કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, ગાંધી આશ્રમના કાર્યક્રમમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, ગાંધી આશ્રમના કાર્યક્રમમાં આપશે હાજરી

| Updated on: Jan 29, 2022 | 10:56 AM

રવિવારે અમદાવાદમાં ગાંધીઆશ્રમનો એક કાર્યક્રમ યોજાવાનો છે. રિવરફ્રન્ટ ખાતે ગાંધી આશ્રમનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમાં કેન્દ્રીય પ્રધાન નારાયણ રહાણે પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સાથે ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આજે ગુજરાત આવશે. શનિવારે એટલે કે આજે સાંજે 7 વાગે આવશે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પહોંચી જશે અને આવતીકાલે એટલે કે રવિવારે ગાંધીઆશ્રમ (Gandhi Ashram)ના કાર્યક્રમમાં હાજરી આપશે. તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ પણ ઉપસ્થિત રહેશે.

લોકસભા સત્ર પહેલા મહત્વની બેઠક

અમિત શાહની આ વખતની મુલાકાત સૂચક એટલા માટે કહી શકાય કેમ કે રવિવારે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને સાંજે સાંસદોની બેઠક યોજાવાની છે. આગામી સમયના લોકસભાના સત્ર દરમિયાન ગુજરાતના જે પડતર પ્રશ્નો છે. તે અંગે આ બેઠકમાં ચર્ચા થવાની છે. અમિત શાહ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને લોકસભાના સત્ર પહેલા ગુજરાતના મુદ્દાઓ પર ચર્ચા કરશે.

ગાંધી આશ્રમના કાર્યક્રમમાં આપશે હાજરી

રવિવારે અમદાવાદમાં ગાંધીઆશ્રમનો એક કાર્યક્રમ યોજાવાનો છે. રિવરફ્રન્ટ ખાતે ગાંધી આશ્રમનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમાં કેન્દ્રીય પ્રધાન નારાયણ રહાણે પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સાથે ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો- Porbandar: પાકિસ્તાનની અવળચંડાઈ, ભારતીય જળ સીમા નજીકથી એક બોટ સહિત 7 માછીમારોનું અપહરણ

આ પણ વાંચો- Ahmedabad: ધંધુકામાં યુવકની હત્યા મામલે હિન્દુ સંગઠનોમાં રોષ, રવિવારે ધંધુકા બંધની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">