ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંગ્રામ, 122 બેઠકની ચૂંટણી અને 96 બેઠકની પેટાચૂંટણી
ગુજરાતમાં આજે કોર્પોરેશન,નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ 218 બેઠક માટે મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં 122 બેઠકની ચૂંટણી અને 96 બેઠકની પેટાચૂંટણી માટે મતદાન શરૂ થયું છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. ગાંધીનગર મનપાની 44 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. જ્યારે અમદાવાદ મનપાની 2 અને જૂનાગઢ મનપાની 1 બેઠકની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું છે.આમ 3 મનપાની 47 બેઠકો માટે મતદાન યોજાશે
જ્યારે રાજ્યની 3 નગરપાલિકા થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકાની 78 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. જ્યારે 26 નગરપાલિકાની 42 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું છે.
આ ઉપરાંત રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીની વાત કરીએ તો રાજ્યની 7 જિલ્લા પંચાયતની 8 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. જ્યારે 37 તાલુકા પંચાયતની 43 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન પ્રકિયા હાથ ધરાશે.
આ પણ વાંચો : AHMEDABAD : રાજ્યમાં હવે દરેક જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બનાવવા સરકારને દરખાસ્ત કરવામાં આવશે
આ પણ વાંચો : GANDHINAGAR મહાનગરપાલિકાની ચૂંટણીમાં 34 સંવેદનશીલ બુથ પર સતત વીડિયોગ્રાફી કરવામાં આવશે