GANDHINAGAR : શું નારાજ કુંવરજી બાવળિયાએ પક્ષે સોંપેલી જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી દીધા ?
કુંવરજીએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખ્યો છે..પત્રમાં કુંવરજીએ જસદણ તાલુકાની 2 જિલ્લા પંચાયત બેઠકોની પેટા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીલક્ષી કામગીરી કરવા સક્ષમ ન હોવાનો ઉલ્લેખ કર્યો છે.
GANDHINAGAR : ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન બન્યા બાદ સૌ કોઈની નજર નવા પ્રધાનમંડળ પર હતી. સૌ કોઈ એ જાણવા આતુર છે કે કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે. રાજ્યના નવા શપથગ્રહણની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ હતી. તેવામાં સમાચાર આવ્યાં કે નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારોહ બંધ રહ્યો.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મૂજબ ભાજપે નવા પ્રધાનમંડળમાં નો રીપીટ થીયરી અંતર્ગત રૂપાણી કેબીનેટના સીનીયર મંત્રીઓ સહીત ઘણા પ્રધાનોના નામ કાપી નાખ્યા હતા, જેની જાણ આ પ્રધાનોને થતા કુંવરજી બાવળિયા, જયેશ રાદડીયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના પ્રધાનોમાં રોષ જોવા મળ્યો હતો. હવે રાજ્યના આ નેતાઓ અને તેમના સમર્થકોની પ્રતિક્રિયા આવવાની શરૂ થઇ ગઈ છે.
કુંવરજી બાવળિયાએ પણ પક્ષે સોંપેલી જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી દીધા છે.કુંવરજીએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખ્યો છે..પત્રમાં કુંવરજીએ જસદણ તાલુકાની 2 જિલ્લા પંચાયત બેઠકોની પેટા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીલક્ષી કામગીરી કરવા સક્ષમ ન હોવાનો ઉલ્લેખ કર્યો છે. અને પેટાચૂંટણીની જવાબદારી સંગઠન પર ઢોળી દીધી છે…તેઓએ કારણ આપ્યું છે કે નવા મંત્રીમંડળ માટે ગાંધીનગરમાં હોવાથી આ કામગીરી નહીં કરી શકે, જોકે માનવામાં આવી રહ્યું છે કે મંત્રીમંડળમાંથી બાદબાકી થતી હોવાથી કુંવરજી બાવળિયા નારાજ છે અને પત્ર દ્વારા તેઓએ આડકતરી રીતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : JAMNAGAR : વરસાદી તબાહીને કારણે અનેક માર્ગોને અસર, જામનગર-કાલાવડ હાઈ-વે 2 દિવસથી બંધ