Panchmahal : હાલોલમાં બે બાળકોના શંકાસ્પદ મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનો થશે ખુલાસો

પંચમહાલના હાલોલના આંબાવાડીયા ગામના નાના ફળિયામાં રહેતા પરમાર પરિવાર રાત્રે જમી પરવારી સૂઈ ગયો હતો. વહેલી સવારે આકસ્મિક રીતે બંને બાળકોને ઊલટી થઇ હતી.

Panchmahal : હાલોલમાં બે બાળકોના શંકાસ્પદ મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનો થશે ખુલાસો
Panchmahal: Suspected death of two children in Halol, postmortem report reveals deaths

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના આંબાવાડીયા ગામમાં બે માસૂમ બાળકોના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે. આ ઘટનામાં સગા બે ભાઈઓ ચાર વર્ષનો શિવમ અને અઢી વર્ષના ચિંતનનું મોત થયું છે. પાવાગઢ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને મૃતદેહોનું પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

બંને બાળકોને ઊલટી થયા બાદ સારવાર માટે ખસેડાયા હતા
પંચમહાલના હાલોલના આંબાવાડીયા ગામના નાના ફળિયામાં રહેતા પરમાર પરિવાર રાત્રે જમી પરવારી સૂઈ ગયો હતો. વહેલી સવારે આકસ્મિક રીતે બંને બાળકોને ઊલટી થઇ હતી. બાદમાં બંને બાળકોની તબિયત લથડી હતી. જેથી બંને બાળકોને હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ તબીબે બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા.ઘટનાના પગલે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ગામ લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. અને મૃતક બાળકોના પરિવારે પેનલ પોસ્ટ મોર્ટમની માગ કરી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ સામે આવશે
પોલીસે બંને બાળકોના પેનલ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. બાળકોના મોતનું કારણ જાણવા પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.પાવાગઢ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને હાલોલ પંથકમાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બંને બાળકોના મોતનું સાચું કારણ બહાર આવશે.

હાલ તો આ બંને બાળકોના મોતને લઇને આસપાસના વિસ્તારમાં તરેહતરેહની વાતો થઇ રહી છે. પરંતુ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોત મામલે ખુલાસો થશે. કે બિમારીને કારણે મોત થયું છેકે પછી અન્ય છે કોઇ કારણ ? તેની હવે રાહ જોવી રહી.

આ પણ વાંચો : દબાણ અને ગેરકાયદે બાંધકામ સામે AMCની મેગા ડ્રાઈવ, ત્રણ મહિનામાં 1100 કરોડના 28 પ્લોટમાં થયેલા દબાણો દૂર કર્યા

આ પણ વાંચો : Girsomnath : પ્રદેશ ભાજપ પ્રમુખના હસ્તે ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત, દેશનું સૌથી ભવ્ય “કમળ” આકારનું કાર્યાલય બનશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati