પોલીસ ભરતી માટે ગૃહ વિભાગે વીડિયો સીરીઝ લોંચ કરી, હર્ષ સંઘવીએ કહ્યું કે નવી ભરતીઓ પણ થશે, તૈયારી ચાલુ જ રાખજો

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે ગાધીનગર ખાતેથી પોલીસ ભરતી સંદર્ભે ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે એ માટે ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરેલ વીડિયો સીરીઝનુ વિમોચન કરી ઉમેદવારોને તૈયારીઓ ચાલુ રાખવા કહ્યું હતું

પોલીસ ભરતી માટે ગૃહ વિભાગે વીડિયો સીરીઝ લોંચ કરી, હર્ષ સંઘવીએ કહ્યું કે નવી ભરતીઓ પણ થશે, તૈયારી ચાલુ જ રાખજો
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વીડિયો સીરીઝ લોંચ કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 3:16 PM

આગામી ફેબ્રુઆરી મહિનામાં એલઆરડી જવાનો માટેની પ્રિલિમિનરી પરીક્ષા યોજાવાની છે ત્યારે રાજ્યના ગૃહ વિભાગ (Home Department) એ લેખિત પરીક્ષાની તૈયારીઓ માટે વીડિયો સીરીઝ (video series)  તૈયાર કરી છે અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) એ આજે આ સીરીઝ લોંચ કરી છે. આ વીડિયો સીરીઝમાં ઉમેદવારોની શારીરિક અને માનસિક સ્થિતિ, તૈયારીના મુદ્દાઓ, અધિકારીઓ અને સફળ ઉમેદવારોના સુચનો તથા તેમના મંતવ્યોને આવરી લેવાયા છે.

ગૃહ મંત્રી સંઘવીએ આજે ગાધીનગર (Gadhinagar) ખાતેથી પોલીસ ભરતી સંદર્ભે ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે એ માટે ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરેલ વીડિયો સીરીઝનુ વિમોચન કરતા કહ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ હસ્તક પોલીસની ભરતી સંપૂર્ણ પારદર્શી રીતે યોજવા માટે નવતર અભિગમ દાખવીને ટેકનોલોજીના માધ્યમથી આ પ્રયાસ કરાયો છે જે ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે

તેમણે ઉમેર્યુ કે, ઉમેદવારોને લેખિત પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? કઇ બાબતો ધ્યાનમાં રાખવી? શું કરવું? શું ના કરવું? ખાન-પાન અને પરીક્ષા સમયે માનસિક અને શારીરિક રીતે કેવી રીતે ફીટ રહેવું? તેનું સંપૂર્ણ માર્ગદર્શન આ સીરીઝમાં પુરૂ પાડવામાં આવ્યુ છે. આ માર્ગદર્શન સીરીઝ વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. જેનો લાભ ઉમેદવારોને થશે અને આ વીડિયો સીરીઝ ઉમેદવારોનું મનોબળ વધારવામાં મદદરૂપ થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

મંત્રીશ્રીએ તૈયારી કરતા યુવાનોને શુભેચ્છા આપતા કહ્યુ કે, ગૃહ વિભાગમા વિવિધ સંવર્ગો માટે આગામી સમયમાં નવી ભરતી પ્રક્રિયાઓ હાથ ધરવાનું રાજય સરકારનુ આયોજન છે તો આપ પોતાની તૈયારીઓ મહેનત ચાલુ રાખશો. આ સીરીઝ પણ આપને ચોકકસ મદદરૂપ થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યુ કે, ગૃહ મંત્રીએ ગૃહ વિભાગને નવી દિશા, નવી ઉર્જા અને નવો ઉત્સાહ પુરો પાડીને લાંબા ગાળાના લાભો રાજયના નાગરિકોને થાય તે માટે સતત પ્રયાસો કરી રહ્યા છે તે પૈકી આ માર્ગદર્શક સીરીઝ દ્વારા પ્રયાસ ગૃહ વિભાગ દ્વારા કરાયો છે.

રાજયના ડી.જી.પી. આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ દ્વારા પોલીસ ભરતીની પ્રક્રિયા સંપુર્ણ પારદર્શી રીતે યોજાઇ રહી છે અને આગામી સમયમાં પણ નવી ભરતીઓ હાથ ધરાશે. રાજયમાં વર્ષ 2010થી આજદીન સુધી તબક્કાવાર વિવિધ સંવર્ગની ભરતીઓ હાથ ધરાઇ છે. પરીક્ષા પદ્ધતિમાં પણ સમયાનુસાર બદલાવ કરીને ટેકનોલોજીના માધ્યમ દ્વારા પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે.

પી.એસ.આઇ. ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે જણાવ્યું કે પોલીસ સંરક્ષક અને લોકસંરક્ષક દળની ભરતી પ્રક્રિયાના માર્ગદર્શન માટે આ ડોકયુમેન્ટ્રી તૈયાર કરાઇ છે તેનો યુવાનો મહત્તમ ઉપયોગ કરે. પી.એસ.આઇ. સંવર્ગની ભરતી માટે 4.5 લાખથી વધુ યુવાનોની 15 જેટલા કેન્દ્દો ઉપર શારિરીક કસોટીની પરીક્ષા સંપુર્ણ પરદર્શી રીતે લેવાઇ હતી તૈ પૈકી 25 લાખ ઉમેદવારો સફળ થયા છે આ માટેની પ્રિલીમ પરીક્ષા ફેબ્રુઆરી માસમાં યોજાશે.

આ પણ વાંચોઃ ડીંગુચાના લોકોને વિદેશ જવાની ઘેલછા, ગામની અડધા જેટલી વસતી વસે છે વિદેશમાં

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, ગાંધી આશ્રમના કાર્યક્રમમાં આપશે હાજરી

g clip-path="url(#clip0_868_265)">