છોટા ઉદેપુરના નસવાડીના નાગરિકો પરેશાન, એક વર્ષના વાયદા બાદ પણ કોઝવે રીપેર ના થયો

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક વર્ષ પૂર્વે રિપેરિંગ માટે ખાતમૂહર્ત કર્યું હતુ. પરંતુ આજદિન સુધી કામગીરી ન થતા લોકોમાં નારાજગી ઉભી થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 9:37 AM

છોટાઉદેપુરના(chhota udaipur)  નસવાડી(Naswadi)  નજીક આવેલ કાધા અને ઘઢ બોરીયાદના કોઝવે (Causeway)  ઉપર લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક વર્ષ પૂર્વે રિપેરિંગ માટે  ખાતમૂહર્ત કર્યું હતુ. પરંતુ આજદિન સુધી કામગીરી ન થતા લોકોમાં નારાજગી ઉભી થઈ છે.

આ કોઝ-વે 100 થી વધુ ગામને જોડે છે. તેમજ સામાન્ય વરસાદ પડે તો પણ આ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે. તેમજ લોકોને અવર જવર માટે પાણી ઉતરવાની કલાકો સુધી રાહ જોવી પડે છે. તેમજ વિરોધ પ્રદર્શન કરીને આ લોકોએ 11 ઓકટોબરના રોજ મામલતદાર કચેરી બહાર ધરણા કરશે તેવી ચીમકી આપી છે.

આ ઉપરાંત છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુંડા ગામની હાલત ચોમાસામાં બદતર થઈ જાય છે. ડુંગર વિસ્તારમાં આવેલા કુંડામાં વિકાસનું એક નાનું સરખું ચિત્ર પણ જોવા મળતું નથી. કુંડા જવા-આવવાનો પાકો રસ્તો આજ દિવસ સુધી નથી બન્યો.આ રસ્તામાં વચ્ચે આવતી 300 મીટરની કોતરમાં ધસમસતાં વરસાદી પાણી વચ્ચે ગામલોકોએ રેશનિંગનો સામાન સામે કિનારે પહોંચાડવો પડે છે.

આટલું ઓછું હોય તેમ અહીં આજ સુધી કોઝ-વે પણ બનાવવામાં નથી આવ્યો. જેના કારણે લોકો પાણીના જોખમી પ્રવાહ વચ્ચેથી પસાર થવા મજબૂર બને છે.એમાં પણ કોતરમાં ક્યારેક વધારે પાણી આવી જાય ત્યારે ગામ સંપર્કવિહોણું બની જાય છે.

આવી સ્થિતિમાં તો દર્દીઓને દવાખાને લઈ જવાની કે બાળકોને શાળાએ જવાની વાતની કલ્પના જ ન કરી શકાય ગામલોકોની માંગ છે કે કોતરમાં જેમ બને તેમ જલદી એક કોઝ-વે બનાવવામાં આવે જેથી તેમને આટલી તકલીફો ન પડે.

આ પણ વાંચો :  બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાનો વિવાદ વકર્યો, નગર સેવકોને એડમિનિસ્ટ્રેશન મ્યુનિસિપલ કમિશનર સમક્ષ હાજર થવા આદેશ

આ પણ વાંચો : ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંગ્રામ, 122 બેઠકની ચૂંટણી અને 96 બેઠકની પેટાચૂંટણી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">