AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં આજથી RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરુઆત, 82,509 જેટલી બેઠકો માટે ભરાશે ફોર્મ

Gandhinagar News : 10 થી 22 એપ્રિલ સુધીમાં વાલીઓ પોતાના બાળક માટે ફોર્મ ભરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે આ માટે 1 જૂન 2023 સુધીમા 6 વર્ષ બાળકે પૂર્ણ કરેલા હોવા જોઈએ.

ગુજરાતમાં આજથી RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરુઆત, 82,509 જેટલી બેઠકો માટે ભરાશે ફોર્મ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2023 | 12:02 PM
Share

ગુજરાતમાં આજથી રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થયો છે. રાજ્યની 9856 ખાનગી પ્રાથમિક સ્કૂલોની 82,509 જેટલી બેઠકો પર RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યની ખાનગી સ્કૂલોમાં ધોરણ-1માં પ્રવેશ માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો- US ભણવા જતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, અમેરિકાના આ પગલાંને કારણે ભણવા જતાં વિદ્યાર્થીઓના ખિસ્સા પર થશે અસર

10 થી 22 એપ્રિલ સુધીમાં વાલીઓ પોતાના બાળક માટે ફોર્મ ભરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે આ માટે 1 જૂન 2023 સુધીમા 6 વર્ષ બાળકે પૂર્ણ કરેલા હોવા જોઈએ. RTEના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. આ વખતે વાલીઓએ ફોર્મ ભરતી વખતે ઈન્કમટેક્સ રિટર્ન પણ ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે.જો ઈન્કમટેક્સ રિટર્ન ભરતા ન હોય તે સંજોગોમાં આવકવેરાને પાત્ર આવક થતી ન હોવા અંગેનું સેલ્ફ ડેક્લેરેશન આપવાનું રહેશે.

તાજેતરમાં આરટીઈની પ્રવેશ કાર્યવાહીને લઈને સત્તાવાર જાહેરાત કરાઈ હતી. જેમાં 9 એપ્રિલ સુધી વાલીઓને ડોક્યુમેન્ટ એક્ત્ર કરવા માટે સમય આપવામાં આવ્યા બાદ હવે 10એપ્રિલ એટલે આજથી પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ખાનગી શાળાઓમાં શરુ થઇ ગઇ છે પ્રવેશ પ્રક્રિયા

જો કે સંયુક્ત શિક્ષણ નિયામકના પરિપત્ર મુજબ અને નવી શિક્ષણ નીતિ મુજબ બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ 1માં પ્રવેશની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24માં પહેલી જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ થવી જરૂરી રહેશે. બાળકની ઉંમર 1 જૂનના રોજ 6 વર્ષ કરતા ઓછી હશે, તો પ્રવેશ આપી શકાશે નહિ. ખાનગી શાળાઓમાં એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે.

શું છે RTE ?

RTE Full Form “Right to Education” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “શિક્ષણનો અધિકાર” થાય છે. આ આપણા સંવિધાનનો એક અધિનિયમ છે જેનું પૂરું નામ Right of Children to Free and Compulsory Education Act, 2009 છે. આ અધિનિયમ 1 એપ્રિલ 2010 થી લાગુ કરવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -2009ની કલમ 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % મુજબ વિનામૂલ્ય ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">