AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરત ઉર્જાવિભાગ ડમીકાંડમાં ક્રાઇમ બ્રાન્ચે 5 મહિલા કર્મચારી સહીત 11 કર્મચારીઓની ધરપકડ કરી

સુરત ઉર્જાવિભાગ ડમીકાંડમાં ક્રાઇમ બ્રાન્ચે 5 મહિલા કર્મચારી સહીત 11 કર્મચારીઓની ધરપકડ કરી છે.

Breaking News : સુરત ઉર્જાવિભાગ ડમીકાંડમાં ક્રાઇમ બ્રાન્ચે 5 મહિલા કર્મચારી સહીત 11 કર્મચારીઓની ધરપકડ કરી
Surat Damikand Arrest
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 25, 2023 | 7:39 PM
Share

Surat : સુરત ઉર્જાવિભાગ ડમીકાંડમાં(Damikand)  ક્રાઇમ બ્રાન્ચે 5 મહિલા કર્મચારી સહીત 11 કર્મચારીઓની ધરપકડ કરી છે. રાજ્યની જુદી જુદી વીજકંપની માટે વિદ્યુત સહાયકની નિમણૂક માટે ઓનલાઇન લેવાયેલી પરીક્ષામાં ડમીકાંડ નો પર્દાફાશ કરનારી સુરત ક્રાઇમ બ્રાન્ચે ખોટી રીતે પરીક્ષા પાસ કરી નોકરી મેળવાનારા 5 મહિલા કર્મચારી સહીત કુલ 11 કર્મચારીઓની ધરપકડ કરી છે.

“ગુજરાત રાજ્યની વીજ કંપનીઓ DGVCL, MGVCL, PGVCL, UGVCL, તથા GSECL માં કુલ-૨૧૫૬ વિદ્યુત સહાયક ( જુનીયરઆસીસ્ટન્ટ) ની ભરતી પરીક્ષા વડોદરા, રાજકોટ, સુરત, અમદાવાદ ખાતે અલગ અલગ સેન્ટરોમાં લેવાઈ હતી જે પરીક્ષા તા.09 /12/2020 થી તા.06 /01/2021 દરમ્યાન અલગ-અલગ તારીખોએ લેવામાં આવી હતી.

સ્ક્રીન શેરિંગ થકી ડમી પાસે જવાબ લખાવી ઉમેદવારોને પરીક્ષા કરાવી હતી

આ પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રના માલિકો, કમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ તથા તેમના મળતીયા તથા એજન્ટોએ રીંગ બનાવી આર્થિક લાભ મેળવી ખોટી રીતે ઉમેદવારોને પાસ કરાવ્યા હતા. સ્ક્રીન શેરિંગ થકી ડમી પાસે જવાબ લખાવી ઉમેદવારોને પરીક્ષા કરાવી હતી.

ઠગાઇ કરનારા કર્મચારીઓ પોલીસ તપાસમાં આવરી લેવાયા

7 થી 10 લાખ રૂપિયા ચૂકવી ખોટી રીતે ઉમેદવારોએ ઓનલાઇન પરીક્ષા પાસ કરી હતી. આ રીતે વીજ કંપનીઓ સાથે તેમજ લાયક હોવા છતાં નોકરી મેળવવામાં વંચિત રહેલા લાયક ઉમેદવારો સાથે ઠગાઇ કરનારા કર્મચારીઓ પોલીસ તપાસમાં આવરી લેવાયા હતા.

સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઇન ડમીકાંડના આ ગુનામાં અગાઉ ક્લાસ સંચાલકો, મુખ્ય એજન્ટો સહિત કુલ- 17 આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે જેલમાં છે ત્યાં સુરત શહેર ક્રાઇમબ્રાંચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં ગેરરીતિથી પાસ થયેલ ઉમેદવાર/કર્મચારીઓને શોધવા મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં તેઓના રહેઠાણ, સંભવીત ઠેકાણા તથા નોકરીના સ્થળોએ તપાસ કરતા વધું 11 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

ધરપકડ કરાયેલા કર્મચારીઓની યાદી

  • નિશાબેન પ્રકાશભાઇ પટેલ ( ઉ.વ. ૩૬ રહેવાસી, રાધેશ્યામ પાર્ક સોસાયટી, ગાયત્રી મંદિર રોડ, હિંમતનગર)
  • જલ્પાબેન ભૌમિકકુમાર પટેલ તે બિપીનચંદ્ર પટેલની દિકરી ) ઉ.વ.૩૪ રહેવાસી, મુ.પો. હડીયલ ગામ. તા.હિંમત નગર)
  • ઉપાસનાબેન ચિરાગભાઇ સુતરીયા તે ખાનાભાઇ ભીખાભાઇ સુતરીયાની દિકરી ( ઉ.વ.૩૦ રહે, મુ.પો.બડોલી, તા.ઇડર)
  • નિલમબેન વિક્રમભાઇ ચાવડા તે નારાયણદાસ પરમારની દિકરી ( ઉ.વ.૩૩ રહેવાસી. ચોરીવાડ તા.ઇડર જી.સાબરકાંઠા )
  • જીગ્નાસાબેન સંદિપભાઇ પટેલ તે પુરષોત્તમભાઈ પટેલની દિકરી ( ઉ.વ.૩૪ રહેવાસી. પુષ્પકુંજ સોસાયટી, તા.વીસનગર)
  • પ્રકાશકુમાર મગનભાઇ વણકર (ઉ.વ.૨૮ રહેવાસી. મુ.પો.ભાદરડી તા.હિંમતનગર જી.સાબરકાંઠા)
  • અલ્તાફભાઇ ઉમરફારૂક લોઢા (ઉ.વ.૩૪ રહેવાસી.મુ.પો.ઇલોલ તા.હિંમતનગર જી.સાબરકાંઠા)
  • મનીષકુમાર ધનજીભાઇ પારઘી (ઉ.વ.૩૫ રહેવાસી. ગામ. માલીવાડા પોસ્ટ. સવગઢ તા.હિંમતનગર)
  • રોહીતકુમાર મૂળજીભાઇ મકવાણા (ઉ.વ.૩૪ રહેવાસી. ઘર નંબર-૬૦, શારદાકુંજ સોસાયટી, મોતીપુરા તા,હિંમતનગર)
  • પ્રવિણભાઇ ધનજીભાઇ ચૌધરી (ઉ.વ.૩૦ રહેવાસી. ગામ. સરતાનપુર તા. સતલાસણા જી.મહેસાણા)
  • આસીમભાઇ યુનુસભાઇ લોઢા (ઉ.વ.૩૨ રહેવાસી. ગામ. ઇલોલ તા. હિંમતનગર જી.સાબરકાંઠા)

સુરત સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">