ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દ્વિ દિવસીય સેમિનારનું આયોજન

રાજ્યની સરકારી, ખાનગી અને સેક્ટોરિયલ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને IQAC કો-ઓર્ડિનેટર સહિતના આશરે ૨૪૦ મહાનુભાવો સેમિનારમાં ઉપસ્થિત રહેશે.

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દ્વિ દિવસીય સેમિનારનું આયોજન
Higher Education (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 9:40 PM

ગુજરાતમાં(Gujarat)ઉચ્ચ શિક્ષણને(Higher Education)આંતરરાષ્ટ્રીય કક્ષાનું (International Level) બનાવવા માટે ટેન્ટ સીટી-2  સ્ટેચ્યૂ ઓફ યુનિટી(Statue Of Unity) નર્મદા ખાતે બે દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૩ અને ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ આયોજિત આ સેમિનારમાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રારને IQAC કો-ઓર્ડિનેટર હાજરી આપશે.

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કુબેર ડીંડોર અને કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આ સેમિનારનો શુભારંભ થશે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે. હૈદર અને ઉચ્ચ, ટેકનિકલ શિક્ષણના નિયામકશ્રી પણ કાર્યક્રમમાં સહભાગી થશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યની સરકારી, ખાનગી અને સેક્ટોરિયલ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને IQAC કો-ઓર્ડિનેટર સહિતના આશરે ૨૪૦ મહાનુભાવો સેમિનારમાં ઉપસ્થિત રહેશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ સેમિનાર અંગેની રૂપરેખા આપતા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે હૈદર જણાવે છે કે, ભારતીય શિક્ષણ પ્રણાલિ એ ૮૦૦ યુનિવર્સિટીઓ, ૩૯,૦૦૦ કોલેજ અને ૨૦ મિલિયનથી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની વિશ્વની બીજી સૌથી મોટી ઉચ્ચ શિક્ષણ પ્રણાલિ છે. વળી, ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એવા અભ્યાસક્રમો-ડિગ્રીઓ ઓફર કરે છે જે ગુણવત્તાની દ્રષ્ટીએ વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક છે, ત્યારે આ સેમિનાર વૈશ્વિક બજારમાં ભારતીય શિક્ષણ પ્રણાલિને વધુ સ્પર્ધાત્મક બનાવશે.

આ સેમિનારમાં રાજ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીઓની રચનાની સંભાવના અને વર્તમાન યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષા પર લઈ જવાની સંભાવનાઓ અંગે ચર્ચા-વિચારણા થશે. સેમિનારમાં QS Ranking,NIRF Ranking ના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો માર્ગદર્શન આપશે.

આ પણ વાંચો : કાશી વિશ્વનાથ ધામ કોરિડોરના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના 15 સંતો હાજર રહેશે 

આ પણ વાંચો:  વડોદરાની SSG અને નરહરિ હોસ્પિટલને ICU ઓન વ્હીલ એમ્બ્યુલન્સ આપવામાં આવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">