ગુજરાતના 8 જિલ્લાના 38 તાલુકામાં ભારે વરસાદથી પાકને નુકસાન, 29,800 હેક્ટર જમીનમાં પાક નુકસાનીનો સરવે પૂર્ણ કરાયો

ગુજરાતમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં તારાજી થતા તંત્રએ પાક નુકસાનીનો સરવે હાથ ધર્યો છે. રાજ્યમાં પૂરથી અસરગ્રસ્ત 8 જિલ્લાના 38 તાલુકામાં કૃષિ પાકોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 1:43 PM

ગુજરાતમાં ભારે વરસાદથી (Heavy rain) અનેક વિસ્તારોમાં તારાજી થતા તંત્રએ પાક નુકસાનીનો સરવે હાથ ધર્યો છે. રાજ્યમાં પૂરથી અસરગ્રસ્ત 8 જિલ્લાના 38 તાલુકામાં કૃષિ પાકોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરતમાં પાકને ફટકો પડ્યો છે. તો મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલમાં પાકને અસર થઈ છે. રાજ્ય સરકારની 120 ટીમે 29,800 હેક્ટર જમીનમાં પાક નુકસાનીનો સરવે પૂર્ણ કરી લીધો છે. તો વરસાદી પાણી જ્યાં ભરાયેલા છે ત્યાં ઓસર્યા બાદ પાક નુકસાની સરવે હાથ ધરાશે. આ સરવેનું કામ પૂર્ણ થયા બાદ સરકારી ધારાધોરણો પ્રમાણે સહાયની ચુકવણી કરાશે.

મહત્વનું છે કે ગઈકાલે મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અને વરસાદને પરિણામે થયેલા નુકશાન સંદર્ભે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરવા માટે ટીમો બનાવી દેવામાં આવી છે તેના પર સતત મોનિટરીંગ કરી અસરગ્રસ્તોને સહાયરૂપ થવા વહિવટી તંત્રને સુચનાઓ આપવામાં આવી છે. એટલુ જ નહિ, વહિવટી તંત્રની સતર્કતા અને સજ્જતાને પરિણામે વરસાદના પ્રથમ રાઉન્ડમાં ઓછામાં ઓછા માનવ મૃત્યુ થયા છે. આ બેઠકમાં તમામ વિભાગો તથા સમગ્ર વહિવટી તંત્ર ઉપરાંત રેસ્ક્યુ કામગીરી કરી અનેક નાગરિકોના જીવ બચાવનાર NDRF-SDRF તેમજ સ્થાનિક નાગરિકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">