સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી પ્રભાવિત અસરગ્રસ્તોની સહાય માટે મોરારી બાપુએ મુખ્યમંત્રી રાહત નિધિમાં 25 લાખ અર્પણ કર્યા
નવનિયુકત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની કરેલી મુલાકાતના અહેવાલોથી પ્રેરિત થઇ રાજપીઠના સેવાકાર્યમાં વ્યાસપીઠના સહયોગ રૂપે મોરારીબાપૂએ આ જાહેરાત કરી છે.
GANDHINAGAR : સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ, જામનગર, જુનાગઢ અને ગીરસોમનાથમાં તારીખ 13 અને 14 સપ્ટેમ્બરે પડેલા ભારે વરસાદથી તારાજીના દૃશ્યો સર્જાયા છે. અનેક ગામોમાં પૂરના પાણી, સર્વસ્વ તાણીને લઇ ગયા…ક્યાંક ઘર તો ક્યાંક ઘરવખરી, બધુ જ પાણીમાં તણાઇ ગયું.અનેક પરિવારોના માથેથી આશરો છીનવાયો છે, તો ખેતરોમાં ઉભો પાક નષ્ટ બન્યો છે.
સૌરાષ્ટ્રના અતિ વરસાદ પ્રભાવિત અસરગ્રસ્તોની સહાય માટે પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપૂએ મુખ્યમંત્રી રાહત નિધિમાં 25 લાખ રૂપિયા અર્પણ કર્યા છે. નવનિયુકત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની કરેલી મુલાકાતના અહેવાલોથી પ્રેરિત થઇ રાજપીઠના સેવાકાર્યમાં વ્યાસપીઠના સહયોગ રૂપે મોરારીબાપૂએ આ જાહેરાત કરી છે.
સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ , જૂનાગઢ , જામનગરના અનેક વિસ્તારોમાં થયેલા અતિ ભારે વરસાદથી પ્રભાવિત થયેલા અસરગ્રસ્તોની સહાય માટે પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપૂએ રૂ.25 લાખનું દાન મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કર્યું છે. પૂજ્ય મોરારીબાપૂ હાલ દાર્જિલીંગમાં રામ કથા માટે ગયેલા છે. નવનિયુકત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ વરસાદ પ્રભાવિત ગ્રામજનો – લોકોની સ્થિતીની જાતમાહિતી મેળવવા આ વિસ્તારોની ગઇકાલે કરેલી મુલાકાતના અહેવાલોની જાણ મોરારીબાપૂને દાર્જિલીંગમાં થતાં તેમણે રાજપીઠ સાથે વ્યાસપીઠના સહયોગ દાયિત્વ રૂપે આ રૂ.25 લાખનું દાન મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કર્યું છે.
આ અંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું – “વિશ્વ વંદનીય સંત પ.પૂ શ્રી મોરારીબાપુ એ દાર્જીલીંગ ખાતે યોજાયેલ રામકથા ના માધ્યમથી મને શુભેચ્છા સંદેશ પાઠવીને તેઓની પ્રસન્નતા વ્યક્ત કરી છે.પૂજ્ય મોરારીબાપુનો આ અવસરે અંત:તરણથી આભાર વ્યક્ત કરું છું.જય સીયારામ”
વિશ્વ વંદનીય સંત પ.પૂ શ્રી મોરારીબાપુ એ દાર્જીલીંગ ખાતે યોજાયેલ રામકથા ના માધ્યમથી મને શુભેચ્છા સંદેશ પાઠવીને તેઓની પ્રસન્નતા વ્યક્ત કરી છે.પૂજ્ય મોરારીબાપુનો આ અવસરે અંત:તરણથી આભાર વ્યક્ત કરું છું. જય સીયારામ pic.twitter.com/MzSywJMpoB
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 14, 2021
રાજ્યમાં 13 સપ્ટેમ્બરે રાજકોટ અને જામનગરમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી હતી. 14 સપ્ટેમ્બરે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહેલા જામનગર અને બાદમાં રાજકોટની મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાને આ બંને જિલ્લાઓમાં વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ત્વરિત સર્વે કરવાના આદેશ આપ્યા હતા. પહેલા જામનગરમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા હતા. ખરાબ હવામાનને કારણે જામનગરથી રાજકોટ કારમાં પહોંચ્યા હતા.
આ પણ વાંચો : GANDHINAGAR : શું નારાજ કુંવરજી બાવળિયાએ પક્ષે સોંપેલી જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી દીધા ?