AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં સ્માર્ટ સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદ કિંમતના 40 ટકા સુધીની સહાય આપવાની યોજના અમલી, 13 હજારથી વધુ ખેડૂતોના પેમેન્ટ ઓર્ડર થયા ઈશ્યુ

Farmers' Scheme: રાજ્યમાં સ્માર્ટ ફોન સહાય યોજના અંતર્ગત 13 હજારથી વધુ ખેડૂતના પેમેન્ટ ઓર્ડર ઈશ્યુ કરાયા છે. આ યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી માટે 40 ટકા અથવા 6 હજાર રૂપિયા સુધીની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યમાં સ્માર્ટ સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદ કિંમતના 40 ટકા સુધીની સહાય આપવાની યોજના અમલી, 13 હજારથી વધુ ખેડૂતોના પેમેન્ટ ઓર્ડર થયા ઈશ્યુ
સ્માાર્ટફોનની ખરીદીમાં ખેડૂતોને મળશે સહાય
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 8:38 PM
Share

ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી માટે 40 ટકા સુધીની અથવા 6 હજાર રૂપિયા સુધીની સહાય આપવાની યોજના લાવવામાં આવી છે. આ યોજના રાજ્યના ખેડૂતને ખેતી સબંધિત માહિતી મેળવવામાં મદદ મળી રહે તે હેતુથી લાવવામાં આવી છે. ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓમાં લાભ મેળવવા માટે ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા સૌપ્રથમ વર્ષ 2021-2022માં રાજયનાં ખેડૂતોને સ્માર્ટફોન(Smart Phone)ની ખરીદી પર સહાય આપવા અંગેની યોજના અમલી બનાવી હતી.

ચાલુ વર્ષ: 2022-23માં રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ રૂ. 1 હજાર લાખની જોગવાઈ કરાઈ છે. આ સહાયનો લાભ મેળવવા રાજ્યભરમાંથી 33,079 ખેડૂતો દ્વારા આઈ.ખેડૂત પોર્ટલ  (Farmers Portal) પર અરજી કરવામાં આવી છે. જે પૈકી 13,074ના પેમેન્ટ ઓર્ડર ઈસ્યૂ કરીને સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે. જ્યારે ગત વર્ષ 2021-22માં આ માટે રૂ.1500 લાખની જોગવાઇ કરવામાં આવી હતી. જે અંતર્ગત માર્ચ-2022 સુધીમાં 16,104 ખેડૂતોને રૂ. 921.18 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે તેમ કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.

ખેડૂતો ફોન દ્વારા ઘરે બેઠા જાણી શકશે અરજીનું સ્ટેટસ

કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. કૃષિક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈ.ટી. ટેકનોલોજીના ઉપયોગ થકી નવી ખેત ઉપયોગી અદ્યતન તકનીકો અપનાવી પોતાની આવકમાં વધારો મેળવતા થયા છે. જેમાં ખેડૂતો દ્વારા હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત ઉપગ્રહની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ, રોગ-જીવાત નિયંત્રણની તકનીકી, ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવવા તથા ખેતીવાડી ખાતાની યોજનાઓમાં સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવા વગેરે જેવી બાબતો માટે ખેડૂતો દ્વારા બહોળા પ્રમાણમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સ્માર્ટ ફોનની ખરીદી માટે 40 ટકા અથવા 6000 સુધીની સરકાર તરફથી સહાય

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સ્માર્ટફોનની ખરીદી માટે સ્માર્ટ ફોન પર સહાય યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40 ટકા અથવા રૂ.6000/- બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાયનું ધોરણ મંજુર કરવામાં આવે છે. જેનો લાભ મેળવવા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે તેમ યાદીમાં વધુ જણાવવામાં આવ્યું છે. આ યોજના થકી ખેડૂતોને ખેતી લક્ષી માહિતી મેળવવા પણ ઘણી મદદ મળી રહેશે.

ઈનપુટ ક્રેડિટ- કિંજલ મિશ્રા- ગાંધીનગર

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">