Gujarati Video : જમીન કૌભાંડમાં ધરપકડ કરેલા પૂર્વ આઈએએસ એસ કે લાંગાને આજે કોર્ટમાં કરાશે રજૂ, રિમાન્ડની માંગણી કરાશે

Gujarati Video : જમીન કૌભાંડમાં ધરપકડ કરેલા પૂર્વ આઈએએસ એસ કે લાંગાને આજે કોર્ટમાં કરાશે રજૂ, રિમાન્ડની માંગણી કરાશે

Harin Matravadia
| Edited By: | Updated on: Jul 12, 2023 | 2:18 PM

જમીન કૌભાંડમાં પૂર્વ IAS એસ કે લાંગાને રાજસ્થાન-ગુજરાત બોર્ડર પરથી ઝડપી લેવાયામાં આવ્યા છે. પૂર્વ IASને 10 હજાર કરોડના જમીન કૌભાંડના કેસમાં ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમણે હોદ્દાનો દુરુપયોગ કરીને જમીનના ખોટા દસ્તાવેજો કર્યા હતા.

land scam : ગાંધીનગરના (Gandhinagar) પૂર્વ IAS એસ કે લાંગાને રાજસ્થાન-ગુજરાત બોર્ડર પરથી ઝડપી લેવામાં આવ્યા છે. પૂર્વ IASને 10 હજાર કરોડના જમીન કૌભાંડના કેસમાં ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમણે હોદ્દાનો દુરુપયોગ કરીને જમીનના ખોટા દસ્તાવેજો કર્યા હતા.

આ પણ વાંચો : Gandhinagar : રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ જ્ઞાન સહાયકોની રાહે, શૈક્ષણિક સત્ર શરૂ થયાના એક મહિના પછી પણ પ્રવાસી શિક્ષકો ના મળ્યા

આમ તો રાજ્યમાં અનેક ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર તેમજ અપ્રમાણસર મિલકતોના કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ હાલમાં જ જે રીતે ગાંધીનગરમાં પૂર્વ કલેક્ટર એસ કે લાંગા વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી. 2018 થી 2019 ના વર્ષ દરમિયાન એસ.કે લાંગા કે જેઓ ગાંધીનગરના કલેકટર રહી ચૂક્યા હતા તે સમય દરમિયાન તેણે તેમના હોદ્દાનો દુરુપયોગ કરી તેમ જ પોતાના તે સમયના તત્કાલીન ચીટનીશ અને આર.એસ.સી તેમજ અન્ય મળતીયાઓ દ્વારા અનેક ભ્રષ્ટાચારો થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જમીનના ખોટા એન.એ હુકમો કરવા, સરકારમાં ભરવાનું થતું પ્રીમિયમ નહીં ભરવું, સરકારને આર્થિક નુકસાન કરવું, બિન ખેડૂતોને ખેડૂતો તરીકે બતાવવા તેમજ નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવી ખોટા પુરાવા ઉભા કરવા, ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેને ખરા તરીકે ઉપયોગ કરવો સહિતની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં તેઓ નિવૃત્ત થયા બાદ પણ દસ્તાવેજો અને હુકમોમાં સહી કરી પોતે હોદ્દા ઉપર નહીં હોવા છતાં ખોટા દસ્તાવેજો બનાવી જૂની તારીખમાં તેમની અમલવારી બતાવી તેમને ખરા તરીકે ઉપયોગ કરવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના આધારે પોલીસ તેની શોધખોળ હાથ ધરી હતી. ફરિયાદ નોંધાયાના બે મહિના બાદ એસ.કે લાંગાની પોલીસે માઉન્ટ આબુથી પોલીસે ધરપકડ કરી છે.

પૂર્વ કલેકટર લાંગા દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાની જાણ થતા તેમના દ્વારા લેવાયેલા નિર્ણયો બાબતે તપાસ કરવામાં આવી હતી અને એક વર્ષ તપાસ થયા બાદ તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. મહત્વનું છે કે પોલીસે ફરિયાદ નોંધાયા બાદ અંદાજિત 1 લાખ પાનાના દસ્તાવેજો કબજે કર્યા હતા જેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એસ.કે લાંગા અને તેમના પરિવારોના નામ પર અનેક જમીન, ફ્લેટ અને બંગલાઓ ખરીદવામાં આવેલા છે. જેમાંથી જૂનાગઢમાં ચાર બંગલા, માતરમાં જમીન તેમજ અમદાવાદના આસપાસના વિસ્તારોમાં લાંગાના પરિવારોના નામે મિલકતો આવેલી છે.

આ ઉપરાંત બાવળા ખાતે આવેલી રાઈસ મિલમાં એસ.કે લાંગા પાર્ટનર છે તેમજ અમીરાત બિલ્ડકોન કંપનીમાં પણ તેઓ પાર્ટનર હોવાની માહિતીઓ સામે આવી છે, જેના આધારે પોલીસ અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે. તો બીજી તરફ પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે લાંગા પોતે ખેડૂત નહિ હોવા છતાં પણ તેઓને ખેડૂત તરીકે દર્શાવવામાં આવ્યા છે જેથી તેમના મૂળ ગામ ભાણવડના શિવા ગામે તપાસ પણ આ અંગે તપાસ કરવામાં આવશે. અત્યાર સુધીની મહેસુલી તેમજ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે લાંગાના કલેકટર ના કાર્યકાળ દરમિયાન તેમણે સરકારને અંદાજિત 20 કરોડથી વધુનું નુકસાન કર્યું છે જેમાં સૌથી મોટું મુલસણા ગામની અલગ અલગ સર્વે નંબરની જમીનો માં ભ્રષ્ટાચાર તેમજ પાંજરાપોળમાં 99 વર્ષના ભાડા પટ્ટા ઉપર અને કબજામાં રહેલી જગ્યાઓમાં પણ ભ્રષ્ટાચાર કરી હોવાનું સામે આવ્યું છે.

પૂર્વ IAS વિરુદ્ધ ખોટા દસ્તાવેજ બનાવવા અને સત્તાનો દૂર ઉપયોગ કરવાની ફરિયાદ

ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ગાંધીનગર કલેકટર કચેરીના ચીટનીશ અધિકારી ધ્રુવકુમારે એસ કે લાંગા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યો છે. આ ફરિયાદમાં એસ કે લાંગા વિરુદ્ધ ખોટા દસ્તાવેજ બનાવવા અને સત્તાનો દૂર ઉપયોગ કરવાં અંગે ફરિયાદ નોંધાઇ છે. સરકારી ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની વાત પણ સામે આવી છે. એટલુ જ નહીં નિવૃત્તિ બાદ પણ સરકારી ફાઇલોમાં જૂની તારીખમાં સહી કર્યા હોવાની ફરિયાદ નોધાઈ છે.

 ગાંધીનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 12, 2023 09:49 AM
g clip-path="url(#clip0_868_265)">