આ તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ હુમલાને સખ્ત શબ્દોમાં વખોડતા જણાવ્યું કે અનંત પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારને ઘૂંટણીએ ટેકવી દીધી છે. આ વાત હજમ ન થતાં અનંત પટેલ પર હુમલો કરાયો છે. ગુજરાતમાં સામ, દામ, દંડ, ભેદ અને ડરાવવા-ધમકાવવાની રાજનીતિ થઈ રહી છે. પરંતુ અનંત પટેલ ઝૂકવાવાળામાં નથી.
નવસારીથી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામના સરપંચને મળવા ગયાહતા તે દરમિયાન બજાર પાસેથી પસાર થતી વખતે કેટલાક ઈસમોએ તેમના પર હુમલો કર્યો હતો. તેમનો આક્ષેપ છે કે તેમને ગાડીમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમા તેમને આંખના ભાગે ઈજા પહોંચી હતી.
આ હુમલા અંગે રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી હુમલાની નીંદા કરી છે. રાહુલ ગાંધીએ ભાજપ પર આરોપ લગાવ્યો કે ભાજપે કાયરતા સાથે અમારા ધારાસભ્ય પર હુમલો કર્યો છે. આ તરફ નવસારીમાં જેમના પર હુમલો કરવાનો આરોપ છે તે ભીખુ આહિરની દુકાન સળગાવી દેવાઈ હતી. ભીખુ આહિર નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ છે. આદિવાસી સમાજ દ્વારા ભીખુ આહિર અને રિંકુ નામના શખ્સની ધરપકડ કરવાની માગ ઉઠી છે.