ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં OBC અનામત રદ્દ કરવાને લઇને રાજકારણ ગરમાયું

|

Jul 06, 2022 | 9:59 PM

સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગુજરાત(Gujarat) રાજય ચૂંટણી આયોગે તારીખ 10 મે 2022ના નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખી રાજયમાં બાકી રહેલ 3252 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે

ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં OBC અનામત રદ્દ કરવાને લઇને રાજકારણ ગરમાયું
Gujarat Gram Panchyat
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં(Gujarat)  ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીમાં(Gram Panchayat election )OBC અનામત રદ્દ કરવા મુદ્દે સુપ્રિમ કોર્ટના આદેશનો અમલ કરવા માટે સરકારે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. જેમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી અનામત રદ કરીને તેને સામાન્ય બેઠક જાહેર કરવામાં આવશે. જો કે આ જાહેરાત બાદ ઓબીસી બેઠકો દૂર કરવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પણ ગ્રામ્ય પંચાયત ચૂંટણી ઓબીસી અનામત અમલ કરવાનો સૂર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે OBC વર્ગને અન્યાય થાય છે.

આ ઉપરાંત આ હિલચાલનો કોંગ્રેસે પણ વિરોધ કર્યો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ અને ઋત્વિક મકવાણાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજ્ય સરકાર પહેલા કમિશન બનાવે તેવી પૂજા વંશના પત્રમાં માગ કરવામાં આવી છે. જો રાજ્ય સરકાર SCના નિર્ણયનો અમલ નહીં કરે તો પંચાયતમાં OBC સમાજનું પ્રતિનિધિત્વ દૂર થઈ જશે.

સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગુજરાત રાજય ચૂંટણી આયોગે તારીખ 10 મે 2022ના નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખી રાજયમાં બાકી રહેલ 3252 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને આ ચૂંટણીમાં ચૂંટણી આયોગ ના મત મુજબ ઓ.બી.સી બેઠકોને સામાન્ય બેઠકોમાં પરિવર્તન કરવા અંગે સૂચન કરેલ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ અંગે ભાજપે જણાવ્યું છે કે, ગુજરાત રાજય ઓ.બી.સી અનામત માટે પ્રતિબદ્ધ છે અને રાજ્યના પંચાયત કાયદામાં જ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત માટે ( કલમ ૯, ૧૦ અને ૧૧) ૧૦% અનામતની સ્પષ્ટ જોગવાઈ કરેલ છે. રાજય ચૂંટણી આયોગ એ સ્વતંત્ર સંસ્થા છે તેમના નિર્ણય મુજબ ઓ.બી.સી અનામત કાઢી ને સામાન્ય બેઠકો કરે તેનાથી ભારતીય જનતા પાર્ટી ની ઓ.બી.સી અનામત અંગે ની પ્રતિબદ્ધતા માં કોઈ ફેર પડતો નથી. ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ સમાજ(ઓ.બી.સી)ના હક્કો માટે અને અનામત માટે સંપૂર્ણં પ્રતિબદ્ધ છે અને આ માટે આવશક્યતા લાગે તો કાનૂની સહારો લેશે.

ભારતીય જનતા પાર્ટી ઓ.બી.સીના હક્કો માટે અને અનામત માટે સંપૂર્ણં પ્રતિબદ્ધ છે અને આ માટે આવશક્યતા લાગે તો કાનૂની સહારો લેશે. આ સિવાય પણ તમામ સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં સામાન્ય સીટ ઉપર પણ 10 ટકા ઓ.બી.સી ઉમેદવારો નિશ્ચિત રીતે ઉભા રાખશે અને ઓ.બી.સી ના અનામતને કોઈ પણ પ્રકારનું નુકશાન ભારતીય જનતા પાર્ટી ક્યારેય કરશે નહિ.

Next Article