ગુજરાતની(Gujarat) ગાંધીનગર મહાનગરપાલિકાની(Gandhinagar Corporation) 11 વોર્ડની 44 બેઠકો માટે રવિવારે મતદાન શરૂ થયું છે. જે અંતર્ગત પીએમ મોદીના માતા હીરા બા એ પણ મતદાન કર્યું હતું.
ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણી માટે મતદાન શરૂ છે. જેમાં મતદાનના પ્રથમ અઢી કલાકમાં 6 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં સવારના નીરસ મતદાન બાદ હવે મતદારોમાં ઉત્સાહ વધી રહ્યો છે. તેમજ વોર્ડ નં 4માં સેક્ટર 20 સરકારી પ્રાથમિક શાળામાં મતદારોની લાઇન લાગી છે.
આ ઉપરાંત સવારથી શરૂ થયેલા મતદાનમાં અનેક બુથ પર EVMમાં ખામી સર્જાઈ હતી. જેમાં સેક્ટર 21, 22 અને 24માં EVMમાં ખામી સર્જાઈ હતી. તેમજ ફરિયાદ બાદ ઇવીએમ બદલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સેક્ટર 6 સરકારી શાળા મતદાન મથક પર વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. જેમાં સિનિયર સીટીઝન માટે વ્હીલચેરની સુવિધા ન હતી. 86 વર્ષના મતદાર મતદાન કરવા આવ્યા પણ વ્હીલચેર ના મળી જેના પગલે મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. વ્હીલચેર ન હોવાને કારણે 86 વર્ષના બા મતદાન કરવા ન જઇ શક્યા.તેમને કમરમાં તકલીફ અને કેન્સરનું ઓપરેશન કર્યું હોવાથી તેઓ ચાલી શકે તેમ ન હતા.
ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે 3 ઓકટોબરે રવિવારના રોજ મતદાન યોજાશે. જેમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે,
આ મતદાન મથકો પર 1500થી વધુ કર્મચારી, અધિકારી ફરજ પર તૈનાત કરાયા છે. ગાંધીનગરના 144 સંવેદનશીલ મતદાન મથક પર પોલીસ તંત્રએ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
આ પણ વાંચો : છોટા ઉદેપુરના નસવાડીના નાગરિકો પરેશાન, એક વર્ષના વાયદા બાદ પણ કોઝવે રીપેર ના થયો
આ પણ વાંચો : ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંગ્રામ, 122 બેઠકની ચૂંટણી અને 96 બેઠકની પેટાચૂંટણી
Published On - 10:56 am, Sun, 3 October 21