AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: ભારત સમગ્ર વિશ્વમાં ઔષધીય પાક ઈસબગુલનો સૌથી મોટો ઉત્પાદક દેશ, ગુજરાતમાં પણ ઈસબગુલનું ઉત્પાદન બમણું

ભારતમાં ખેતી હેઠળના તમામ ઔષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. સમગ્ર વિશ્વમાં ભારત એ ઇસબગુલ જેવા ઔષધીય પાકનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ઇસબગુલ પાકના પ્રોસેસિંગમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરાના સ્થાન પર છે.

Gandhinagar: ભારત સમગ્ર વિશ્વમાં ઔષધીય પાક ઈસબગુલનો સૌથી મોટો ઉત્પાદક દેશ, ગુજરાતમાં પણ ઈસબગુલનું ઉત્પાદન બમણું
Isabgol
Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 23, 2023 | 8:45 AM
Share

Gandhinagar : સ્થાનિક ભાષામાં ‘ઘોડાજીરૂ’ તરીકે ઓળખાતો ઇસબગુલ ભારતમાં ખેતી હેઠળના તમામ ઔષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. સમગ્ર વિશ્વમાં ભારત એ ઇસબગુલ જેવા ઔષધીય પાકનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ઇસબગુલ પાકના પ્રોસેસિંગમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરાના સ્થાન પર છે.

ભારતના કુલ ઇસબગુલના ઉત્પાદનનું 90% પ્રોસેસિંગ ગુજરાતમાં કરવામાં આવે છે. તેના પ્રોસેસિંગના એકમો સિદ્ધપુર તેમજ ઊંઝા ખાતે કાર્યરત છે. ઊંઝા અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 25 જેટલા ઇસબગુલ પ્રોસેસિંગ યુનિટ્સ વિકસિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Gandhinagar: કલોલમાં સિન્ટેક્સ કંપનીની જો હુકમી, 300 કામદારોને નોટીસ આપ્યા વગર કર્યા છુટા, જુઓ Video

ઇસબગુલ એ સૌથી વધુ વિદેશી હૂંડિયામણ કમાવી આપતો ઔષધીય પાક છે અને ભારતના કુલ ઇસબગુલના ઉત્પાદનના 93% ઉત્પાદનની નિકાસ સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે, જેમાં અમેરિકા ભારત પાસેથી સૌથી વધુ માત્રામાં ઇસબગુલ ખરીદે છે. ત્યારબાદ ભારત પાસેથી સૌથી વધુ ઇસબગુલ ખરીદનારા દેશોમાં જર્મની, ઇટલી, યુકે અને કોરિયાનો સમાવેશ થાય છે. જોકે, વિશ્વના અનેક દેશોમાં ભારતમાંથી ઇસબગુલની નિકાસ કરવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે. મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારની બાગાયત અને ઔષધીય પાકો માટેની પ્રોત્સાહક નીતિઓના પરિણામે ગુજરાતમાં બાગાયતી અને ઔષધીય પાકોના વાવેતર અને ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત, ગુજરાત સરકારની પ્રોત્સાહક ઉદ્યોગનીતિ તેમજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની નીતિઓના કારણે કૃષિ ઉત્પાદનોના પ્રોસેસિંગમાં અને તેમની નિકાસમાં પણ વધારો થઈ રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષોમાં ઇસબગુલનું ઉત્પાદન બમણું થયું

આ ઇસબગુલના ઉત્પાદનમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. વર્ષ 2018-19માં રાજ્યમાં ઇસબગુલનો કુલ વાવેતર વિસ્તાર 6754 હેક્ટર અને કુલ ઉત્પાદન 6817 મેટ્રિક ટન હતું, તેની સામે વર્ષ 2022-23માં કુલ વાવેતર વિસ્તાર 13,303 હેક્ટર અને કુલ ઉત્પાદન 12,952 મેટ્રિક ટન થયું છે. આમ, છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાતમાં ઇસબગુલનો વાવેતર વિસ્તાર અને તેનું ઉત્પાદન લગભગ બમણું થયું છે.

ગુજરાતમાં બનાસકાંઠા ઇસબગુલનો સૌથી મોટો ઉત્પાદક જિલ્લો

ગુજરાતમાં બનાસકાંઠામાં ઇસબગુલનું સૌથી વધુ એટલે કે 47% ઉત્પાદન થાય છે, ત્યારબાદ કચ્છમાં 34%, મહેસાણામાં 10% અને જૂનાગઢમાં 5% ઇસબગુલનું ઉત્પાદન થાય છે. આ સાથે ગુજરાતમાં ઇસબગુલના કુલ ઉત્પાદનના 96% ઉત્પાદન આ ચાર જિલ્લાઓમાં થાય છે.

એશિયાના સૌથી મોટા APMC ખાતે ઇસબગુલની આવકમાં વધારો

ઊંઝાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે છેલ્લા પાંચ વર્ષોમાં ઇસબગુલની આવકમાં પણ વધારો થયો છે. વર્ષ 2018-19માં ઊંઝાની એપીએમસી ખાતે 65, 413 મેટ્રિક ટન ઇસબગુલની આવક હતી, જે વર્ષ 2022-23માં વધીને 87,050 મેટ્રિક ટન થઈ છે. ઉલ્લેખનીય છે કે ઊંઝાનું ગંજ બજાર એશિયાનું સૌથી મોટું ગંજ બજાર છે, જે ઇસબગુલ, જીરૂ અને વરિયાળીના પાક માટે પ્રખ્યાત છે.

કૃષિ યુનિવર્સિટીએ બહાર પાડેલી ઇસબગુલના ચાર પ્રકાર

ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ગુજરાત ઇસબગુલ-1, ગુજરાત ઇસબગુલ-2, ગુજરાત ઇસબગુલ -3 અને ગુજરાત ઇસબગુલ-4 એમ ઇસબગુલની ચાર જાતો બહાર પાડેલી અથવા સુધારેલી જાતો છે. આ જાતોનું હેક્ટરદીઠ અનુક્રમે 800 થી 900 કિગ્રા અને 1000 કિગ્રા જેટલું ઉત્પાદન થાય છે.

આયુર્વેદિક, યુનાની અને એલોપથી ચિકિત્સાઓમાં ઉપયોગી ઇસબગુલ

ઇસબગુલના બીજ શીતળતાના ગુણધર્મો ધરાવે છે અને તેનો ઉપયોગ આયુર્વેદિક, યુનાની અને એલોપથી ચિકિત્સાઓમાં કરવામાં આવે છે. આંતરડાના ચાંદા, મસા અને ગોનોરીયાની સારવાર કરવા ઉપરાંત કોલેસ્ટેરોલ ઘટાડવા માટે કરી શકાય છે. ગર્ભપાત વખતે ગર્ભાશય તેમજ યોનિમાર્ગના વિસ્તરણ માટે પણ તેનો ઉપયોગ કરવા અંગે તાજેતરમાં સંશોધન થયું છે.

ઔષધીય ઉપયોગો ઉપરાંત તેનો ઉપયોગ રંગકામ, કાપડનું છાપકામ, આઈસ્ક્રીમ ઉદ્યોગ, મીઠાઈ અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગમાં પણ કરી શકાય તેમ છે. આ ઉપરાંત, ઇસબગુલના ભૂસીમુક્ત બીજમાં 17થી 19% પ્રોટીન હોય છે અને તેથી તેનો ઉપયોગ પશુ આહારમાં કરવામાં આવે છે.

અમેરિકા ભારતીય ઇસબગુલનો સૌથી મોટો ખરીદદાર દેશ

ભારતમાંથી ઇસબગુલનો સૌથી મોટો ખરીદદાર દેશ અમેરિકા છે, જે ભારતમાંથી થતી કુલ નિકાસનો લગભગ 75% હિસ્સો ધરાવે છે. વર્ષ 2022-23માં ભારતમાંથી અમેરિકામાં 19,666 મેટ્રિક ટન ઇસબગુલની નિકાસ કરવામાં આવી હતી, જેનું મૂલ્ય રૂ.1023.29 કરોડ છે. વર્ષ 2023-24 માટે પણ એપ્રિલથી જૂન સુધીના પ્રથમ ક્વાર્ટરમાં રૂ.343.20 કરોડના મૂલ્યના 4931.70 મેટ્રિક ટન ઇસબગુલની અમેરિકામાં નિકાસ કરવામાં આવી છે. આ આંકડા દર્શાવે છે કે ભારતીય ઔષધીય પાક ઇસબગુલ અમેરિકામાં હાલ ભારે માંગમાં છે.

ગાંધીનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">