્પણ કરવાના છે. તો સૌરાષ્ટ્રને SAUNI યોજનાના 2 પ્રોજેક્ટની ભેટ પણ આપવાના છે. સાથે જ PM મોદી ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું કરશે ઉદ્ધાટન કરશે.

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, સૌરાષ્ટ્રને આપશે અનેક ભેટ, ગાંધીનગરમાં સેમિકોન ઇન્ડિયા 2023 કાર્યક્રમનું કરશે ઉદ્ઘાટન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 12:48 PM

Gandhinagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આવતીકાલ(ગુરૂવાર)થી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. બે દિવસ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તો અનેક કાર્યક્રમ લોકાર્પણ અને ઉદ્ઘાટન સહિતના કામ કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ હિરાસર એરપોર્ટનું (Hirasar Airport) લોકાર્પણ કરવાના છે. તો સૌરાષ્ટ્રને SAUNI યોજનાના 2 પ્રોજેક્ટની ભેટ પણ આપવાના છે. સાથે જ PM મોદી ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું કરશે ઉદ્ધાટન કરશે.

આ પણ વાંચો-Tender Today : ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવાના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો સમગ્ર કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ રાજકોટમાં હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે. લોકાર્પણ બાદ તેઓ જાહેરસભાને સંબોધવાના છે. તો સંબોધન બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થશે. સર્કિટ હાઉસમાં તેઓ CM ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રધાનમંડળ સાથે ડિનર કરવાના છે. પ્રદેશ પ્રમુખ સહિત પક્ષના હોદ્દેદારો આ સમયે હાજર રહેવાના છે. નવી સરકાર બાદ રાજ્યના પ્રધાનો સાથે તેઓ પ્રથમ બેઠક કરવાના છે. PM મોદી 28 જુલાઈએ ત્રિદિવસીય દિવસીય સેમિકોન સમિટનું ઉદ્ઘાટન કરશે. મહાત્મા મંદિર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા’ સમિટ યોજાવાની છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

શું છે હિરાસર એરપોર્ટની ખાસિયત

27 જુલાઈએ વડાપ્રધાન મોદી જે હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે તે રૂ.1,400 કરોડના ખર્ચે તૈયાર થયું છે. 2,500 એકરમાં હિરાસર એરપોર્ટનું નિર્માણ થયું છે. હિરાસર એરપોર્ટના વિકાસ માટે 1,500 એકર જમીન આપવામાં આવી હતી. જે પછી એરપોર્ટમાં 250 એકર ગ્રીન ઝોન, 524 એકર જમીન મુસાફરોની સુવિધા માટે વિકસાવાવાઇ છે. કુલ 250 એકર જમીનમાં એરપોર્ટનું એવિએશન પાર્ક તૈયાર કરવામાં આવ્યુ છે.

સૌરાષ્ટ્રને મળશે SAUNI યોજનાના 2 પ્રોજેક્ટની ભેટ

વડાપ્રધાનના હસ્તે સૌરાષ્ટ્રને SAUNI યોજનાના 2 પ્રોજેક્ટની ભેટ મળશે. જેના થકી 95 ગામોની 52,398 એકર જમીનને સિંચાઈનો લાભ મળશે. 98 હજાર લોકોને પીવા માટે નર્મદાના નીર ઉપલબ્ધ થશે. અત્યાર સુધીમાં SAUNI યોજનાનું 95 ટકા કામ પૂર્ણ થયુ છે. 115 જળાશયોમાંથી 95 જળાશયો યોજના સાથે જોડાયા છે. આશરે 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઈનો લાભ ખેડૂતોને મળવાનો છે. લગભગ 80 લાખની વસ્તીને નર્મદાનું પાણી મળી રહ્યું છે.

સેમિકન્ડક્ટર હબ બનશે ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જુલાઇએ ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ગાંધીનગરમાં ઉદ્ધાટન કરશે. ગાંધીનગરમાં સેમિકન્ટક્ટર્સની અત્યાધુનિક ટેક્નોલોજી અંગે પ્રદર્શન યોજાવાનું છે. ગુજરાતના આંગણે દિગ્ગજ કંપનીઓ આવવાની છે. કેન્દ્રીય પ્રધાનો પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશમાં રોકાણની તકો અંગે પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવશે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી રજૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનવા જઇ રહ્યુ છે. રૂ.22,500 કરોડના ATMP પ્રોજેક્ટની સ્થાપના માટે MoU કરવામાં આવશે. ATMP સુવિધા શરૂ કરવા સાણંદની પસંદગી કરાઇ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">