મુલાસણા જમીન વિવાદ કોંગ્રેસના જનમંચ પર પહોંચ્યો, જમીન વિવાદનો મુદ્દો ઉઠાવાશે વિધાનસભામાં
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાના વડપણ હેઠળ ગાંધીનગર માં જમીનના વિવાદોને લઈ બોલાવવામાં આવેલ જનમંચ કાર્યક્રમમાં પહેલીવાર મુલાસણા અને એની આજુબાજુના ગામના ખેડૂતો જોડાયા. જમીન વિવાદમાં કોંગ્રેસની મદદ અને જમીન કૌભાંડીઓને કડકમાં કડક સજા થાય એની માગ કરી હતી.
લેન્ડ ગ્રેબિંગ એકટથી ખેડૂતોની જમીન પડાવાઈ હોવાના આક્ષેપમાં ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ કે લાંગાની જે જમીન કૌભાંડમાં ધરપકડ થયેલી છે તે મુલાસણા પાંજરાપોળ જમીન વિવાદ કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યો હતો. મુલાસણા અને આજુબાજુના ખેડૂતો કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જમીન વિવાદમાં કોંગ્રેસની મદદ અને જમીન કૌભાંડીઓને કડકમાં કડક સજા થાય એની માંગ કરી હતી.
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાના વડપણ હેઠળ ગાંધીનગરમાં જમીનના વિવાદોને લઈ બોલાવવામાં આવેલ જનમંચ કાર્યક્રમમાં પહેલીવાર મુલાસણા અને એની આજુબાજુના ગામના ખેડૂતો જોડાયા હતા. ગામના ખેડૂતોએ કોંગ્રેસના મંચ પર પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે ત્રણ-ચાર પેઢીઓથી જે ખેડૂતો ગણોતિયા છે તેમની જમીન પડાવવામાં આવી. જે ખેડૂતોને કોર્ટના ધક્કા ખાવાના રૂપિયા ના હોય એમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદો કરાઈ. કુલ બે હજાર વિઘા જમીનમાં આવી રીતે કૌભાંડ કરી ખેડૂતો જમીન વિહોણા કરાયા અને જમીન પધરાવી દેવાઈ હતી.
સરકાર મુલાસણા અને આજુબાજુના ગામની પાંજરાપોળની જમીન પોતાના મળતીયાઓને આપવા માંગતી હોવાથી કાયદોમાં બદલાવ કરાયો અને ખેડૂતોને દબાવવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયા છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ખોટી રીતે ઉપયોગ કરી મુલાસણાંની જમીનો પડાવવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા અને માંગ કરી છે કૌભાંડીઓને ફાંસીની સજા કરવામાં આવે.
આ પણ વાંચો : Gujarati Video: ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2 વર્ષ પૂર્ણ કર્યા, જાણો તેમની સફર અને સિદ્ધિઓ વિશે
તત્કાલીન મુખ્યમંત્રી અને મંત્રીઓ સામે કાર્યવાહી કરો – ચાવડા
મુલાસણા જમીન વિવાદમાં પૂર્વ કલેકટર એસ.કે લાંગાની ધરપકડ થઈ ચૂકી છે અને કેસ ચાલી રહ્યો છે ત્યારે જનમંચમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ગૌચર અને પાંજરાપોળ માટેની 20 હજાર કરોડ કરતાં પણ વધારે ની જમીન સરકારના માનનીતા બે પગવાળા અખલાઓએ પચાવી પાડી છે. આ કેસમાં માત્ર કલેક્ટર કે અધિકારીઓ સામે નહીં પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને મંત્રીઓ પણ આ કૌભાંડમાં સંકળાયેલા છે ત્યારે એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. કોંગ્રેસ પક્ષ મુલાસણ અને આજુબાજુના ખેડૂતોની જમીનની લડતમાં એમની સાથે છે. સરકાર સાંભળતી નથી ત્યારે મહામહિમ રાષ્ટ્રપતિને પણ રજૂઆત કરીશું.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો