US ભણવા જતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, અમેરિકાના આ પગલાંને કારણે ભણવા જતાં વિદ્યાર્થીઓના ખિસ્સા પર થશે અસર
US Study Visa : અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા ફી વધારવાનો નિર્ણય લીધો છે. યુએસ સરકારની ઓફિશ્યલ વેબસાઇટ state.gov પર આની જાહેરાત કરવામાં આવી હતી. ચાલો જાણીએ કે, ફીમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે.
Study in US : ભારતમાંથી અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા લાખોમાં છે. આવી સ્થિતિમાં આ વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર છે. અમેરિકાએ તમામ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે વિદ્યાર્થી વિઝા ફીમાં ફેરફાર કર્યો છે. જેની સીધી અસર અમેરિકામાં ભણતા ભારતીયો પર પડશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે જાહેરાત કરી છે કે હવે સ્ટુડન્ટ વિઝા ફીમાં $25 (લગભગ રૂપિયા 2 હજાર)નો વધારો કરવામાં આવ્યો છે. વધેલી ફી 30 મે, 2023થી લાગુ થશે.
આ પણ વાંચો : US Visaને લઈ Good News, હવે થોડા અઠવાડિયામાં જ અમેરિકાના વિઝા મળશે, ઈન્ટરવ્યુની રાહ જોવાના સમયમાં 60% ઘટાડો
યુએસ સરકારની ઓફિશિયલ વેબસાઇટ state.gov પર વધેલી ફીની જાહેરાત કરવામાં આવી હતી. ઓફિશિયલ નોટીસ અનુસાર વિદ્યાર્થી વિઝા ફી જે હાલમાં US$160 છે, તે વધીને US $185 થશે. આ ફી 30 મે, 2023થી લાગુ થશે. આવી સ્થિતિમાં અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓના ખિસ્સા પર અસર થવાની છે.
નોટિસમાં શું કહેવામાં આવ્યું ?
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય વિભાગે 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના મેક્સીકન નાગરિકો માટે અમુક નોન-ઇમિગ્રન્ટ વિઝા એપ્લિકેશન (NIV) પ્રોસેસિંગ ફી અને બોર્ડર ક્રોસિંગ કાર્ડ્સ (BCC)માં વધારા અંગેનો અંતિમ નિયમ પ્રકાશિત કર્યો છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, બિઝનેસ અને ટુરિઝમ વિઝા (B1/B2s અને BCCs) અને અન્ય નોન-પીટીશન NIV જેમ કે સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝિટર વિઝા માટેની ફી $160 થી વધારીને $185 કરવામાં આવી છે.
અમેરિકા જવા વાળા વિદ્યાર્થીઓ વધારે
આનો અર્થ એ છે કે વર્તમાન વિનિમય મૂલ્ય મુજબ, ભારતીય વિદ્યાર્થીઓએ કોઈપણ અમેરિકન યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થી વિઝા ફી તરીકે 14,000 રૂપિયાથી વધુ ચૂકવવા પડશે. ઓપન ડોર્સ રિપોર્ટ 2022 અનુસાર અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. આ રીતે દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો હિસ્સો 11.8 ટકાથી વધીને 21 ટકા થયો છે.
છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળી રહ્યું છે કે, અભ્યાસ માટે વિદેશ જતાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓની પસંદગી અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા જેવા દેશો છે. અમેરિકા આમાં ટોપ પર છે, જ્યાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે.
એજ્યુકેશન, કરિયર, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ
એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો.